તમારા ગ્રાહકો સાથે સંપર્કમાં રહો
એક ટૂંકી લિંક બનાવો, જેનો ઉપયોગ કરીને ગ્રાહકો તમારી સાથે WhatsApp પર ચેટ શરૂ કરી શકે. આ લિંકને ઇમેઇલ, તમારી વેબસાઇટ, Facebook પેજ અથવા અન્ય વારંવાર ઉપયોગમાં લેવાતા માધ્યમો દ્વારા શેર કરો.
તમે સેવા આપો છો એ કોમ્યુનિટીના સભ્યો તરીકે, તમારા ધંધાનું સંચાલન આ અનિશ્ચિતતા અને એકાંતના સમય દરમિયાન સામાન્ય કરતાં વધુ પડકારજનક હોઈ શકે છે. WhatsApp પર તમારા ગ્રાહકો સાથે જોડાઓ—એ જ ટૂલ જેનો ઉપયોગ તેઓ મિત્રો અને કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવા માટે કરે છે.
તમારા ગ્રાહકો સાથે જોડાતી વખતે કૃપા કરીને WhatsAppનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરો. તમે જેઓને જાણતા હોવ અને જેઓ તમારી પાસેથી મેસેજ મેળવવા ઇચ્છતા હોય, માત્ર તેઓ સાથે જ વાતચીત કરો, ગ્રાહકોને તમારો ફોન નંબર તેમની એડ્રેસ બુકમાં સેવ કરવા માટેે કહો અને ગ્રૂપમાં આપમેળે મોકલાતા મેસેજ અને પ્રચારાત્મક મેસેજ મોકલવાનું ટાળો. આ સરળ અને શ્રેષ્ઠ પગલાં ન અનુસરો તો અન્ય વપરાશકર્તાઓ પાસેથી ફરિયાદ આવી શકે અને એકાઉન્ટ પર પ્રતિબંધ પણ મૂકાઈ શકે છે.
એકથી વધુ પ્રશ્નોને વધુ સારી રીતે સંભાળવા, બિઝનેસ પ્રોફાઇલમાં મદદરૂપ થાય એવી માહિતી મૂકવા અને કેટલોગમાં તમારી સેવાઓ અંગેની વિગતો શેર કરવા માટે, અમે WhatsApp Business ઍપનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ, જે મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. WhatsApp Business ઍપનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટેની પગલાંવાર માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો. જો તમારે તમારા એકાઉન્ટને WhatsApp Messengerમાંથી WhatsApp Business ઍપ પર લઈ જવું જરૂરી હોય, તો અહીં ક્લિક કરો.
તમારા ફોન માટે ડાઉનલોડ કરો
એક ટૂંકી લિંક બનાવો, જેનો ઉપયોગ કરીને ગ્રાહકો તમારી સાથે WhatsApp પર ચેટ શરૂ કરી શકે. આ લિંકને ઇમેઇલ, તમારી વેબસાઇટ, Facebook પેજ અથવા અન્ય વારંવાર ઉપયોગમાં લેવાતા માધ્યમો દ્વારા શેર કરો.
તમારા કામકાજના સમયમાં થયેલા કોઈ પણ ફેરફાર અંગે તમારા ગ્રાહકો વાકેફ છે તેની ખાતરી કરો. તમારો બિઝનેસ કયા દિવસે અને કયા સમયે ખુલ્લો રહે છે તે બતાવવા તમારી બિઝનેસ પ્રોફાઇલનો ઉપયોગ કરો.
શું ઉપલબ્ધ છે તે ગ્રાહકો સાથે રિયલ ટાઇમમાં શેર કરો. તમારા મુખ્ય ગ્રાહકો સાથે જોડાવા માટે ગ્રૂપનો ઉપયોગ કરો અને તમારું કેટલોગ અપડેટ કરો જેથી ગ્રાહકો શું ઉપલબ્ધ છે તે સરળતાથી જાણી શકે.
બજારનો ટ્રાફિક અને સ્ટોરની મુલાકાતો ઓછી હોવાથી, સ્ટોર પિકઅપ અને ડિલિવરીમાં વધારો થઈ શકે છે. જ્યારે તમે ડિલિવરી માટેના સરનામાની નજીક હો ત્યારે WhatsAppમાં લાઇવ લોકેશનની સુવિધા ચાલુ કરી દો. આ સુવિધા ગ્રાહકો સાથે તમારું લોકેશન શેર કરશે અને ઝડપી તેમજ સરળ વિનિમયની ખાતરી કરશે.
ગ્રાહકો તમારા સ્ટોરની મુલાકાત લે ત્યારે દર વખતે તેમને આનંદિત થયેલા જોવા ટેવાયેલા છો? સ્ટેટસ અપડેટ થકી તેમને સ્ટોરની કાલ્પનિક સફરે લઈ જાઓ.
દૂર રહીને પણ સહયોગ સાધવા માટે ગ્રૂપ અને ગ્રૂપ વીડિયો કૉલનો ઉપયોગ કરો.
જો તમને WhatsApp કોરોના વાઇરસ ઇન્ફોર્મેશન હબ વિશે કોઈ પ્રશ્ન હોય, તો અમારો સંપર્ક કરો.