કોરોના વાઇરસ (COVID-19)ની વૈશ્વિક મહામારી દરમિયાન લોકો સાથે જોડાયેલા રહેવામાં WhatsApp તમારી કેવી રીતે મદદ કરી શકે
અધ્યાપકો
તમે કોઈ શાળામાં ભણાવતા હોવ કે યુનિવર્સિટીમાં અને જો શાળાએ આવવાનું ખોરવાઈ ગયું હોય, તો તમારા વિદ્યાર્થીઓે સાથે WhatsApp મારફત જોડાયેલા રહેવાનું વિચારો.*
તમારા ગ્રાહકો સાથે જોડાતી વખતે કૃપા કરીને WhatsAppનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરો. તમે જેઓને જાણતા હોવ અને જેઓ તમારી પાસેથી મેસેજ મેળવવા ઇચ્છતા હોય, માત્ર તેઓ સાથે જ વાતચીત કરો, ગ્રાહકોને તમારો ફોન નંબર તેમની એડ્રેસ બુકમાં સેવ કરવા માટેે કહો અને ગ્રૂપમાં આપમેળે મોકલાતા મેસેજ અને પ્રચારાત્મક મેસેજ મોકલવાનું ટાળો. આ સરળ અને શ્રેષ્ઠ પગલાં ન અનુસરો તો અન્ય વપરાશકર્તાઓ પાસેથી ફરિયાદ આવી શકે અને એકાઉન્ટ પર પ્રતિબંધ પણ મૂકાઈ શકે છે.
જો તમે WhatsApp પર નવા હો, તો શરૂ કરવા માટેનું વિગતવાર માર્ગદર્શન મેળવવા અહીં ક્લિક કરો .
તમારા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહો
જો તમારી પાસે વિદ્યાર્થીઓના ફોન નંબર ન હોય, તો એક યુનિવર્સલ લિંક બનાવો, જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તમારી સાથે WhatsApp ચેટ શરૂ કરી શકે. આ લિંકને ઇમેઇલ, તમારા Facebook પેજ અથવા બીજાં બિન-સાર્વજનિક માધ્યમો દ્વારા શેર કરો.
ભણાવવાના પાઠ WhatsApp મારફત મોકલો
લખાણ અને વોઇસ મેસેજરૂપે ભણાવવાના પાઠ શેર કરો. દરેક ક્લાસ માટે એક ગ્રૂપ બનાવીને, તમે રૂબરૂમાં ચર્ચા કરતા હોવ એ રીતે, વિદ્યાર્થીઓને અરસપરસ ચર્ચા કરવાની સુવિધા કરી આપો.
અસાઇન્મેન્ટ મોકલો અને મેળવો
એકસાથે એકથી વધુ વિદ્યાર્થીઓને હોમવર્ક આપવા માટે બ્રોડકાસ્ટ લિસ્ટનો ઉપયોગ કરો. તમારો ફોન નંબર જેમના ફોનની એડ્રેસ બુકમાં સેવ કરેલો હશે ફક્ત તેમને જ તમારા બ્રોડકાસ્ટ મેસેજ મળશે. જવાબો ફક્ત તમને જ મળશે જેથી વિદ્યાર્થીઓ પૂરા કરેલા અસાઇન્મેન્ટ સાથે તમને જવાબ આપી શકે.
દૂર રહીને પણ તમારા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહો
ગ્રૂપ વોઇસ અને વીડિયો કૉલ સાથે રિયલ-ટાઇમ અધ્યયન પૂરું પાડો.
તમારા કમ્પ્યુટર પરથી મેસેજ મોકલો
તમારા ડેસ્કટોપ પરથી મોટી સંખ્યામાં WhatsApp મેસેજ ઝડપથી અને અસરકારક રીતે મેનેજ કરવા માટે WhatsApp વેબનો ઉપયોગ કરો.
*WhatsAppનો ઉપયોગ ફક્ત લાગુ પડતા કાયદા અને WhatsAppની સેવાની શરતો અનુસાર થવો જોઈએ, જેમાં અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે જરૂરી લઘુતમ ઉંમરનો પણ સમાવેશ થાય છે. જરૂરી લઘુતમ ઉંમરથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને WhatsAppનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરશો નહીં અથવા વિદ્યાર્થીઓ માટે WhatsAppનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવશો નહીં.
જો તમને WhatsApp કોરોના વાઇરસ ઇન્ફોર્મેશન હબ વિશે કોઈ પ્રશ્ન હોય, તો અમારો સંપર્ક કરો.