1. WhatsApp Business ઍપ ડાઉનલોડ અને લોન્ચ કરો: WhatsApp Business ઍપને Google Play સ્ટોર અને Apple App સ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. તમારી હોમ સ્ક્રીન પર WhatsApp Businessની નિશાની પર દબાવો.
2. સેવાની શરતો તપાસો: WhatsApp Businessની સેવાની શરતો વાંચો, પછી શરતો સ્વીકારવા માટે સ્વીકારો અને આગળ વધો પર દબાવો.
3. રજીસ્ટર કરો: તમારા દેશનો કોડ ઉમેરવા માટે, ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી તમારો દેશ પસંદ કરો, પછી તમારો ફોન નંબર આંતરરાષ્ટ્રીય ફોન નંબરની રીત મુજબ લખો. પૂર્ણ થયું અથવા આગળ પર દબાવો, પછી SMS અથવા ફોન કૉલ દ્વારા 6 અંકવાળો નોંધણી માટેનો કોડ મેળવવા ઓકે પર દબાવો. રજિસ્ટ્રેશન પૂરું કરવા માટે તમને આવેલો 6 અંકનો કોડ લખો. તમારા ફોન નંબરની નોંધણી કેવી રીતે કરી શકાય તે આ લેખમાં શીખો.
4. સંપર્કો અને ફોટામાં પ્રવેશ કરવાની પરવાનગી આપો: સંપર્કો તમારા ફોનની એડ્રેસ બુકમાંથી WhatsApp Business ઍપમાં ઉમેરી શકાય છે. તમે તમારા ફોનના ફોટા, વીડિયો અને ફાઇલો પર પ્રવેશ કરવાની પરવાનગી પણ આપી શકો છો.
5. એકાઉન્ટ બનાવો: તમારા બિઝનેસનું નામ ભરો, બિઝનેસનો પ્રકાર પસંદ કરો અને પ્રોફાઇલ ફોટો પસંદ કરો.
6. તમારી બિઝનેસ પ્રોફાઇલ તૈયાર કરો:એક્સ્પ્લોર કરો > બિઝનેસ પ્રોફાઇલ પર દબાવો. અહીં, તમે બિઝનેસને લગતી મહત્ત્વની માહિતી જેવી કે, તમારા બિઝનેસનું સરનામું, વર્ણન, કલાકો અને અન્ય બાબતો ઉમેરી શકો છો.
7. ચેટ શરૂ કરો. તમારી બિઝનેસ પ્રોફાઇલ હવે સેટઅપ થઈ ગઈ છે. અથવા દબાવો, ત્યાર બાદ સંદેશ મોકલવા માટે કોઈ સંપર્ક શોધો અથવા પસંદ કરો. લખવાની જગ્યામાં મેસેજ લખો. ત્યાર બાદ, અથવા દબાવો.
તમારો બિઝનેસ સારી રીતે ચલાવવા માટે WhatsApp Business ઍપમાં કેટલાંક ટૂલ ઉપલબ્ધ છે. આ ટૂલ એક્સ્પ્લોર કરવા માટે, તમારી ચેટ સ્ક્રીન પર જાઓ. Android ફોન હોય તો વધુ વિકલ્પો પર અથવા iPhone હોય તો સેટિંગ પર દબાવો. પછી, બિઝનેસ ટૂલ પર દબાવો.