1. ઍપ ડાઉનલોડ કરો અને લોન્ચ કરો: WhatsApp Messengerને Google Play સ્ટોર અથવા Apple App Store પરથી મફતમાં ડાઉનલોડ કરો. ઍપ ખોલવા માટે, તમારી હોમ સ્ક્રીન પર WhatsAppની નિશાની પર દબાવો.
2. સેવાની શરતો તપાસો: સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી વાંચો, પછી શરતો સ્વીકારવા માટે સંમત થાઓ અને ચાલુ રાખો દબાવો.
3. રજીસ્ટર કરો: તમારા દેશનો કોડ ઉમેરવા માટે ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી તમારો દેશ પસંદ કરો, પછી આંતરરાષ્ટ્રીય ફોન નંબરની રીત મુજબ તમારો ફોન નંબર લખો. પૂર્ણ થયું અથવા આગળ પર દબાવો, પછી SMS અથવા ફોન કૉલ દ્વારા 6 અંકવાળો નોંધણી માટેનો કોડ મેળવવા ઓકે પર દબાવો. રજિસ્ટ્રેશન પૂરું કરવા માટે તમને આવેલો 6 અંકનો કોડ લખો. Android, iPhone અથવા KaiOS પર તમારા ફોન નંબરને કેવી રીતે રજીસ્ટર કરી શકાય તે શીખો.
4. તમારી પ્રોફાઇલ સેટ અપ કરો: તમારી નવી પ્રોફાઇલમાં તમારું નામ લખો અને પછી આગળ પર દબાવો. તમે પ્રોફાઇલ ફોટો પણ ઉમેરી શકો છો.
5. સંપર્કો અને ફોટા ઍક્સેસ કરવાની પરવાનગી આપો: સંપર્કો તમારા ફોનની એડ્રેસ બુકમાંથી WhatsApp પર ઉમેરી શકાય છે. તમે તમારા ફોનના ફોટા, વીડિયો અને ફાઇલોમાં પ્રવેશ કરવાની પરવાનગી પણ આપી શકો છો.
6. ચેટ શરૂ કરો: અથવા દબાવો, ત્યાર બાદ કોઈ સંપર્ક શોધીને શરૂઆત કરો. લખવાની જગ્યામાં મેસેજ લખો. ફોટા અથવા વીડિયો મોકલવા માટે, લખવાની જગ્યાની બાજુમાં આપેલા અથવા પર દબાવો. નવો ફોટો કે વીડિયો લેવા માટે કેમેરા પસંદ કરો અથવા તમારા ફોનમાં રહેલો ફોટો કે વીડિયો પસંદ કરવા માટે ગેલેરી અથવા ફોટો અને વીડિયો લાઇબ્રેરી પસંદ કરો. ત્યાર બાદ, અથવા દબાવો.
7. ગ્રૂપ બનાવો: તમે વધુમાં વધુ 256 સભ્યો ધરાવતું ગ્રૂપ બનાવી શકો છો. અથવા , પછી નવું ગ્રૂપ પર દબાવો. ગ્રૂપમાં સંપર્કોને ઉમેરવા માટે તેઓને શોધો અથવા પસંદ કરો, પછી આગળ પર દબાવો. ગ્રૂપનો વિષય દાખલ કરો અને અથવા બનાવો પર દબાવો.
પ્રાઇવસી અને સુરક્ષાની સુવિધાઓ કસ્ટમાઇઝ કરો
WhatsApp તમારી પ્રાઇવસી અને સુરક્ષાને લગતી બાબતો સમજવા તેમજ તેમને કસ્ટમાઇઝ કરવાનું સરળ બનાવે છે. આ વિશે અમારા પ્રાઇવસી પેજ પર વધુ શીખો.
તમને મળતી માહિતી બાબતે હકીકત તપાસો
તમને મળતા મેસેજ સાચા છે કે કેમ તે બાબતે વિચારો, કારણ કે તમે સાંભળો છો તે દરેક વાત સચોટ ન પણ હોય. જો તમને ખબર ન હોય કે તમને કોણે મેસેજ મોકલ્યો છે, તો અમારી ભલામણ છે કે તમે ભરોસાપાત્ર હકીકત તપાસતી સંસ્થાઓ પાસે માહિતીની બરાબર ખાતરી કરાવો. ખોટી માહિતીને ફેલાતી કેવી રીતે રોકી શકાય એ વિશે વધુ શીખવા માટે આ લેખ વાંચો.
ફોરવર્ડ કરેલા મેસેજ
ખોટી માહિતીને ફેલાતી રોકવામાં મદદ માટે, તમે કેવી રીતે મેસેજ ફોરવર્ડ કરી શકો તેના પર અમે મર્યાદા મૂકીએ છીએ. તમે ફોરવર્ડ કરેલા મેસેજ સહેલાઈથી ઓળખી શકો છો કેમ કે એ મસેજ પર ફોરવર્ડ કરેલો મેસેજ લેબલ લગાવેલું હોય છે. જ્યારે કોઈ મેસેજ એક વાપરનારથી બીજા વાપરનારને ઘણી વાર મોકલાયો હોય, ત્યારે એને બે તીરની નિશાની થી દર્શાવવામાં આવે છે. તમે મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા વિશે આ લેખમાં શીખી શકો છો.