તમારી કોમ્યુનિટી સાથે જોડાયેલા રહો
એક ટૂંકી લિંક બનાવો, જેનો ઉપયોગ કરીને કોમ્યુનિટીના સભ્યો તમારી સાથે WhatsApp પર ખાનગી ચેટ શરૂ કરી શકે. આ લિંકને ઇમેઇલ, તમારી વેબસાઇટ, Facebook પેજ અથવા અન્ય વારંવાર ઉપયોગમાં લેવાતા માધ્યમો દ્વારા શેર કરો.
અત્યંત અનિશ્ચિતતા અને એકલતાભર્યા આ સમય દરમિયાન, તમારી કોમ્યુનિટી સાથે WhatsApp પર જોડાઓ—એ જ ટૂલ જેનો ઉપયોગ તેઓ મિત્રો અને કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવા માટે કરે છે.
તમારા ગ્રાહકો સાથે જોડાતી વખતે કૃપા કરીને WhatsAppનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરો. તમે જેઓને જાણતા હોવ અને જેઓ તમારી પાસેથી મેસેજ મેળવવા ઇચ્છતા હોય, માત્ર તેઓ સાથે જ વાતચીત કરો, ગ્રાહકોને તમારો ફોન નંબર તેઓની એડ્રેસ બુકમાં સેવ કરવા માટેે કહો અને ગ્રૂપમાં આપમેળે મોકલાતા મેસેજ અને પ્રચારાત્મક મેસેજ મોકલવાનું ટાળો. આ સરળ અને શ્રેષ્ઠ પગલાં ન અનુસરો તો અન્ય વપરાશકર્તાઓ પાસેથી ફરિયાદ આવી શકે અને એકાઉન્ટ પર પ્રતિબંધ પણ મૂકાઈ જાય તેમ બની શકે છે.
એકથી વધુ પ્રશ્નોને વધુ સારી રીતે સંભાળવા, બિઝનેસ પ્રોફાઇલમાં મદદરૂપ થાય એવી માહિતી મૂકવા અને કેટલોગમાં તમારી સેવાઓ અંગેની વિગતો શેર કરવા માટે, અમે WhatsApp Business ઍપનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ, જે મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. WhatsApp Business ઍપનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટેની પગલાંવાર માર્ગદર્શિકા માટેઅહીં ક્લિક કરો. જો તમારે તમારા એકાઉન્ટને WhatsApp Messengerમાંથી WhatsApp Business ઍપ પર લઈ જવું જરૂરી હોય, તો અહીં ક્લિક કરો.
તમારા ફોન માટે ડાઉનલોડ કરો
એક ટૂંકી લિંક બનાવો, જેનો ઉપયોગ કરીને કોમ્યુનિટીના સભ્યો તમારી સાથે WhatsApp પર ખાનગી ચેટ શરૂ કરી શકે. આ લિંકને ઇમેઇલ, તમારી વેબસાઇટ, Facebook પેજ અથવા અન્ય વારંવાર ઉપયોગમાં લેવાતા માધ્યમો દ્વારા શેર કરો.
તમારી બિઝનેસ પ્રોફાઇલ પૂરી કરો અને પસંદ મુજબ શુભેચ્છા મેસેજનું સેટ અપ કરો, જેથી લોકોને ખબર પડે કે તમારી સેવાઓ અંગેના સંસાધનો અને વધુ માહિતી ક્યાંથી મેળવવી.
ખાસ કરીને આ વ્યસ્ત સમય દરમિયાન, તમારી કોમ્યુનિટીને આપમેળે મોકલવામાં આવતા ગેરહાજરીના મેસેજનો ઉપયોગ કરીને જણાવો કે તેમને ક્યારે તેઓના મેસેજનો જવાબ મળી શકે.
તમારી કોમ્યુનિટીને તેમના માટે ઉપલબ્ધ સેવાઓ અંગેની માહિતી આપો. તમારા કેટલોગમાં સેવાના વર્ણનોનો સમાવેશ કરો, જે તમારી બિઝનેસ પ્રોફાઇલ પર જોઈ શકાય.
કોમ્યુનિટીના સભ્યોના પ્રશ્નોના ઝડપથી જવાબ આપવા માટે તમારા દ્વારા વારંવાર મોકલાતાં મેસેજ સેવ કરો અને તેને ફરીથી વાપરો.
વાઇરસનો ફેલાવો ઓછો થાય તે માટે તમારી કોમ્યુનિટી કેવી રીતે મદદ કરી શકે તે અંગે સક્રિય રીતે તેમને જાણ કરો અને માહિતી આપો. સ્ટેટસ અપડેટમાં ટિપ્સ બતાવવા માટે ફોટો, વીડિયો અને લખાણનો ઉપયોગ કરો.
તમારી ટીમ સાથે દૂરસ્થ રીતે સહયોગ સાધવા માટે ગ્રૂપ અને ગ્રૂપ વીડિયો કૉલનો ઉપયોગ કરો.
તમારા ડેસ્કટોપ પરથી મોટી સંખ્યામાં WhatsApp મેસેજ ઝડપથી અને અસરકારક રીતે મેનેજ કરવા માટેWhatsApp વેબનો ઉપયોગ કરો.
જો તમને WhatsApp કોરોના વાઇરસ ઇન્ફોર્મેશન હબ વિશે કોઈ પ્રશ્ન હોય, તો અમારો સંપર્ક કરો.