હેલ્થ કેર પ્રોફેશનલ
અત્યંત અનિશ્ચિતતા અને એકાંતના આ સમય દરમિયાન તમે તમારા દર્દીઓ અને સહકર્મીઓ સાથે WhatsApp પર જોડાઈ શકો છો—એજ ટૂલ જેનો ઉપયોગ તેઓ મિત્રો અને કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવા માટે કરે છે.
તમારા ગ્રાહકો સાથે જોડાતી વખતે કૃપા કરીને WhatsAppનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરો. તમે જેઓને જાણતા હોવ અને જેઓ તમારી પાસેથી મેસેજ મેળવવા ઇચ્છતા હોય, માત્ર તેઓ સાથે જ વાતચીત કરો, ગ્રાહકોને તમારો ફોન નંબર તેઓની એડ્રેસ બુકમાં સેવ કરવા માટેે કહો અને ગ્રૂપમાં આપમેળે મોકલાતા મેસેજ અને પ્રચારાત્મક મેસેજ મોકલવાનું ટાળો. આ ભલામણ કરેલા સરળ પગલાં ન ભરવાથી બીજા વપરાશકર્તાઓ પાસેથી ફરિયાદ આવી શકે છે અને એકાઉન્ટ પર પ્રતિબંધ પણ મૂકાઈ શકે છે.
એકથી વધુ પ્રશ્નોને વધુ સારી રીતે સંચાલિત કરવા, તમારો કામકાજનો સમય જેવી માહિતી મૂકવા અને વારંવાર ઉપયોગમાં લેવાતા જવાબોનો સંગ્રહ કરવા, અમે WhatsApp Business ઍપનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ, જે મફતમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. WhatsApp Business ઍપનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટેની પગલાં-દર-પગલાં મુજબ માર્ગદર્શિકા માટેઅહીં ક્લિક કરો. જો તમે તમારા એકાઉન્ટને WhatsApp Messengerમાંથી WhatsApp Business ઍપ પર લઈ જવાની જરૂર હોય, તો અહીં ક્લિક કરો.
તમારા ફોન માટે ડાઉનલોડ કરો
*દરેક WhatsApp વાપરનાર, WhatsAppનો કોઈપણ ઉપયોગ હેલ્થકેર ડેટા પ્રાઇવસી અને સુરક્ષા કાયદા સહિત લાગુ કાયદાનું પાલન કરે છે તેની ખાતરી કરવા માટે જવાબદાર છે. WhatsApp હેલ્થકેર સેવાઓની વ્યવસ્થા કરતું નથી અથવા તો આવી સેવાઓ આપતું નથી અને તમે એવી રજૂઆત કરી શકતાં નથી કે WhatsApp તમારી હેલ્થકેર પ્રેક્ટિસ સાથે જોડાયેલું છે. WhatsApp દર્દીઓ સાથેની રૂબરૂ સ્વાસ્થ્ય સલાહ અથવા તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય તેવા સંજોગોની સારવાર માટેનો વિકલ્પ નથી અને તેનો ઉપયોગ કોઈ નિયંત્રિત મેડિકલ ડિવાઇસ તરીકે થતો નથી.