1. WhatsApp Messenger એકાઉન્ટનું બેકઅપ બનાવો: જો તમે એક WhatsApp Messenger એકાઉન્ટને WhatsApp Business ઍપ પર લઈ જતા હો, તો અમે તમને તેનું બેકઅપ લેવાની ભલામણ કરીએ છીએ. બેકઅપ ન બનાવવાથી તમે તમારી જૂની ચેટ ગુમાવી દો એવું બની શકે. WhatsApp Messenger ખોલો. Android પર, પર દબાવ્યા બાદ સેટિંગ પર દબાવો. iPhone પર, તમારી ચેટ સ્ક્રીનમાંથી સેટિંગ પર દબાવો. સેટિંગમાંથી, ચેટ પર દબાવ્યા બાદ ચેટ બેકઅપ પછી બેકઅપ લો અથવા હમણાં બેકઅપ લો પર દબાવો. એક વાર તમારો બેકઅપ લેવાઈ જાય એટલે બીજા પગલા પર જાઓ.
2. WhatsApp Business ઍપ ડાઉનલોડ અને લોન્ચ કરો: WhatsApp Business ઍપને Google Play સ્ટોર અને Apple App સ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. તમારી હોમ સ્ક્રીન પર WhatsApp Businessની નિશાની પર દબાવો.
3. સેવાની શરતો તપાસો: WhatsApp Businessની સેવાની શરતો વાંચો, પછી શરતો સ્વીકારવા માટે સ્વીકારો અને આગળ વધો પર દબાવો.
4. નોંધણી કરાવો: WhatsApp Business તમે WhatsApp Messengerમાં જે નંબર વાપરી રહ્યા છો તેને આપમેળે ઓળખી લે છે. આગળ વધવા માટે, તમારા બિઝનેસના નંબર સાથેના વિકલ્પ પર દબાવો.
5. તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરો: એકાઉન્ટ ટ્રાન્સફર થવાની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી WhatsApp Business ઍપને ખુલ્લી રાખો અને તમારો ફોન ચાલુ રાખો. ટ્રાન્સફરની પ્રક્રિયા આપમેળે થશે, જોકે તમને તમારા બેકઅપમાંથી ડેટા રિસ્ટોર કરવા બાબતે પૂછવામાં આવશે. ચાલુ રાખો અથવા રિસ્ટોર કરો પર દબાવો. પછી જો પૂછવામાં આવે, તો આગળ પર દબાવો.
6. સંપર્કો અને ફોટામાં પ્રવેશ કરવાની પરવાનગી આપો: સંપર્કો તમારા ફોનની એડ્રેસ બુકમાંથી WhatsApp Business ઍપમાં ઉમેરી શકાય છે. તમે તમારા ફોનના ફોટા, વીડિયો અને ફાઇલો પર પ્રવેશ કરવાની પરવાનગી પણ આપી શકો છો.
7. એકાઉન્ટ બનાવો: તમારા બિઝનેસનું નામ ભરો, બિઝનેસનો પ્રકાર પસંદ કરો અને પ્રોફાઇલ ફોટો પસંદ કરો.
8. તમારી બિઝનેસ પ્રોફાઇલ તૈયાર કરો:એક્સ્પ્લોર કરો > બિઝનેસ પ્રોફાઇલ પર દબાવો. અહીં, તમે બિઝનેસને લગતી મહત્ત્વની માહિતી જેવી કે, તમારા બિઝનેસનું સરનામું, વર્ણન, કલાકો અને અન્ય બાબતો ઉમેરી શકો છો.
9. ચેટ શરૂ કરો. તમારી બિઝનેસ પ્રોફાઇલ હવે સેટઅપ થઈ ગઈ છે. અથવા દબાવો, ત્યાર બાદ મેસેજ મોકલવા માટે કોઈ સંપર્ક શોધો અથવા પસંદ કરો. લખવાની જગ્યામાં મેસેજ લખો. ત્યાર બાદ, અથવા દબાવો.
તમારો બિઝનેસ સારી રીતે ચલાવવા માટે WhatsApp Business ઍપમાં કેટલાંક ટૂલ ઉપલબ્ધ છે. આ ટૂલ એક્સ્પ્લોર કરવા માટે, તમારી ચેટ સ્ક્રીન પર જાઓ. Android ફોન હોય તો વધુ વિકલ્પો પર અથવા iPhone હોય તો સેટિંગ પર દબાવો. પછી, બિઝનેસ ટૂલ પર દબાવો.