WhatsApp એ વિશ્વમાં કોઈની પણ સાથે વાત કરવાનું એક ઝડપી, સરળ અને વિશ્વસનીય માધ્યમ છે. 180 જેટલા દેશોમાં 200 કરોડથી પણ વધારે લોકો, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળેથી, મિત્રો તથા પરિવારજનો સાથે સંપર્કમાં રહેવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. WhatsApp મફત હોવાની સાથે વિવિધ મોબાઇલ ડિવાઇસ પર અને નબળી કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં પણ ઉપલબ્ધ છે — તમે જ્યાં પણ હો, WhatsApp એક્સેસ કરી શકો છો અને તે વિશ્વાસપાત્ર છે. તમારી મનગમતી પળોને શેર કરવા, મહત્ત્વની માહિતી મોકલવા કે પછી મિત્રો સાથે વાતચીત કરવા માટેનું આ એક સરળ અને સુરક્ષિત માધ્યમ છે. WhatsApp લોકોને પરસ્પર સંપર્ક સાધવામાં અને શેર કરવામાં મદદ કરે છે, પછી ભલેને તેઓ દુનિયામાં ક્યાંય પણ હોય.
રોજગારની સમાન તક આપનાર તેમજ અગાઉ નોકરીમાં ભેદભાવનો સામનો કરનાર જૂથોને પ્રાધાન્યતા આપનાર તરીકેની ઓળખ મેળવતા WhatsApp ગર્વ અનુભવે છે. અમે વંશ, ધર્મ, રંગ, રાષ્ટ્રીય મૂળ, જાતિ (ગર્ભાવસ્થા, બાળજન્મ, પ્રજનનને લગતા સ્વાસ્થ્યના નિર્ણયો અથવા સંબંધિત તબીબી પરિસ્થિતિઓ સહિત), જાતીય અભિગમ, જાતીય ઓળખ, જાતીય અભિવ્યક્તિ, ઉંમર, સંરક્ષિત સેવાનિવૃત્ત સૈનિક તરીકેની ઓળખ, વિકલાંગ તરીકેની ઓળખ, આનુવંશિક માહિતી, રાજકીય મંતવ્યો અથવા ગતિવિધિ કે પછી કાયદાનું રક્ષણ અપાયું હોય તેવી અન્ય લાગુ થતી લાક્ષણિકતાઓના આધારે ભેદભાવ રાખતા નથી. તમે અમારી રોજગારની સમાન તક અંગેની નોટિસ અહીં જોઈ શકો છો. અમે લાગુ થતા ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદા સાથે સુસંગત રહીને, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લાયક અરજદારોને પણ ધ્યાનમાં લઈએ છીએ. અમે તમારી માહિતીનો ઉપયોગ Facebook, તેના કર્મચારીઓ અને અન્યોની સલામતી તથા સુરક્ષા જાળવવા માટે કાયદાની જરૂરિયાત અનુસાર અથવા પરવાનગી મુજબ કરીએ તેમ બની શકે. તમે Facebookની વેતન પારદર્શિતા નીતિ અને રોજગારની સમાન તક એ કાયદો છે નોટિસ જે-તે લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. આ ઉપરાંત, WhatsApp કાયદાની આવશ્યકતા મુજબ, અમુક ચોક્કસ લોકેશનમાં ઇ-વેરિફાય કાર્યક્રમમાં સહભાગી થાય છે.
WhatsApp તેની ભરતી પ્રક્રિયામાં વિકલાંગ ઉમેદવારોને ઉચિત સગવડો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. જો તમને વિકલાંગતાને કારણે કોઈ સહાયતા અથવા સગવડની જરૂર હોય, તો અમને accommodations-ext@fb.com પર જણાવવા વિનંતી.