છેલ્લે અપડેટ કર્યું: 16 ફેબ્રુઆરી, 2024
WhatsApp ચેનલ એ WhatsAppમાં એક વૈકલ્પિક, એક-માર્ગી બ્રોડકાસ્ટ કરવાની સુવિધા છે, જે ખાનગી મેસેજિંગથી અલગ છે, જેની રચના લોકોને તેમના માટે મહત્ત્વપૂર્ણ હોય તેવાં લોકો અને સંસ્થાઓની માહિતીને ફોલો કરવામાં મદદ કરવા માટે થઈ છે. ચેનલ એડમિને નીચેની માર્ગદર્શિકા (આ “ચેનલની માર્ગદર્શિકા”)ને ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી તેમની અપડેટ સામાન્ય ઓડિયન્સ માટે યોગ્ય હોય. WhatsApp ચેનલનો ઉપયોગ કરીને, તમે ચેનલની આ માર્ગદર્શિકા અને અમારી WhatsApp ચેનલ માટે સેવાની પૂરક શરતોસાથે સંમત થાઓ છો.
ચેનલ એડમિને તેમના ફોલોઅર પ્રત્યે આદરપૂર્ણ રહેવું જોઈએ અને તેઓએ ઘણી બધી અથવા ઓછી-ગુણવત્તાયુક્ત અપડેટ મોકલવાનું ટાળવું જોઈએ, જે તેને મેળવનારાઓને તેમની ચેનલને અનફોલો કરવા તરફ દોરી શકે છે. ચેનલ એડમિને તેમની ચેનલ માટે એક એવું શીર્ષક પૂરું પાડવું જોઈએ કે જે ચેનલના કન્ટેન્ટને પ્રતિબિંબિત કરે તથા વાપરનારાઓને તેઓ કઈ ચેનલને ફોલો કરવાનું પસંદ કરે તે વિશે સુમાહિતગાર પસંદગીઓ કરવામાં મદદ કરે.
WhatsApp, નીચેની ચેનલની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી ચેનલ સામે એક્શન લઈ શકે છે:
WhatsApp, ચેનલની આ માર્ગદર્શિકાના દુરુપયોગને શોધી કાઢવા માટે સ્વચલિત ટૂલ, હ્યુમન રિવ્યૂ અને વાપરનારના રિપોર્ટને ઉપયોગમાં લઈને એક્શન લઈ શકે છે. અમે ચેનલની આ માર્ગદર્શિકાનું સંભવિત રીતે ઉલ્લંઘન કરતી કોઈ પણ ચેનલ અથવા ચેનલની અંદરની ચોક્કસ અપડેટની જાણ કરવા માટે વાપરનારાઓને પ્રોત્સાહિત કરીએ છીએ. તમે WhatsApp પર કોઈ ચેનલની જાણ કેવી રીતે કરવી તે વિશે અહીં વધુ જાણી શકો છો. બૌદ્ધિક સંપદાના સંભવિત ઉલ્લંઘનોની જાણ કેવી રીતે કરવી તે અંગે માહિતી માટે, કૃપા કરીને અહીં જુઓ.
ઓટોમેટેડ પ્રોસેસિંગ
ઓટોમેટેડ ડેટા પ્રોસેસિંગ અમારી રિવ્યૂ પ્રક્રિયામાં કેન્દ્રવર્તી છે અને એવાં અમુક ક્ષેત્રો માટે નિર્ણયોને સ્વચાલિત કરે છે જ્યાં ચેનલનું કન્ટેન્ટ, ચેનલની આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે તેવી અત્યધિક સંભાવના હોય.
ઓટોમેશન, સંભવિત રીતે ઉલ્લંઘન કરતી ચેનલને એવા હ્યુમન રિવ્યૂઅર પાસે રૂટ કરીને રિવ્યૂને પ્રાથમિકતા આપવામાં અમારી મદદ પણ કરે છે કે જેમની પાસે યોગ્ય વિષય-વસ્તુ તથા ભાષાની તજજ્ઞતા હોય છે, જેથી કરીને અમારી ટીમ પહેલા સૌથી મહત્ત્વપૂર્ણ કેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
હ્યુમન રિવ્યૂની ટીમ
જ્યારે કોઈ ચેનલને આગળ વધુ રિવ્યૂની જરૂર હોય, ત્યારે અમારી ઓટોમેટેડ સિસ્ટમ અંતિમ નિર્ણય લેવા માટે તેને હ્યુમન રિવ્યૂની ટીમ પાસે મોકલે છે. અમારી હ્યુમન રિવ્યૂ ટીમ સમગ્ર વિશ્વમાં સ્થિત છે, ગહન પ્રશિક્ષણ મેળવે છે અને ઘણી વાર અમુક પોલિસી ક્ષેત્રો અને પ્રદેશોમાં નિપુણ હોય છે. અમારી ઓટોમેટેડ સિસ્ટમ દરેક નિર્ણયમાંથી શીખે છે તથા બહેતર બને છે.
સ્થાનિક કાયદાનાં ઉલ્લંઘનો
WhatsApp, અમે જ્યાં સંચાલન કરીએ છીએ તે દેશોના સત્તાધિકારીઓના માન્ય કાનૂની આદેશોનો રિવ્યૂ કરે છે અને તેનો જવાબ આપે છે. અમને WhatsApp ચેનલને પ્રતિબંધિત કરવા માટેના અદાલતના આદેશો પણ મળી શકે છે. અમે કોઈ પણ એક્શન લેવાની પહેલાં હંમેશાં સરકારી વિનંતીની કાયદેસરતા અને સંપૂર્ણતાની આકારણી કરીએ છીએ.
જ્યારે અમને ગેરકાયદેસર કન્ટેન્ટ અથવા અમારી શરતો અને પોલિસીનું ઉલ્લંઘન મળી આવે, ત્યારે અમે કન્ટેન્ટ અથવા ઉલ્લંઘનની પ્રકૃતિના આધારે, અને નીચેના સહિત એક્શન લઈ શકીએ છીએ:
WhatsApp ચેનલને સસ્પેન્ડ કરી દેશે જો એડમિન ગેરકાયદેસર કન્ટેન્ટ સહિત અમારી શરતો અને પોલિસીનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ વારંવાર પોસ્ટ છે. ચેનલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ઉલ્લંઘન કરતા કન્ટેન્ટની માત્રા, પ્રકૃતિ અને તેની ગંભીરતા, તથા જો ઓળખવા યોગ્ય હોય તો વાપરનારના ઇરાદા પર આધાર રાખશે.
અમે WhatsApp ચેનલ માટેની સેવાની પૂરક શરતોમાં દર્શાવ્યાં પ્રમાણે વધારાની એક્શન લઈ શકીએ છીએ.
ચેનલ અમલીકરણ: ઉપર વર્ણવ્યા પ્રમાણે, અમે ચેનલ પર એક્શન લઈ શકીએ છીએ કે જ્યારે અમે નિર્ધારિત કરીએ કે તે ચેનલ અમારી શરતો અથવા પોલિસીની વિરુદ્ધ જાય છે, જેમાં ચેનલની આ માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે. જો તમે અમે લીધેલા નિર્ણયથી અસંમત થતા હો, તો તમે તમારી ચેનલના માહિતી પેજમાંથી તે નિર્ણય અંગે અપીલ કરી શકો છો. તમે અહીં WhatsApp સપોર્ટ મારફતે પણ અપીલ સબમિટ કરી શકો છો. જો અમે નિર્ધારિત કરીએ કે અમારો નિર્ણય ભૂલમાં લેવામાં આવ્યો હતો, તો અમે તેના અમલીકરણને ઉલટાવી દઈશું.
એકાઉન્ટ બંધ થવું: જો અમે ચેનલની આ માર્ગદર્શિકા અથવા સેવાની શરતોના ઉલ્લંઘન બદલ તમારા એકાઉન્ટને બંધ કરીએ છીએ, તો તમે અહીં વર્ણવ્યા પ્રમાણે તે નિર્ણય અંગે અપીલ કરી શકો છો.
જો તમે અમે ચેનલ પર લીધેલા કન્ટેન્ટ સંબંધી નિર્ણયથી અસંમત થતા હો અને તમે EUમાં રહેલા વાપરનાર હો, તો તમે સમસ્યાનો ઉકેલ લાવવા માટે તે નિર્ણય સામે કોર્ટની બહાર વિવાદની પતાવટ કરી આપતી પ્રમાણિત સંસ્થા સમક્ષ વાંધો ઉઠાવી શકો છો.
વાપરનારના રિપોર્ટ: જો તમે અન્ય લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કન્ટેન્ટની જાણ કરો છો પરંતુ અમને જોવા મળે કે તે કન્ટેન્ટ અમારી શરતો અથવા પોલિસીની વિરુદ્ધ જતું નથી, તો અમે તમને જણાવીશું. જો તમે અમે લીધેલા નિર્ણયથી અસંમત થતા હો, તો તમે તે નિર્ણય અંગે અપીલ કરી શકો છો. જો અમે નિર્ધારિત કરીએ કે અમારો નિર્ણય ભૂલમાં લેવામાં આવ્યો હતો, તો અમે તેના અમલીકરણને ઉલટાવી દઈશું.