WhatsApp ચેનલની આ પૂરક પ્રાઇવસી પોલિસી જ્યારે તમે WhatsApp ચેનલ (“ચેનલ”)નો ઉપયોગ કરો ત્યારે અમારી માહિતીની રીતોને સમજાવવામાં મદદ કરે છે. જ્યારે અમે “WhatsApp”, “અમારું”, “અમે” અથવા “અમને” કહીએ છીએ, ત્યારે અમે WhatsApp LLCને સંદર્ભિત કરી રહ્યા હોઈએ છીએ.
ચેનલની આ પ્રાઇવસી પોલિસી WhatsAppની પ્રાઇવસી પોલિસીની પૂરક છે, જે ચેનલ સહિત અમારી તમામ સેવાઓના ઉપયોગ પર લાગુ પડે છે. કેપિટલ અક્ષરોમાં લખેલા પરંતુ ચેનલની આ પ્રાઇવસી પોલિસીમાં વ્યાખ્યાયિત ન હોય તેવા કોઈ પણ શબ્દોના અર્થ WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં વ્યાખ્યાયિત કરેલા છે. જો ચેનલની આ પ્રાઇવસી પોલિસી અને WhatsAppની પ્રાઇવસી પોલિસીની વચ્ચે કોઈ પણ વિરોધાભાસ હોય, તો ચેનલની આ પ્રાઇવસી પોલિસી ચેનલના તમારા ઉપયોગના સંબંધમાં સમગ્રપણે અને ફક્ત વિરોધાભાસની સીમા સુધી નિયંત્રિત કરશે.
WhatsApp ચેનલ માટેની સેવાની પૂરક શરતો અને WhatsApp ચેનલની માર્ગદર્શિકા ચેનલના તમારા ઉપયોગ પર લાગુ પડે છે.
ચેનલની આ પ્રાઇવસી પોલિસી કઈ બાબતોને આવરી લે છે?
ચેનલ એ WhatsAppની અંદર બ્રોડકાસ્ટ કરવાની વૈકલ્પિક, એક-માર્ગી સુવિધા છે, જે અમારી ખાનગી મેસેજિંગની સેવાઓ કરતાં અલગ છે, જે તમને ચેનલ બનાવવાની પરવાનગી આપે છે (જેનાથી તમે ચેનલના “એડમિન” બની જાઓ છો) જ્યાં તમે અન્ય લોકોના જોવા માટે અપડેટ (“ચેનલનું કન્ટેન્ટ”) શેર કરી શકો છો. તમે ચેનલના કન્ટેન્ટને જોઈ શકો અને તેની સાથે ઇન્ટરેક્ટ પણ કરી શકો છો તથા ફોલોઅર (“ફોલોઅર”) તરીકે ચોક્કસ ચેનલને ફોલો કરી શકો છો. નોન-ફોલોઅર (“વ્યૂઅર”) પણ ચેનલના કન્ટેન્ટને જોઈ શકે અને તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે.
ચેનલ સાર્વજનિક છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ તમારી ચેનલને શોધી શકે છે, તેને ફોલો કરી શકે છે તથા જોઈ શકે છે. ચેનલની સાર્વજનિક પ્રકૃતિ અને ઓડિયન્સના અમર્યાદિત કદને જોતા, ચેનલનું કન્ટેન્ટ કોઈ પણ વાપરનારને દેખાશે અને તે WhatsApp દ્વારા દેખાડવામાં આવશે. આનો અર્થ એ પણ થાય કે ચેનલનું કન્ટેન્ટ એ માહિતી પૈકી છે જેને WhatsApp એકત્ર કરે છે અને ચેનલની આ પ્રાઇવસી પોલિસી, પૂરક શરતોમાં અને WhatsApp ચેનલની માર્ગદર્શિકામાં આગળ વર્ણવ્યા પ્રમાણે ચેનલ પર સલામતી, સુરક્ષા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે તેને ઉપયોગમાં લે છે.
મહત્ત્વપૂર્ણ રીતે, WhatsApp ચેનલનો તમારો ઉપયોગ તમારા WhatsApp વ્યક્તિગત મેસેજની પ્રાઇવસી પર પ્રભાવ પાડતો નથી, જે WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં વર્ણવ્યા પ્રમાણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેવાની ચાલુ રહે છે.
ભવિષ્યમાં, અમે ચેનલની વધારાની સુવિધાઓ પ્રસ્તુત કરી શકીએ છીએ, જેમ કે ચેનલ અને ચેનલના કન્ટેન્ટને શોધવાની નવી રીતો, ચેનલ માટે ઓડિયન્સ અને પ્રાઇવસી સંબંધી વધારાનાં સેટિંગ તથા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત ચેનલ. અમે સુવિધાઓ અને સેટિંગને અપડેટ કરીએ ત્યારે જો તમે પહેલાંથી જ ચેનલનો ઉપયોગ કરી રહ્યા હો, તો અમે યોગ્ય હોય તે મુજબ આવી સુવિધાઓ અંગે તમને જાણ કરીશું.
અમે એકત્ર કરીએ છીએ તે માહિતી
WhatsAppની પ્રાઇવસી પોલિસી અમારી સેવાઓ પર અમે એકત્ર કરીએ છીએ તે માહિતીનું વર્ણન કરે છે. જ્યારે તમે ચેનલનો ઉપયોગ કરો છો, ત્યારે અમે આ પણ એકત્ર કરીએ છીએ:
ચેનલના એડમિન તરફથી મળતી અને તેમના વિશેની માહિતી
- ચેનલ બનાવવા માટેની માહિતી. ચેનલ બનાવવા માટે, એડમિને ચેનલ માટેના નામ સહિત મૂળભૂત માહિતી પૂરી પાડવી આવશ્યક છે. એડમિન અન્ય માહિતી ઉમેરવાનું પણ પસંદ કરી શકે છે, જેમ કે ચેનલના એડમિનનું અનન્ય નામ, આઇકન, ફોટો, વર્ણન અથવા ત્રાહિત પક્ષની સાઇટની લિંક.
- ચેનલની અપડેટ. ચેનલ સાર્વજનિક છે, તેથી અમે ચેનલનું એવું કન્ટેન્ટ એકત્ર કરીએ છીએ જેને એડમિન બનાવે છે અથવા અન્ય લોકોના જોવા માટે ચેનલની તેમની અપડેટમાં શેર કરે છે, જેમ કે ટેક્સ્ટ, વીડિયો, ફોટા, ઇમેજ, ડોક્યુમેન્ટ, લિંક, gif, સ્ટિકર, ઓડિયો કન્ટેન્ટ અથવા અન્ય પ્રકારોનું કન્ટેન્ટ.
વ્યૂઅર અને ફોલોઅરની માહિતી
- ફોલોઅર, વ્યૂઅર અને અન્ય કનેક્શન. અમે ફોલોઅર અને વ્યૂઅર વિશેની માહિતી એકત્ર કરીએ છીએ, જેમ કે, તેમની પ્રતિક્રિયાઓ, ભાષા સંબંધી પસંદગીઓ અને તેઓ ફોલો કરે છે તે ચેનલ.
ચેનલના બધા વાપરનારાઓ વિશેની માહિતી
- વપરાશ અને લોગની માહિતી. અમે ચેનલ પરની તમારી એક્ટિવિટી વિશેની માહિતી એકત્ર કરીએ છીએ, જેમ કે સેવાને લગતી, ડાયગ્નોસ્ટિક અને પર્ફોર્મન્સની માહિતી. જ્યારે તમે ચેનલનો ઉપયોગ કરો છો, ત્યારે અમે ચેનલ પરની તમારી એક્ટિવિટી વિશેની અને તેના ઉપયોગ વિશેની માહિતી પણ એકત્ર કરીએ છીએ, જેમાં તમે જુઓ છો તે કન્ટેન્ટના પ્રકારો અને તમે તેની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરો છો; ચેનલ, ચેનલના કન્ટેન્ટ તથા ફોલોઅર અને વ્યૂઅર દ્વારા અપાતી પ્રતિક્રિયાઓ વિશેના મેટાડેટા; તમે જેને ઉપયોગમાં લો છો તે ચેનલની સુવિધાઓ તથા તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તથા ચેનલ પર તમારી એક્ટિવિટીના સમય, તેના આવર્તન, અને સમયગાળાનો સમાવેશ થાય છે.
- વાપરનારના રિપોર્ટ. વાપરનારાઓ અથવા ત્રાહિત-પક્ષો તમારી ચેનલ અથવા ચેનલના ચોક્કસ કન્ટેન્ટની અમને જાણ કરી શકે છે - ઉદાહરણ તરીકે, અમારી શરતો કે પોલિસી અથવા સ્થાનિક કાયદાનાં સંભવિત ઉલ્લંઘનોની જાણ કરવા માટે. જ્યારે કોઈ રિપોર્ટ બનાવવામાં આવે છે, ત્યારે અમે જાણ કરનારા પક્ષ તથા જાણ કરવામાં આવેલ(આવેલા) વાપરનાર(વાપરનારાઓ) (દા.ત., ચેનલના એડમિન) વિશેની માહિતી અને એવી અન્ય માહિતી એકત્ર કરીએ છીએ કે જે રિપોર્ટની તપાસ કરવામાં અમારી મદદ કરી શકે છે, જેમ કે સંકળાયેલી ચેનલ અથવા ચેનલનું કન્ટેન્ટ, ચેનલ પર વાપરનારનાં ઇન્ટરેક્શન અને એક્ટિવિટી, અને અન્ય માહિતી, જેમ કે તે ફોલોઅરની સંખ્યા કે જેઓએ ચેનલને મ્યૂટ કરી છે અને વાપરનારના અન્ય રિપોર્ટ અથવા અમલીકરણ સંબંધી એક્શન. વધુ જાણવા માટે, અમારી WhatsApp ચેનલની માર્ગદર્શિકા અને સલામતી અને સુરક્ષાની પ્રગત સુવિધાઓને જુઓ.
અમે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
અમે એકત્ર કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ અમે નીચેની વધારાની રીતે કરીએ છીએ:
- ચેનલ પૂરી પાડવાં. અમારી પાસે રહેલી માહિતીનો ઉપયોગ અમે ચેનલનું સંચાલન કરવાં, તે પૂરી પાડવાં અને તેને બહેતર બનાવવાં માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે આ માહિતીનો ઉપયોગ તમને ચેનલ બનાવવાં, તેને ફોલો કરવાં અથવા તેની સાથે ઇન્ટરેક્ટ કરવાં માટે સમર્થ બનાવવા, ચેનલની વધારાની સુવિધાઓ પૂરી પાડવામાં અથવા તેને વિકસાવવામાં અમારી મદદ કરવા અથવા ચેનલ પરના તમારા અનુભવને બહેતર બનાવવા, જેમ કે તમને તમારા દેશમાં કે સ્થાનિક ભાષામાં રહેલી ચેનલ બતાવવાં અથવા તેની ભલામણ કરવાં માટે કરી શકીએ છીએ.
- ચેનલના વપરાશને સમજવા. અમે માહિતીનો ઉપયોગ ચેનલની અસરકારકતા, પર્ફોર્મન્સ, વિશ્વસનીયતા અને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે, લોકો કેવી રીતે ચેનલનો ઉપયોગ કરે છે અને તેની સાથે ઇન્ટરેક્ટ કરે છે તે સમજવા માટે અને અમે અમારી સેવાઓને કેવી રીતે વિકસાવી શકીએ અને બહેતર બનાવી શકીએ તે નિર્ધારિત કરવા માટે કરીએ છીએ.
- સલામતી, સુરક્ષા અને અખંડિતતા માટે. અમે અમારી સેવાઓ પર સલામતી, સુરક્ષા અને અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે (ચેનલના કન્ટેન્ટ અને ચેનલમાં રહેલી તમારી એક્ટિવિટી સહિત) અમારી પાસે રહેલી માહિતીનો ઉપયોગ કરીએ છીએ, જેમાં હાનિકારક આચરણ સામે લડવા, વાપરનારાઓનું ખરાબ કે હાનિકારક અનુભવોથી રક્ષણ કરવા, અમારી WhatsApp ચેનલની માર્ગદર્શિકા સહિત અમારી શરતો અને પોલિસીનાં ઉલ્લંઘનો અથવા શંકાસ્પદ એક્ટિવિટીને શોધી કાઢવા અને તેની તપાસ કરવા અને એ સુનિશ્ચિત કરવા માટે કે ચેનલ સહિત અમારી સેવાઓનો ઉપયોગ કાયદેસર રીતે કરવામાં આવી રહ્યો છે, આનો સમાવેશ થાય છે.
માહિતી કેવી રીતે શેર કરવામાં આવે છે
ચેનલની માહિતી નીચેની રીતે શેર કરવામાં આવે છે:
- સાર્વજનિક માહિતી. એ યાદ રાખો કે ચેનલનું કન્ટેન્ટ અને ચેનલ પર એડમિન શેર કરે છે તે માહિતી સાર્વજનિક છે અને અન્ય લોકોને ઉપલબ્ધ છે, જે કોઈ પણ ઓડિયન્સ અથવા પ્રાઇવસી સેટિંગને આધીન હોય છે. તમારે એ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ચેનલના કન્ટેન્ટ અને ચેનલ પર રહેલાં ઇન્ટરેક્શનના સ્ક્રીનશોટ કેદ કરી શકે છે અથવા તેનાં રેકોર્ડિંગ બનાવી શકે છે, અને તેને WhatsApp અથવા બીજા કોઈને મોકલી શકે છે, અથવા તેને અમારી સેવાઓની બહાર શેર કરી શકે, એક્સપોર્ટ કરી શકે અથવા અપલોડ કરી શકે છે.
- ત્રાહિત-પક્ષની સેવા પૂરી પાડનારાઓ અને Meta કંપનીઓ. અમે ચેનલનું સંચાલન કરવામાં, તેને પૂરી પાડવામાં, તેને બહેતર બનાવવામાં, સમજવામાં અને તેને સપોર્ટ આપવામાં અમને મદદ મળી રહે તે માટે ત્રાહિત-પક્ષની સેવા પૂરી પાડનારાઓ અને અન્ય Meta કંપનીઓ સાથે કામ કરીએ છીએ. અમે ચેનલ અને અમારી સેવાઓ પર સલામતી, સુરક્ષા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવામાં અમને મદદ મળી રહે તે માટે Meta કંપનીઓ સાથે પણ કામ કરીએ છીએ, જેમાં ક્લાસિફાયર, કન્ટેન્ટ અને વર્તણૂકીય સંકેતો, હ્યુમન રિવ્યૂ અને વાપરનારના રિપોર્ટના સંયોજનનો લાભ લે તેવાં શોધ અને મૂલ્યાંકન સંબંધી ટૂલના ઉપયોગનો સમાવેશ થાય છે—જેથી સક્રિયપણે અને પ્રતિક્રિયાત્મક રીતે સંભવિતપણે ઉલ્લંઘન કરતા કન્ટેન્ટ અથવા ચેનલના ઉપયોગને શોધી શકાય. જ્યારે અમે આ ક્ષમતામાં રહીને ત્રાહિત-પક્ષની સેવા પૂરી પાડનારાઓ અને અન્ય Meta કંપનીઓ સાથે માહિતી શેર કરીએ છીએ, ત્યારે અમારી માટે એ જરૂરી હોય છે કે તેઓ અમારી સૂચનાઓ અને શરતો અનુસાર અમારા વતી તમારી માહિતીનો ઉપયોગ કરે.
તમારી માહિતીનું સંચાલન કરવું અને તેને કબજામાં રાખવી
તમે WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં જણાવવામાં આવેલાં અમારાં ઇન-ઍપ સેટિંગનો ઉપયોગ કરીને તમારી ચેનલની માહિતીને એક્સેસ કરી શકો છો, તેનું સંચાલન કરી શકો છો અથવા તેને પોર્ટ કરી શકો છો.
- તમારી સાર્વજનિક ચેનલના કન્ટેન્ટ અને ચેનલની માહિતીને કબજામાં રાખવી. ચેનલ પૂરી પાડવાના સામાન્ય ક્રમ દરમિયાન, અમે અમારાં સર્વર પર 30 જેટલા દિવસ સુધી ચેનલના કન્ટેન્ટને સ્ટોર કરીએ છીએ, જે સલામતી, સુરક્ષા અને અખંડિતતાના હેતુઓ અથવા એવી અન્ય કાનૂની કે અનુપાલન સંબંધી જવાબદારીઓને અધીન હોય છે કે જેના માટે વધુ લાંબા સમય સુધી કબજામાં રાખવાની જરૂર પડી શકે. ચેનલનું કન્ટેન્ટ વ્યૂઅર અથવા ફોલોઅરનાં ડિવાઇસ પર વધુ લાંબા ગાળા સુધી રહી શકે છે, જોકે અમે એડમિન જો પસંદ કરે તો ચેનલનું કન્ટેન્ટ વધુ ઝડપથી ગાયબ થઈ જાય, ઉદાહરણ તરીકે 7 દિવસ અથવા 24 કલાક પછી, તે માટેના વિકલ્પો પૂરા પાડી શકીએ છીએ. અમે ચેનલની આ પ્રાઇવસી પોલિસી અને WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં ઓળખવામાં આવેલા હેતુઓ માટે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી ચેનલની અન્ય માહિતીને સ્ટોર કરીએ છીએ, જેમાં ચેનલ પૂરી પાડવાં અથવા અન્ય કાયદેસરના હેતુઓ, જેમ કે કાનૂની જવાબદારીઓનું પાલન કરવાં, અમારી શરતો અને પોલિસીનો અમલ કરાવવાં અને તેનાં ઉલ્લંઘનોને અટકાવવાં, અથવા અમારા અધિકારો, પ્રોપર્ટી અને વાપરનારાઓની સુરક્ષા કરવા અથવા તેમનો બચાવ કરવા માટે તેમ કરવાનો સમાવેશ થાય છે. સ્ટોરેજના સમયગાળા કેસ-દર-કેસના આધારે નિર્ધારિત કરવામાં આવે છે કે જે માહિતીના પ્રકાર, શા માટે તે એકત્ર કરવામાં આવે છે અને તેની પ્રક્રિયા કરવામાં આવે છે, તેને કબજામાં રાખવા માટેની સંબંધિત કાનૂની કે સંચાલનની જરૂરિયાતો, અને કાનૂની જવાબદારીઓ જેવાં પરિબળો પર આધાર રાખે છે.
- તમારી ચેનલને ડિલીટ કરવી. જો તમે એડમિન છો, તો તમારી ચેનલને ડિલીટ કરવાથી તમારી ઍપમાં રહેલા 'ચેનલ ટેબ'માંથી 'ચેનલ' અને 'ચેનલનું કન્ટેન્ટ' દૂર થઈ જાય છે અને તે સમયે તે હવે ચેનલ મારફતે અન્ય વાપરનારાઓને એક્સેસ કરવા યોગ્ય રહેતું નથી. અમારાં સર્વર પર રહેલી તમારી ચેનલની માહિતીને ડિલીટ કરવામાં 90 જેટલા દિવસનો સમય લાગી શકે છે. અમે કાનૂની જવાબદારીઓનું અનુપાલન કરવા, અમારી શરતો અને પોલિસીનાં ઉલ્લંઘનો અથવા હાનિ રોકથામના પ્રયાસો જેવી બાબતો માટે જરૂર પડવા અનુસાર તમારી કેટલીક માહિતીને કબજામાં પણ રાખી શકીએ છીએ. કૃપા કરીને એ યાદ રાખો કે જ્યારે તમે તમારી ચેનલને ડિલીટ કરો છો, ત્યારે તેનાથી ચેનલની માહિતી અને જેને અન્ય વાપરનારાઓ ધરાવવાનું ચાલુ રાખી શકે છે તેવા કન્ટેન્ટને અસર થતી નથી, જેમ કે તેમના ડિવાઇસ પર સ્થાનિક ધોરણે સેવ કરવામાં આવેલી ચેનલના કન્ટેન્ટની કોપિ અથવા જે અન્ય વાપરનારાઓને ફોરવર્ડ કરવામાં આવ્યું હોય અથવા અમારી સેવાઓની બહાર શેર કરવામાં આવ્યું હોય.
- ચેનલનું કન્ટેન્ટ દૂર કરવું. ચેનલના એડમિન ચેનલના કન્ટેન્ટને તે પોસ્ટ કર્યા પછીના 30 દિવસ સુધીમાં દૂર કરી શકે છે.
તમે ડેટા ડિલીટ કરવાની અને કબજામાં રાખવાની અમારી રીતો વિશે અને તમારા એકાઉન્ટને કેવી રીતે ડિલીટ કરવું તે વિશે અહીં વધુ જાણી શકો છો.
અમારી પોલિસીમાં થતી અપડેટ
અમે ચેનલની આ પ્રાઇવસી પોલિસીમાં સુધારો કરી શકીએ છીએ અથવા તેને અપડેટ કરી શકીએ છીએ. અમે તમને યોગ્ય હોય તે મુજબ સુધારા અથવા અપડેટની નોટિસ પૂરી પાડીશું અને સૌથી ઉપરની બાજુએ રહેલી "પ્રભાવી થયાની તારીખ"ને અપડેટ કરીશું. કૃપા કરીને સમય-સમય પર ચેનલની અમારી પ્રાઇવસી પોલિસીને રિવ્યૂ કરો.