પ્રભાવી થયાની તારીખ: 25 મે, 2023
WhatsApp ચેનલ એ WhatsApp દ્વારા તમને પૂરી પાડવામાં આવતી “સેવાઓ” પૈકી એક છે. ચેનલ માટેની સેવાની આ પૂરક શરતો (“પૂરક શરતો”) WhatsAppની સેવાની શરતોની પૂરક છે અને એકસાથે, ચેનલના તમારા ઉપયોગ પર લાગુ પડે છે. પૂરક શરતોનાં નિયમો અને શરતો અગ્રતા લેશે અને ચેનલના તમારા ઉપયોગ પર લાગુ પડશે. આ પૂરક શરતોમાં એવું કંઈપણ નથી જે WhatsAppની સેવાની શરતો અથવા તેમના દ્વારા સંદર્ભિત કોઈ પણ વધારાની શરતો અથવા પોલિસી હેઠળ રહેલા અમારા કોઈ પણ અધિકારોને મર્યાદિત કરે.
WhatsApp ચેનલની પ્રાઇવસી પોલિસી, WhatsAppની પ્રાઇવસી પોલિસીની પૂરક છે અને તે સમજાવે છે કે તમે જ્યારે ચેનલનો ઉપયોગ કરો છો ત્યારે અમે માહિતીને કેવી રીતે એકત્ર કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ તથા તેને શેર કરીએ છીએ. તમે પ્રાઇવસી સંબંધી તમારી પસંદગીઓને રિવ્યૂ કરવા માટે કોઈ પણ સમયે તમારાં સેટિંગમાં પણ જઈ શકો છો. ચેનલનો તમારો ઉપયોગ તમારા વ્યક્તિગત WhatsApp મેસેજની પ્રાઇવસી પર પ્રભાવ પાડતો નથી, જે WhatsAppની પ્રાઇવસી પોલિસીમાં વર્ણવ્યા પ્રમાણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેવાની ચાલુ રહે છે.
ચેનલ એ એક-થી-ઘણા માટે બ્રોડકાસ્ટ કરવાની સેવા છે જે તમને, અન્ય WhatsApp વપરાશકર્તાઓ દ્વારા શેર કરવામાં આવતી સંબંધિત અને સમયસરની અપડેટને જોવાની અને તેની સાથે ઇન્ટરેક્ટ કરવાની પરવાનગી આપે છે. તમે અપડેટ શેર કરવાં માટે ચેનલ બનાવી શકો છો કે જેને કોઈ પણ શોધી શકે છે, ફોલો કરી શકે છે અને જોઈ શકે છે. તમે ચેનલ પર શેર કરો છો તે કન્ટેન્ટ WhatsAppને અને અમારા વાપરનારાઓને દેખાશે. અમે તમારા દેશ અથવા સ્થાનિક ભાષાના આધારે એવી ચેનલને પણ લિસ્ટ કરી શકીએ છીએ કે જેને ફોલો કરવામાં તમને રુચિ હોઈ શકે.
તમે ચેનલને માત્ર કાનૂની, અધિકૃત અને સ્વીકાર્ય હેતુઓ માટે એક્સેસ કરો અને તેનો ઉપયોગ કરો તે આવશ્યક છે. ચેનલના એડમિન તેમની ચેનલ પર રહેલા કન્ટેન્ટ માટે જવાબદાર હોય છે અને તેમણે તેમના ફોલોઅર માટે વયાનુસાર ઉપયુક્ત તથા સુરક્ષિત અનુભવ જાળવી રાખવો જરૂરી હોય છે. ચેનલ પર વાપરનારાઓ જે કરે છે અથવા કહે છે તેને અમે નિયંત્રિત કરતા નથી અને અમે તેમની (અથવા તમારી) એક્શન અથવા આચરણ (ભલેને તે ઓનલાઇન હોય કે ઓફલાઇન) અથવા કન્ટેન્ટ (જેમાં ગેરકાયદેસર અથવા વાંધાજનક કન્ટેન્ટનો સમાવેશ થાય છે) માટે જવાબદાર હોતા નથી.
ચેનલના એડમિને એવી એક્ટિવિટીમાં સહભાગી ન થવું આવશ્યક છે કે જે આ પૂરક શરતો અથવા અમારી સેવાઓના તમારા ઉપયોગ પર લાગુ પડતી અન્ય શરતો અને પોલિસીનું ઉલ્લંઘન કરતી હોય, જેમાં WhatsApp ચેનલની માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે પરંતુ તેટલા પૂરતી તે મર્યાદિત નથી. આમાં સામેલ છે:
WhatsApp વપરાશકર્તાઓ એવી કોઈ પણ ચેનલ અથવા ચોક્કસ અપડેટની જાણ કરી શકે છે કે જે સંભવિત રીતે તેમના અધિકારો અથવા અમારી શરતો અને પોલિસીનું ઉલ્લંઘન કરે છે. તમે WhatsApp પર કેવી રીતે જાણ કરવી અને સંપર્ક તોડવો તે વિશે અહીં વધુ જાણી શકો છો.
WhatsApp, ચેનલ પર શેર કરવામાં આવતા એવા કોઈ પણ કન્ટેન્ટ અથવા માહિતીને દૂર કરી શકે છે, તેને શેર કરવાનું અટકાવી શકે છે અથવા તેની એક્સેસને મર્યાદિત કરી શકે છે કે જે WhatsAppની સેવાની શરતો, આ પૂરક શરતો, અમારી પોલિસી (જેમાં WhatsApp ચેનલની માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે)નું ઉલ્લંઘન કરે છે અથવા જ્યાં કાયદા દ્વારા અમને આમ કરવાની પરવાનગી આપવામાં આવી હોય અથવા અમારે આમ કરવું જરૂરી હોય. અમે અમારી સેવાઓ અને અમારા વાપરનારાઓની સુરક્ષા કરવા માટે અમુક સુવિધાઓની એક્સેસને દૂર અથવા પ્રતિબંધિત પણ કરી શકીએ છીએ, એકાઉન્ટને બંધ અથવા સસ્પેન્ડ કરી શકીએ છીએ અથવા કાયદાનું અમલ કરાવતી સંસ્થાઓનો સંપર્ક કરી શકીએ છીએ. અમે Meta કંપનીઓ સહિત ત્રાહિત-પક્ષની સેવા પૂરી પાડનારાઓ સાથે કામ કરી શકીએ છીએ જેથી WhatsAppની સેવાની શરતો અને Whatsappની પ્રાઇવસી પોલિસીમાં વર્ણવ્યા પ્રમાણે સમગ્ર WhatsApp પર સુરક્ષા, સલામતી અને અખંડિતતા સુનિશ્ચિત કરી શકાય.
WhatsApp વધુમાં WhatsAppની સેવાની શરતો સાથે સુસંગત રહીને, સંપૂર્ણ સેવાની તમારી એક્સેસને સમાપ્ત કરવાનો અધિકાર અનામત રાખે છે. જોકે અમારો ઉદ્દેશ્ય બધાં જ અધિકારક્ષેત્રોમાં અમારી પોલિસીને સુસંગત રીતે લાગુ કરવાનો છે, તેમ છતાં કેટલાંક અધિકારક્ષેત્રોમાં લાગુ કાયદા હેઠળ એવી ચોક્કસ આવશ્યકતાઓ હોઈ શકે છે કે જેને અલગ-અલગ રીતે અમલમાં મૂકવાની જરૂર પડે.
ચેનલ પૂરી પાડવાં અમને તમારી પાસેથી અમુક પરવાનગીઓની જરૂર પડે છે. તમે WhatsAppની સેવાની શરતોમાં અમને આપો છો તે લાઇસન્સ (<WhatsApp માટે તમારું લાઇસન્સ>)માં WhatsApp ચેનલ પર તમારા દ્વારા શેર કરવામાં આવતા કન્ટેન્ટનો સમાવેશ થાય છે.
સુવિધા અને/અથવા ચેનલનું પર્ફોર્મન્સ સમય જતાં બદલાઈ શકે છે. અમે નવી સુવિધાઓ પ્રસ્તુત કરી શકીએ છીએ, એક્સેસ પર મર્યાદાઓ લાદી શકીએ છીએ, તેને સસ્પેન્ડ કરી શકીએ છીએ, તેને દૂર કરી શકીએ છીએ, તેને બદલી શકીએ છીએ, તેને પ્રતિબંધિત કરી શકીએ છીએ, અથવા અમુક હાજર સુવિધાઓ અથવા ચેનલના કોઈ પણ ભાગને અપડેટ કરી શકીએ છીએ. અમે ચેનલનાં મર્યાદિત વર્ઝન ઓફર કરી શકીએ છીએ અને આ વર્ઝનમાં મર્યાદિત સુવિધાઓ હોય અથવા તેમાં અન્ય મર્યાદાઓ સામેલ હોય એવું બની શકે છે. જો સુવિધા અથવા કન્ટેન્ટ હવે ઉપલબ્ધ ન હોય, તો આવી સુવિધા કે કન્ટેન્ટના સંબંધમાં તમારા દ્વારા બનાવવામાં કે પૂરી પાડવામાં આવેલી માહિતી, ડેટા અથવા કન્ટેન્ટ ડિલીટ કરી દેવામાં આવે અથવા તે એક્સેસ કરવા અયોગ્ય થાય એવું બની શકે છે.
અમે આ પૂરક શરતોમાં સુધારો કરી શકીએ છીએ અથવા તેને અપડેટ કરી શકીએ છીએ. અમે તમને યોગ્ય હોય તે મુજબ, અમારી પૂરક શરતોના મહત્ત્વપૂર્ણ સુધારાની નોટિસ પૂરી પાડીશું અને અમારી પૂરક શરતોમાં સૌથી ઉપરની બાજુએ રહેલી "છેલ્લે ફેરફાર કર્યા"ની તારીખને અપડેટ કરીશું. ચેનલનો તમારા દ્વારા થતો સતત ઉપયોગ, સુધારા કર્યા મુજબની અમારી પૂરક શરતોની તમારી સ્વીકૃતિને કન્ફર્મ કરે છે. અમે આશા રાખીએ છીએ કે તમે ચેનલને ઉપયોગમાં લેવાનું ચાલુ રાખશો, પરંતુ જો તમે સુધારા કર્યા મુજબની અમારી પૂરક શરતો સાથે સંમત થતા નથી, તો તમારે ચેનલને ઉપયોગમાં લેવાનું બંધ કરવું અથવા તમારું એકાઉન્ટ ડિલીટ કરીને અમારી સેવાઓને ઉપયોગમાં લેવાનું બંધ કરવું આવશ્યક છે.