પ્રભાવી થવાની તારીખ: 15 ઑક્ટોબર, 2024
જો તમે ચહેરા અને હાથની ઇફેક્ટ માટે ઑપ્ટ ઇન કરો છો, તો આ પ્રાઇવસી નોટિસ લાગુ પડે છે. તે સમજાવે છે કે કેવી રીતે અમે કેમેરાની આ ઇફેક્ટને જનરેટ કરવા માટે તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ અને તેની સુરક્ષા કરીએ છીએ તથા તે WhatsAppની પ્રાઇવસી પોલિસીની પૂરક છે.
ચહેરા અને હાથની ઇફેક્ટ એ ઓગ્મેન્ટેડ રિયાલિટીની સુવિધાઓ છે કે જે સીનમાં રહેલાં લોકો જેમ-જેમ હલનચલન કરે, વાત કરે અને સ્વયંને અભિવ્યક્ત કરે તેમ-તેમ પ્રતિક્રિયા આપે છે. તેમાં ફિલ્ટર, માસ્ક અને અન્ય ઇન્ટરેક્ટિવ ડિજિટલ અનુભવો સામેલ છે. તમે તમારા કેમેરા, ફોટા અને વીડિયોમાં આ ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો.
જ્યારે તમે ચહેરા અને હાથની ઇફેક્ટનો ઉપયોગ કરો છો, ત્યારે અમારે તેમને તમારા કેમેરા, ફોટા અને વીડિયોમાં યોગ્ય જગ્યા પર બતાવવાની તથા કેટલીક ઇફેક્ટને તમારાં જેસ્ચર, અભિવ્યક્તિઓ અથવા હલનચલન પર પ્રતિક્રિયા આપતી કરવાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, જો તમે ગલૂડિયાના કાન પસંદ કરો છો, તો અમારે એ કાન તમારા માથાની સૌથી ઉપર દેખાય અને જેમ-જેમ તમે હલનચલન કરો તેમ-તેમ તે ત્યાં જ રહે તેની ખાતરી કરવાની જરૂર પડે છે. આ કરવા માટે, અમે તમારા ચહેરાના ભાગો (જેમ કે તમારી આંખો, નાક કે મોઢા)ના લોકેશનનો તથા તમારા ચહેરા, આંખ અથવા હાથ પરના પોઇન્ટનો અંદાજ લગાવીએ છીએ. કેટલીક ઇફેક્ટ માટે, અમે ચહેરાના એક જેનેરિક મોડલ પર ચહેરાનાં આ પોઇન્ટને લાગુ કરીએ છીએ અને તેને તમારા ચહેરાની અભિવ્યક્તિઓ અને હલનચલનનું અનુકરણ કરવા એડ્જસ્ટ કરીએ છીએ. આ માહિતીનો ઉપયોગ તમને ઓળખી કાઢવા માટે થતો નથી.
અમે આ માહિતીની પ્રક્રિયા કરતા નથી અથવા તેને અમારાં સર્વર પર સ્ટોર કરતા નથી અથવા તેને ત્રાહિત-પક્ષોની સાથે શેર કરતા નથી. માહિતીની પ્રક્રિયા થાય છે, પરંતુ તમારા ડિવાઇસ પર તે સ્ટોર થતી નથી અને તે પસંદ કરેલી ઇફેક્ટના તમારા ઉપયોગના પગલે ડિલીટ કરી દેવામાં આવે છે.
જ્યારે તમે ચહેરા અને હાથની ઇફેક્ટનો ઉપયોગ કરો છો, ત્યારે અમે તમારા કેમેરા ફીડ, ફોટા અથવા વીડિયોમાં દેખાતાં અન્ય લોકોના ફોટાની માહિતીની પ્રક્રિયા કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે તમે વીડિયો કૉલમાં ઇફેક્ટનો ઉપયોગ કરો છો, ત્યારે બેકગ્રાઉન્ડમાં રહેલી કોઈ વ્યક્તિના માથા પર ગલૂડિયાના કાન બતાવવામાં આવી શકે છે.
જો તમે USના નિવાસી છો, તો તમે WhatsApp પર ચહેરા અને હાથની ઇફેક્ટને એક્સેસ કરી શકો તે પહેલાં તમારે તેને ચાલુ કરવાની જરૂર પડશે. WhatsApp પર તમે પહેલી વાર ચહેરા અને હાથની ઇફેક્ટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશો ત્યારે, તમને ઇફેક્ટને ચાલુ કરવા માટે કહેવામાં આવશે.
તમે કોઈ પણ સમયે તમારા ચહેરા અને હાથની ઇફેક્ટના સેટિંગને બદલી શકો છો. જો સેટિંગ બંધ કરેલું હોય, તો તમને હજી પણ અન્ય સુવિધાઓની એક્સેસ રહેશે.
ઇફેક્ટને ચાલુ કરીને, તમે એ બાબતે સંમત થાઓ છો કે તમે ઇફેક્ટનો ઉપયોગ તો જ કરશો જો તમારા કેમેરા ફીડ, ફોટા અથવા વીડિયોમાં દેખાતાં તમામ લોકોએ પણ તેમનાં WhatsApp એકાઉન્ટ મારફતે ઇફેક્ટને ચાલુ કરી હોય અથવા તમે તેમના કાનૂની રીતે અધિકૃત પ્રતિનિધિ હો અને તેમના વતી આ નોટિસની શરતો માટે સંમતિ આપો છો.