છેલ્લે અપડેટ કર્યું: 16 ફેબ્રુઆરી, 2024
WhatsApp એ મેસેજ મોકલવા અને કૉલ કરવાની એક સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય રીત છે. ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત એવા તમારા વ્યક્તિગત મેસેજને બીજું કોઈ જોઈ શકતું નથી, WhatsApp પણ નહિ.
મેસેજિંગ સંબંધી આ માર્ગદર્શિકા (આ “માર્ગદર્શિકા”) 1:1 ચેટ, કૉલ, ગ્રૂપ ચેટ અને કોમ્યુનિટી પર લાગુ થાય છે. સ્ટેટસ અપડેટ પણ આ માર્ગદર્શિકાને આધીન છે.
WhatsApp Messenger ઍપ્લિકેશનનો ઉપયોગ અમારી સેવાની શરતો અને આ માર્ગદર્શિકા દ્વારા સંચાલિત થાય છે. WhatsApp Business ઍપ્લિકેશન અને WhatsApp Business પ્લેટફોર્મ સહિત અમારી બિઝનેસ સેવાઓનો ઉપયોગ આ માર્ગદર્શિકા ઉપરાંત WhatsApp Businessની સેવાની શરતો અને બિઝનેસ પોલિસી દ્વારા સંચાલિત થાય છે.
WhatsApp, મૂળભૂત એકાઉન્ટ, ગ્રૂપ અને કોમ્યુનિટી પ્રોફાઇલની માહિતી તેમજ અન્ય વાપરનારાઓ દ્વારા જાણ કરવામાં આવેલા મેસેજ સહિત WhatsApp પાસે ઉપલબ્ધ મર્યાદિત માહિતીના આધારે અમારી સેવાની શરતો અથવા આ માર્ગદર્શિકાનાં ઉલ્લંઘનોની વિરુદ્ધ એક્શન લઈ શકે છે. તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા હંમેશાં સુરક્ષિત કરવામાં આવે છે.
વાપરનારાઓ સંભવિતપણે આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા WhatsApp સંપર્કો, ગ્રૂપ, કોમ્યુનિટી, સ્ટેટસ અપડેટ અથવા ચોક્કસ મેસેજની જાણ કરી શકે છે. તમે WhatsApp પર જાણ કેવી રીતે કરવી તે વિશે અહીં વધુ જાણી શકો છો. બૌદ્ધિક સંપદાનાં સંભવિત ઉલ્લંઘનોની જાણ કેવી રીતે કરવી તે અંગે માહિતી માટે, કૃપા કરીને અહીં જુઓ.
WhatsApp, આ માર્ગદર્શિકાનાં સંભવિત ઉલ્લંઘનો માટે એકાઉન્ટ, ગ્રૂપ અને કોમ્યુનિટી પ્રોફાઇલની માહિતી તેમજ જાણ કરાયેલા મેસેજ સહિત અમારી પાસે ઉપલબ્ધ માહિતીને શોધી કાઢવા અને તેનો રિવ્યૂ કરવા માટે ઓટોમેટેડ પ્રોસેસિંગ ટેકનિક અને હ્યુમન રિવ્યૂ ટીમ એમ બંનેનો ઉપયોગ કરી શકે છે.
ઓટોમેટેડ ડેટા પ્રોસેસિંગ અમારી રિવ્યૂ પ્રક્રિયામાં કેન્દ્રવર્તી છે અને એવાં અમુક ક્ષેત્રો માટે નિર્ણયોને સ્વચાલિત કરે છે જ્યાં એકાઉન્ટની વર્તણૂક અથવા જાણ કરાયેલા મેસેજનું કન્ટેન્ટ, આ માર્ગદર્શિકાના ઉલ્લંઘનમાં હોવાની અત્યધિક સંભાવના હોય.
ઓટોમેશન, સંભવિત રીતે ઉલ્લંઘન કરતા એકાઉન્ટ, ગ્રૂપ અથવા કોમ્યુનિટીને જેમની પાસે યોગ્ય વિષય-વસ્તુ તથા ભાષાની તજજ્ઞતા હોય એવા હ્યુમન રિવ્યૂઅર પાસે રૂટ કરીને રિવ્યૂને પ્રાથમિકતા આપવામાં અને તેને ઝડપી બનાવવામાં અમારી મદદ પણ કરે છે, જેથી કરીને અમારી ટીમ પહેલા સૌથી મહત્ત્વપૂર્ણ કેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
જ્યારે કોઈ એકાઉન્ટ, ગ્રૂપ અથવા કોમ્યુનિટીને આગળ વધુ રિવ્યૂની જરૂર હોય, ત્યારે અમારી ઓટોમેટેડ સિસ્ટમ અંતિમ નિર્ણય લેવા માટે તેને હ્યુમન રિવ્યૂની ટીમ પાસે મોકલે છે. અમારી હ્યુમન રિવ્યૂ ટીમ સમગ્ર વિશ્વમાં સ્થિત છે, ગહન પ્રશિક્ષણ મેળવે છે અને ઘણી વાર અમુક પોલિસી ક્ષેત્રો અને પ્રદેશોમાં નિપુણ હોય છે, તથા તે એકાઉન્ટની માહિતી અને જાણ કરેલા મેસેજને રિવ્યૂ કરવામાં સમર્થ હોય છે. વ્યક્તિગત મેસેજને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. અમારી ઓટોમેટેડ સિસ્ટમ દરેક નિર્ણયમાંથી શીખે છે તથા બહેતર બને છે.
જ્યારે સરકારો માને કે WhatsApp પરનાં એકાઉન્ટ, ગ્રૂપ કે કોમ્યુનિટી સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે તેઓ એવી વિનંતી કરી શકે છે કે અમે, અમારી પાસે ઉપલબ્ધ એકાઉન્ટની માહિતીનો રિવ્યૂ કરીએ. વ્યક્તિગત મેસેજ અને કૉલને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા હંમેશાં સુરક્ષિત કરવામાં આવે છે. અમને WhatsApp એકાઉન્ટને પ્રતિબંધિત કરવા માટેના અદાલતના આદેશો પણ મળી શકે છે. અમે કોઈ પણ એક્શન લેવાની પહેલાં હંમેશાં સરકારી વિનંતીની કાયદેસરતા અને સંપૂર્ણતાની આકારણી કરીએ છીએ.
જ્યારે અમે ગેરકાયદેસર કન્ટેન્ટ અથવા અમારી શરતો અને પોલિસીના ઉલ્લંઘન બાબતે વાકેફ થઈએ, ત્યારે અમે કન્ટેન્ટ અથવા ઉલ્લંઘનની પ્રકૃતિના આધારે, અને નીચેના સહિત એક્શન લઈ શકીએ છીએ:
અમે WhatsAppની સેવાની શરતોમાં દર્શાવ્યાં પ્રમાણે વધારાની એક્શન લઈ શકીએ છીએ.