WhatsApp વિશેની કાનૂની માહિતી
જો તમે યુરોપિયન ક્ષેત્રમાં રહો છો, તો WhatsApp Ireland Limited ("WhatsApp," "અમારું," "અમે" અથવા "અમને") આ સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ તમને આ સેવાઓ પ્રદાન કરે છે. જો તમે યુરોપિયન ક્ષેત્રની બહાર રહો છો, તો WhatsApp LLC તમને આ સેવાઓ પ્રદાન કરે છે.
અમે Facebook કંપનીનો ભાગ છીએ. અમારી પ્રાઇવસી પોલિસી ("પ્રાઇવસી પોલિસી") અમારી સેવાઓ પ્રદાન કરવા માટે અમે જે માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ તે સહિત અમારી ડેટાનો ઉપયોગ કરવાની રીત સમજાવવામાં મદદ કરે છે.
ઉદાહરણ તરીકે, અમારી પ્રાઇવસી પોલિસી અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ અને તેની તમારા પર શી અસર થાય છે તેનું વર્ણન કરે છે. તે તમારી પ્રાઇવસીને સુરક્ષિત રાખવા માટે અમે કયા પગલાં લઈએ છીએ એ પણ સમજાવે છે, જેમ કે અમારી સેવાઓને બહેતર રીતે વિકસાવવી જેથી પહોંચી ગયેલાં મેસેજ અમારા દ્વારા સ્ટોર કરવામાં ન આવે અને અમારી સેવા પર તમે કોની સાથે વાતચીત કરો છો તેના પર તમને નિયંત્રણ આપવું.
આ પ્રાઇવસી પોલિસી અમારી બધી સેવાઓ પર લાગુ થાય છે, સિવાય કે કોઈ બીજા અર્થમાં સ્પષ્ટ ન કરી હોય.
કૃપા કરીને WhatsAppની સેવાની શરતો ("શરતો") વાંચો, જેમાં અમારા દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓ અને તમારા દ્વારા કરવામાં આવતા તેના ઉપયોગ વિશેની શરતોનું વર્ણન કરવામાં આવેલ છે.
પાછા ઉપર જાઓ
મહત્ત્વની અપડેટ
તમારી પ્રાઇવસી માટેનો આદર અમારી નસેનસમાં છે. અમે જ્યારથી WhatsAppની શરૂઆત કરી છે ત્યારથી જ અમારી સેવાઓને પ્રાઇવસીના મજબૂત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બનાવી છે. અમારી અપડેટ કરાયેલી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસીમાં તમને આ જોવા મળશે:
- તમારા ડેટાની વ્યવસ્થા અમે કઈ રીતે કરીએ છીએ તે વિશે વધારાની માહિતી. અમારી અપડેટ કરાયેલી શરતો અને પ્રાઇવસી પોલિસી, પ્રક્રિયા કરવા માટેના અમારા કાનૂની આધાર અને પ્રાઇવસી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સહિત, અમે તમારા ડેટા પર કેવી રીતે પ્રકિયા કરીએ છીએ તેના પર વધુ માહિતી પ્રદાન કરે છે.
- બિઝનેસ સાથે બહેતર વાતચીત. ઘણા બિઝનેસ તેમના ગ્રાહકો અને ક્લાયન્ટ સાથે વાતચીત કરવા માટે WhatsApp પર આધાર રાખે છે. અમે એવા બિઝનેસ સાથે કામ કરીએ છીએ જેઓ WhatsApp પરની તમારી સાથેની તેમની વાતચીતને વધુ સારી રીતે સંગ્રહ કરવા અને તેનું સંચાલન કરવામાં મદદ માટે Facebook કે તૃતીય પક્ષનો ઉપયોગ કરે છે.
પાછા ઉપર જાઓ
અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી
WhatsApp માટે અમારી સેવાઓનું સંચાલન કરવા, તેને પ્રદાન કરવા, બહેતર બનાવવા, સમજવા, વ્યક્તિગત કરવા, સપોર્ટ આપવા અને તેનું માર્કેટિંગ કરવા માટે જ્યારે તમે અમારી સેવાઓ ઇન્સ્ટોલ કરો, પ્રવેશ કરો અથવા તેનો ઉપયોગ કરો તે સહિતની અમુક માહિતી પ્રાપ્ત કરવી અથવા એકત્રિત કરવી આવશ્યક હોય છે. અમે ક્યા પ્રકારની માહિતી પ્રાપ્ત કરીએ છીએ અને એકત્રિત કરીએ છીએ તેનો આધાર તમે કેવી રીતે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો તેના પર રહેલો છે.
અમારી સેવાઓ પહોંચાડવા માટે અમને અમુક નિશ્ચિત માહિતીની જરૂર પડે છે અને તેના વગર અમે તમને અમારી સેવાઓ પ્રદાન કરી શકીશું નહિ. ઉદાહરણ તરીકે, અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટ બનાવવા તમારે તમારો મોબાઈલ ફોન નંબર આપવો આવશ્યક છે.
અમારી સેવાઓમાં વૈકલ્પિક સુવિધાઓ હોય છે અને જો તમે તેનો ઉપયોગ કરો, તો અમારે તે સુવિધાઓ પૂરી પાડવા માટે વધારાની માહિતી એકત્રિત કરવાની જરૂર પડે છે. યોગ્ય લાગે, તો તમને આ પ્રકારની માહિતી એકત્રિત કરવા વિશે સૂચિત કરવામાં આવશે. જો તમે કોઈ સુવિધાનો ઉપયોગ કરવા માટે જરૂરી માહિતી પૂરી પાડવાનું નાપસંદ કરો છો, તો તમે તે સુવિધાનો ઉપયોગ કરી શકશો નહિ. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ડિવાઇસમાંથી તમારા લોકેશનનો ડેટા એકત્રિત કરવાની પરવાનગી નથી આપતા, તો તમે તમારા સંપર્કો સાથે તમારું લોકેશન શેર કરી શકતા નથી. Android અને iOS ડિવાઇસ પર તમારા સેટિંગ મેનુમાંથી પરવાનગીઓનું સંચાલન કરી શકાય છે.
તમે અમને પ્રદાન કરો છો તે માહિતી
- તમારા એકાઉન્ટની માહિતી. WhatsApp એકાઉન્ટ બનાવવા માટે તમારે તમારો મોબાઈલ ફોન નંબર અને મૂળભૂત માહિતી (તમારી પસંદગીના પ્રોફાઇલ નામ સહિત) પ્રદાન કરવી આવશ્યક છે. જો તમે અમને આ માહિતી પ્રદાન નથી કરતા, તો તમે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટ બનાવી શકશો નહિ. તમે તમારા એકાઉન્ટમાં અન્ય માહિતી ઉમેરી શકો છો, જેમ કે પ્રોફાઇલ પિક્ચર અને "વ્યક્તિ વિશે” માહિતી.
- તમારા મેસેજ. તમને અમારી સેવાઓ પ્રદાન કરતી વખતે અમે સામાન્ય રીતે તમારા મેસેજ અમારી પાસે રાખી મૂકતા નથી. તેના બદલે, તમારા મેસેજ તમારા ડિવાઇસ પર સંગ્રહ થાય છે અને સામાન્ય રીતે અમારા સર્વર પર સંગ્રહ થતા નથી. એક વાર તમારા મેસેજ પહોંચાડી દેવામાં આવે, પછી તે અમારા સર્વર પરથી ડિલીટ થઈ જાય છે. નીચે જણાવેલી પરિસ્થિતિઓ એવા સંજોગો વર્ણવે છે કે જેમાં તમારા મેસેજ પહોંચાડવા માટે અમે તેને સંગ્રહ કરી શકીએ:
- નહિ પહોંચેલા મેસેજ. જો કોઈ મેસેજ તાત્કાલિક પહોંચાડી શકાયો નહિ (ઉદાહરણ તરીકે, જો મેસેજ મેળવનાર ઓફલાઇન હોય), તો અમે તેને પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોવાથી તેને કોડમાં ફેરવીને 30 દિવસ સુધી અમારા સર્વર પર રાખીએ છીએ. જો 30 દિવસ પછી પણ મેસેજ પહોંચાડી શકાય નહિ, તો અમે તેને ડિલીટ કરી દઈએ છીએ.
- મીડિયા ફોરવર્ડ કરવું. જ્યારે કોઈ વપરાશકર્તા મેસેજમાં મીડિયા ફોરવર્ડ કરે છે, ત્યારે અમે વધારાના ફોરવર્ડને વધુ કુશળતાપૂર્વક પહોંચાડવામાં સહાય કરવા માટે તે મીડિયાને હંગામી રૂપે કોડમાં ફેરવીને અમારા સર્વર પર સ્ટોર કરીએ છીએ.
- અમે અમારી સેવાઓમાં શરુથી અંત સુધીની સુરક્ષા ઓફર કરીએ છીએ. શરુથી અંત સુધીની સુરક્ષાનો અર્થ થાય છે કે અમે કે તૃતીય પક્ષો તમારો મેસેજ વાંચી ન લે તેનાથી સુરક્ષિત કરવા તેને કોડમાં ફેરવવામાં આવે છે. શરુથી અંત સુધીની સુરક્ષા અને બિઝનેસની WhatsApp પર તમારી સાથે વાતચીત કરવાની રીત વિશે વધુ જાણો.
- તમારા કનેક્શન. જો લાગુ થતા કાયદાની પરવાનગી હોય, તો તમે સંપર્ક અપલોડ કરો સુવિધાનો ઉપયોગ કરી શકો છો અને અમારી સેવાઓનો ઉપયોગ કરનારા લોકો તથા તમારા અન્ય સંપર્કો સહિત તમારી સરનામાની બુકમાંના સંપર્કો ફોન નંબર સહિત નિયમિત રીતે અમને પ્રદાન કરી શકો છો. જો તમારા સંપર્કોમાંથી કોઈપણ અમારી સેવાઓનો ઉપયોગ હજી ન કરતા હોય, તો અમે આ માહિતીનું એવી રીતે સંચાલન કરીશું કે એ વાતની ખાતરી થાય કે તે સંપર્કોની અમને ઓળખ ન થઈ શકે. સંપર્કો અપલોડ કરવાની અમારી સુવિધા વિશે અહીં વધુ જાણો. તમે ગ્રૂપ અને બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી શકો છો, તેમાં જોડાઈ શકો છો અથવા તેમાં ઉમેરાઈ શકો છો તથા આવા ગ્રૂપ અને લિસ્ટ તમારા એકાઉન્ટની માહિતી સાથે સંકળાઈ શકે છે. તમે તમારા ગ્રૂપને નામ આપો છો. તમે ગ્રૂપનું પ્રોફાઇલ પિક્ચર અથવા તેનું વર્ણન પ્રદાન કરી શકો છો.
- સ્ટેટસ વિશેની માહિતી. જો તમે તમારા એકાઉન્ટમાં સ્ટેટસ સામેલ કરવાનું પસંદ કરો, તો અમને તમારું સ્ટેટસ પ્રદાન કરી શકો છો. Android, iPhone અથવા KaiOS પર સ્ટેટસ કેવી રીતે વાપરવું તે શીખો.
- વ્યવહાર અને પેમેન્ટનો ડેટા. જો તમે અમારી પેમેન્ટ સેવાઓનો અથવા ખરીદી કરવા માટે બનાવેલી અમારી સેવાઓનો ઉપયોગ કરો છો અથવા અન્ય નાણાકીય વ્યવહાર કરો છો, તો અમે પેમેન્ટ એકાઉન્ટ અને વ્યવહાર વિશેની માહિતી સહિતની તમારા વિશેની વધારાની માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ. પેમેન્ટ એકાઉન્ટ અને વ્યવહાર વિશેની માહિતીમાં વ્યવહાર પૂર્ણ કરવા માટે જરૂરી માહિતી (ઉદાહરણ તરીકે, તમારી પેમેન્ટની રીત, શિપિંગની વિગતો અને વ્યવહારની રકમ)નો સમાવેશ થાય છે. જો તમે તમારા દેશ અથવા પ્રદેશમાં ઉપલબ્ધ અમારી પેમેન્ટ સેવાઓનો ઉપયોગ કરો છો, તો લાગુ પડતી પેમેન્ટ પ્રાઇવસી પોલિસીમાં અમારી પ્રાઇવસી સંબંધિત રીતોનું વર્ણન આપેલું છે.
- ગ્રાહક માટે મદદ અને અન્ય વાતચીત. જ્યારે તમે ગ્રાહક માટે મદદ અથવા અન્યથા અમારી સાથે વાતચીત કરવા માટે અમારો સંપર્ક કરો છો, ત્યારે તમે તમારા મેસેજની કોપિ, મદદરૂપ લાગતી કોઈ અન્ય માહિતી અને તમારો સંપર્ક કરવાની રીત (દા.ત., ઇમેઇલ એડ્રેસ) સહિત અમારી સેવાઓના તમારા ઉપયોગ સંબંધિત માહિતી અમને પ્રદાન કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે અમને અમારી ઍપના કાર્યપ્રદર્શન કે અન્ય સમસ્યાઓ સંબંધિત માહિતી ધરાવતો ઇમેઇલ મોકલી શકો છો.
આપમેળે એકત્રિત કરવામાં આવતી માહિતી
- વપરાશ અને લોગની માહિતી. અમે અમારી સેવાઓ પરની તમારી પ્રવૃત્તિ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમ કે સેવા સંબંધિત, નિદાન અને કાર્યપ્રદર્શનની માહિતી. આમાં તમારી પ્રવૃત્તિ (અમારી સેવાઓનો ઉપયોગ કરવાની તમારી રીત, તમારી સેવાઓના સેટિંગ, અમારી સેવાઓનો ઉપયોગ કરીને અન્ય લોકો સાથે વાતચીત કરવાની તમારી રીત (તમે કોઈ બિઝનેસ સાથે વાતચીત કરો તે સહિત) અને તમારી પ્રવૃત્તિઓ અને વાતચીતમાં તમારો સમય, આવૃત્તિ અને સમયગાળા સહિત), લોગ ફાઇલો અને નિદાન સંબંધિત, ક્રૅશ, વેબસાઇટ અને કાર્યપ્રદર્શનના લોગ તથા રિપોર્ટ વિશેની માહિતીનો સમાવેશ થાય છે. આમાં તમે ક્યારે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે રજિસ્ટર થયા; અમારી મેસેજિંગ, કોલિંગ, સ્ટેટસ, ગ્રૂપ (ગ્રૂપનું નામ, ગ્રૂપનો ફોટો, ગ્રૂપનું વર્ણન સહિત) જેવી અમારી સુવિધાઓ જે તમે વાપરો છો, પેમેન્ટ અથવા બિઝનેસની સુવિધાઓ; પ્રોફાઇલ ફોટો, “વ્યક્તિ વિશે” માહિતી; તમે ઓનલાઇન છો કે નહિ; તમે છેલ્લે ક્યારે અમારી સેવાઓનો ઉપયોગ કર્યો હતો (તમારું “છેલ્લે જોયું”) અને છેલ્લે તમે ક્યારે તમારી “વ્યક્તિ વિશે” માહિતી અપડેટ કરી હતી તે વિશેની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવે છે.
- ડિવાઇસ અને કનેક્શનની માહિતી. જ્યારે તમે અમારી સેવાઓ ઇન્સ્ટોલ કરો, તેમાં પ્રવેશ કરો અથવા તેનો ઉપયોગ કરો ત્યારે અમે ડિવાઇસ અને કનેક્શનને લગતી માહિતી એકત્રિત કરીએ છીએ. આમાં હાર્ડવેર મોડલ, ઓપરેટિંગ સિસ્ટમની માહિતી, બેટરી લેવલ, સિગ્નલની ક્ષમતા, ઍપનું વર્ઝન, બ્રાઉઝરની માહિતી, મોબાઇલ નેટવર્ક, ફોન નંબર, મોબાઇલ ઓપરેટર કે ISP, ભાષા અને સમય ઝોન, IP એડ્રેસ, ડિવાઇસના કાર્યો સહિત કનેક્શનની માહિતી અને ઓળખકર્તા (એ જ ડિવાઇસ કે એકાઉન્ટ સાથે સંબંધિત Facebook કંપનીની પ્રોડક્ટ સાથે સંકળાયેલા વિશેષ ઓળખકર્તા સહિત)ની માહિતીનો સમાવેશ થાય છે.
- લોકેશનની માહિતી. જ્યારે તમે તમારા સંપર્કો સાથે તમારું લોકેશન શેર કરવાનું નક્કી કરો અથવા નજીકના લોકેશન કે અન્ય લોકોએ તમારી સાથે શેર કરેલા લોકેશન જુઓ, આ પ્રકારની અમારી લોકેશન સંબંધિત સુવિધાઓનો જ્યારે તમે ઉપયોગ કરવાનું નક્કી કરો છો ત્યારે અમે તમારી પરવાનગી સાથે તમારા ડિવાઇસમાંથી લોકેશનની સચોટ માહિતી એકત્રિત કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ. લોકેશન સંબંધિત માહિતી સાથે સંકળાયેલા કેટલાંક ચોક્કસ સેટિંગ છે જેને તમે તમારા ડિવાઇસના સેટિંગ કે ઍપમાંના સેટિંગમાં જોઈ શકો છો, જેમ કે લોકેશન શેર કરવાના સેટિંગ. જો તમે અમારી લોકેશન સંબંધિત સુવિધાઓનો ઉપયોગ નથી કરતા, તો પણ અમે તમારા સામાન્ય લોકેશન (દા.ત.,શહેર અને દેશ)નો અંદાજ કાઢવા માટે IP એડ્રેસ અને ફોન નંબરનો વિસ્તાર કોડ જેવી અન્ય માહિતીનો ઉપયોગ કરીએ છીએ. અમે નિદાન અને સમસ્યા નિવારણના હેતુ માટે પણ તમારા લોકેશનની માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
- કુકી. જે વેબ આધારિત હોય, તમારા અનુભવને બહેતર બનાવતી હોય, અમારી સેવાઓના થતા ઉપયોગને સમજતી હોય અને જેમને વ્ય્કતિગત કરી શકાય તેવી અમારી સેવાઓને પ્રદાન કરવા સહિતની અમારી સેવાઓને ચલાવવા અને પ્રદાન કરવા માટે અમે કુકીનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે વેબ અને ડેસ્કટોપ તથા અન્ય વેબ આધારિત સેવાઓને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે કુકીનો ઉપયોગ કરીએ છીએ. અમારા મદદ કેન્દ્રના કયા લેખ સૌથી વધુ લોકપ્રિય છે તે સમજવા માટે અને અમારી સેવાઓથી સંબંધિત એકદમ તાજેતરનું કન્ટેન્ટ બતાવવા માટે પણ અમે કુકીનો ઉપયોગ કરી શકીએ. વધુમાં, અમે તમારી ભાષાની પસંદગીઓ, જેવી તમારી પસંદગીઓને યાદ રાખવા માટે, સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવા અને અન્યથા તમારા માટે અમારી સેવાઓને કસ્ટમાઇઝ કરવા માટે કુકીનો ઉપયોગ કરી શકીએ છીએ. તમને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે કુકીનો ઉપયોગ કરવાની અમારી રીતે વિશે વધુ જાણો.
તૃતીય પક્ષની માહિતી
- અન્ય લોકો તમારા વિશે પ્રદાન કરે છે તે માહિતી. અમે અન્ય વપરાશકર્તાઓ તરફથી તમારા વિશેની માહિતી પ્રાપ્ત કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ઓળખતા હો તેવા અન્ય વપરાશકર્તાઓ અમારી સેવાઓનો ઉપયોગ કરે, ત્યારે તેઓ તમારો ફોન નંબર, નામ અને અન્ય માહિતી (જેમ કે તેમની મોબાઇલ સરનામા બુકમાંની માહિતી) પ્રદાન કરી શકે, એવી જ રીતે જેમ તમે તેમની માહિતી પ્રદાન કરી શકો. તેઓ તમને મેસેજ મોકલી શકે, તમે જે ગ્રૂપમાં હો તેને મેસેજ મોકલી શકે કે તમને કૉલ પણ કરી શકે. અમને કોઈપણ માહિતી પ્રદાન કરતાં પહેલાં આ દરેક વપરાશકર્તાઓ પાસે તમારી માહિતીને કાયદેસર રીતે એકત્રિત કરવાનો, તેનો ઉપયોગ કરવાનો અને તેને શેર કરવાનો અધિકાર હોય એ અમારા માટે જરૂરી છે.
તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સામાન્ય રીતે કોઈપણ વપરાશકર્તા તમારી ચેટ કે મેસેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરી શકે છે અથવા તેમની સાથેના તમારા કૉલને રેકોર્ડ કરી શકે છે અને તેને WhatsApp કે અન્ય કોઈને મોકલી શકે છે અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શકે છે. - વપરાશકર્તા દ્વારા જાણ કરવી. જે રીતે તમે અન્ય વપરાશકર્તાઓની જાણ કરી શકો છો, અન્ય વપરાશકર્તાઓ કે તૃતીય પક્ષ પણ અમારી સેવાઓ પર તેમની સાથેની કે અન્ય લોકો સાથેની તમારી વાતચીતો અને મેસેજની જાણ કરવાનું પસંદ કરી શકે છે; ઉદાહરણ તરીકે, અમારી સેવાઓ કે પોલિસીના શક્યત: ઉલ્લંઘનની જાણ કરવી. જ્યારે જાણ કરવામાં આવે છે, અમે જાણ કરનાર વપરાશકર્તા અને જેની જાણ કરવામાં આવી હોય તે વપરાશકર્તા એમ બન્નેની માહિતી એકત્રિત કરીએ છીએ. જ્યારે કોઈ વપરાશકર્તાની જાણ કરવામાં આવે છે ત્યારે શું થાય છે તે વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને "એડવાન્સ સલામતી અને સુરક્ષાની સુવિધાઓ" અહીં જુઓ.
- WhatsApp પર બિઝનેસ. અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમે જે બિઝનેસ સાથે વાતચીત કરો છો, તેઓ તમારી સાથેની તેમની વાતચીતોની માહિતી અમને પ્રદાન કરી શકે છે. અમારી માટે જરૂરી છે કે આ બિઝનેસમાંથી દરેક અમને માહિતી પ્રદાન કરતી વખતે લાગુ પડતા કાયદાનું પાલન કરતા હોય. જ્યારે તમે WhatsApp પર કોઈ બિઝનેસને મેસેજ કરો, મહત્ત્વનું છે કે તમે ધ્યાનમાં રાખો કે તમે શેર કરો છો તે કન્ટેન્ટ તે બિઝનેસના વિવિધ લોકો જોઈ શકે છે. વધુમાં, કેટલાક બિઝનેસ તેમના ગ્રાહકો સાથેની તેમની વાતચીતને સંચાલિત કરવામાં મદદ મળી રહે તે માટે તૃતીય પક્ષના સેવા પ્રદાતાઓ (જેમાં Facebook સામેલ હોઈ શકે) સાથે કામ કરતા હોઈ શકે. ઉદાહરણ તરીકે, કોઈ બિઝનેસે તેની વાતચીત મોકલવા, સંગ્રહ કરવા, વાંચવા, સંચાલિત કરવા કે અન્યથા પોતાના બિઝનેસ માટે તેમની પ્રક્રિયા કરવા માટે આ પ્રકારના તૃતીય પક્ષના સેવા પ્રદાતાને તેમના વાતચીતમાં પ્રવેશની પરવાનગી આપી હોઈ શકે.
કોઈ બિઝનેસ તમારી માહિતીને તૃતીય પક્ષ કે Facebook સાથે તમારી માહિતી શેર કરતા હોઈ શકે તે બાબત સહિત, તે બિઝનેસ તમારી માહિતી પર કેવી રીતે પ્રક્રિયા કરે છે તે સમજવા માટે તમારે તે બિઝનેસની પ્રાઇવસી પોલિસીની સમીક્ષા કરવી જોઈએ અથવા સીધો જ તેમનો સંપર્ક કરવો જોઈએ. - તૃતીય પક્ષના સેવા પ્રદાતા. અમે અમારી સેવાઓનું સંચાલન કરવામાં, પ્રદાન કરવામાં, તેમને બહેતર બનાવવામાં, સમજવામાં, વ્યક્તિગત કરવામાં, સપોર્ટ કરવામાં અને તેમનું માર્કેટિંગ કરવામાં મદદ મળી રહે તે માટે તૃતીય પક્ષના સેવા પ્રદાતા અને અન્ય Facebook કંપની સાથે કામ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમારી ઍપ્લિકેશનોનું વિતરણ કરવા; અમારું ટેક્નિકલ અને ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિલીવરી અને અન્ય સિસ્ટમ પ્રદાન કરવા; એન્જિનિયરિંગ સપોર્ટ, સાઇબર સિક્યુરિટી સપોર્ટ અને સંચાલકીય સપોર્ટ પ્રદાન કરવા; લોકેશન, નકશો અને જગ્યાઓની માહિતી પૂરી પાડવા; પેમેન્ટની પ્રક્રિયા કરવા; લોકો અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે તે સમજવામાં મદદ મેળવવા; અમારી સેવાઓનું માર્કેટિંગ કરવા; અમારી સેવાઓનો ઉપયોગ કરીને તમને બિઝનેસ સાથે જોડવામાં મદદ કરવા; અમારી માટે સર્વેક્ષણ અને સંશોધનો કરવા; સુરક્ષા, સલામતી અને સંકલનની ખાતરી કરવા અને ગ્રાહક સેવા વડે મદદ કરવા માટે અમે તેમની સાથે કામ કરીએ છીએ. આ કંપનીઓ અમને ચોક્કસ સંજોગોમાં તમારા વિશેની માહિતી પ્રદાન કરી શકે છે; ઉદાહરણ તરીકે, App Store અમને સમસ્યાઓનું નિદાન કરવા અને તેનો ઉકેલ લાવવા માટે મદદ કરવા રિપોર્ટ પ્રદાન કરી શકે છે.
નીચે આપેલો "અન્ય Facebook કંપની સાથે કામ કરવાની અમારી રીત" વિભાગ WhatsApp કેવી રીતે માહિતી એકત્રિત કરે છે અને તેને અન્ય Facebook કંપની સાથે શેર કરે છે તેની માહિતી પ્રદાન કરે છે. તમે Facebook કંપની સાથે કામ કરવાની અમારી રીત વિશે અમારા મદદ કેન્દ્રમાંથી પણ વધુ જાણી શકો છો. - તૃતીય પક્ષની સેવાઓ. અમે તમને તૃતીય પક્ષની સેવાઓ અને Facebook કંપનીની પ્રોડક્ટ સાથે જોડાયેલી અમારી સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપીએ છીએ. જો તમે આ પ્રકારની તૃતીય પક્ષની સેવાઓ કે Facebook કંપનીની પ્રોડક્ટ સાથે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, તો અમે તેમના તરફથી તમારા વિશે માહિતી પ્રાપ્ત કરી શકીએ; ઉદાહરણ તરીકે, જો તમે અમારી સેવાઓ પર તમારા WhatsApp સંપર્કો, ગ્રૂપ કે બ્રોડકાસ્ટ લિસ્ટ સાથે કોઈ સમાચારનો લેખ શેર કરવા માટે કોઈ સમાચાર સેવા પર WhatsApp શેર બટનનો ઉપયોગ કરો છો અથવા જો તમે કોઈ મોબાઇલ સેવા પ્રદાતા કે ડિવાઇસ પ્રદાતા દ્વારા અમારી સેવાઓના કરાતા પ્રચાર મારફતે અમારી સેવાઓનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો. કૃપા કરીને નોંધ લો કે જ્યારે તમે તૃતીય પક્ષની સેવાઓ કે Facebook કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરો છો, ત્યારે તેમની પોતાની શરતો અને પ્રાઇવસી પોલિસી તે સેવાઓ અને પ્રોડક્ટના તમારા વપરાશનું સંચાલન કરશે.
પાછા ઉપર જાઓ
માહિતીનો ઉપયોગ કરવાની અમારી રીત
અમારી સેવાઓનું સંચાલન કરવા, તેમને પ્રદાન કરવા, તેમને બહેતર બનાવવા, સમજવા, વ્યક્તિગત કરવા, તેમને સપોર્ટ કરવા અને તેમનું માર્કેટિંગ કરવા માટે અમે અમારી પાસે હોય તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ (તમારી પસંદગીઓ અને લાગુ પડતા કાયદાને આધીન). આ રહી તેની રીત:
- અમારી સેવાઓ. અમે ગ્રાહક માટે મદદ પ્રદાન કરવા, ખરીદીઓ કે વ્યવહાર પૂર્ણ કરવા અને અમારી સેવાઓ બહેતર બનાવવા, તેને ઠીક કરવા અને વ્યક્તિગત કરવા સહિત અમારી સેવાઓનું સંચાલન કરવા અને તેમને પ્રદાન કરવા માટે અમારી પાસે હોય તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ. અમે લોકોની અમારી સેવાઓનો ઉપયોગ કરવાની રીતને સમજવા; અમારી સેવાઓનું મૂલ્યાંકન કરવા અને તેને બહેતર બનાવવા; નવી સેવાઓ અને સુવિધાઓ વિશે સંશોધન કરવા, વિકસાવવા અને તેમનું પરીક્ષણ કરવા અને સમસ્યા નિવારણની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પણ અમારી પાસે હોય તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ. તમે જ્યારે અમારો સંપર્ક કરો છો ત્યારે અમે તમને પ્રતિસાદ આપવા માટે પણ તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
- સલામતી, સુરક્ષા અને અખંડિતતા. સલામતી, સુરક્ષા અને અખંડિતતા અમારી સેવાઓના અભિન્ન અંગો છે. અમે એકાઉન્ટ અને પ્રવૃત્તિની ખાતરી કરવા; હાનિકારક આચરણ સામે લડવા, વપરાશકર્તાઓને ખરાબ અનુભવો અને સ્પામ સામે રક્ષણ પૂરું પાડવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ કે અમારી શરતો અને પોલિસીના ઉલ્લંઘનોની તપાસ કરીને અમારી સેવાઓ પર સમયાંતરે સલામતી, સુરક્ષા અને અખંડતાનો પ્રચાર કરવા માટે અમારી પાસે હોય તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ. કૃપા કરીને વધારે માહિતી માટે નીચે આપેલો "કાયદો, અમારા અધિરકારો અને રક્ષણ" વિભાગ જુઓ.
- અમારી સેવાઓ અને Facebook કંપની વિશે અમારી વાતચીતો. અમે તમારી સાથે અમારી સેવાઓ વિશે વાતચીત કરવા અને અમારી શરતો અને પોલિસી તથા અન્ય મહત્ત્વની અપડેટ વિશે તમને જણાવવા માટે અમારી પાસે હોય તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ. અમે તમને અમારી અને Facebook કંપનીની સેવાઓ માટે માર્કેટિંગ પ્રદાન કરી શકીએ. કૃપા કરીને વધુ માહિતી માટે, "તમારા અધિકારોનો ઉપયોગ કરવાની તમારી રીત" વિભાગ જુઓ.
- કોઈ તૃતીય પક્ષની બેનર જાહેરાતો નહીં. અમે હજી પણ અમારી સેવાઓ પર તૃતીય પક્ષની બેનર જાહેરાતોને મંજૂરી આપતા નથી. તેમને રજૂ કરવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી, પણ જો અને ક્યારેય તેવું કરીએ, તો અમે પ્રાઇવસી પોલિસીમાં તેને અપડેટ કરીશું.
- બિઝનેસ સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ. અમે તમને અને બિઝનેસ જેવા તૃતીય પક્ષોને અમારી સેવાઓનો ઉપયોગ કરીને એકબીજા સાથે વાતચીત કરવા અને ક્રિયાપ્રતિક્રિયા કરવાની મંજૂરી આપીએ છીએ, જેમ કે અમારી બિઝનેસ માટે WhatsApp પર કેટલોગ સેવા કે જ્યાં તમે પ્રોડક્ટ અને સેવાઓ વિશે વાંચી શકો છો અને ઓર્ડર આપી શકો છો. બિઝનેસ તમને વ્યવહાર, મળવાનો સમય અને શિપિંગના નોટિફિકેશન; પ્રોડક્ટ અને સેવાની અપડેટ અને માર્કેટિંગ મોકલી શકે. ઉદાહરણ તરીકે, તમે આગામી યાત્રા માટે ફ્લાઇટના સ્ટેટસની માહિતી, તમે ખરીદી હોય તે કોઈ વસ્તુ માટેની રસીદ અથવા કોઈ વસ્તુની ડિલિવરી ક્યારે કરવામાં આવશે તેના નોટિફિકેશન મેળવી શકો. કોઈ બિઝનેસ તરફથી તમે પ્રાપ્ત કરો છો તે મેસેજમાં કદાચ તમારી રૂચી હોય તેવી વસ્તુ માટેની ઓફર સામેલ હોઈ શકે છે. અમે તમને કોઈ સ્પામનો અનુભવ કરાવવા નથી માગતા; તમારા બધા મેસેજની જેમ જ, તમે આ વાતચીતને સંચાલિત કરી શકો છો અને અમે તમારી પસંદગીઓનો આદર કરીશું.
- મેસેજિંગ મેટાડેટા. મેસેજિંગ મેટાડેટા એ માહિતી ધરાવે છે કે જેની તમારા મેસેજ કે કૉલને પહોંચાડવા માટે અમે પ્રક્રિયા કરીએ છીએ અને તેમાં તમારું વપરાશકર્તા આઇડી અને મેસેજ મોકલ્યાનો સમય જેવી માહિતી સામેલ હોય છે. અમે મેસેજિંગ મેટાડેટાનો ઉપયોગ વાતચીત મોકલવા, અમારી સેવાઓનું સંચાલન કરવા (સામાન્ય ટ્રાફિકનું સંચાલન અને તેની રોકથામ, નિષ્ફળતાની શોધ, તપાસ અને તેમાં સુધારો કરવા સહિત), અમારી સેવાઓની સલામતી અને સુરક્ષાની ખાતરી કરવા (કે જેમાં તેમની ઉપલબ્ધતા, પ્રમાણિતતા, અખંડતા અને ગોપનીયતા સામેલ હોય છે અને ખાસ કરીને સુરક્ષા ભંગની રોકથામ, શોધ, તપાસ અને તેમાં સુધારો, સ્પામ, ભેદ્યતા, માલવેર અને સેવાઓના અનધિકૃત ઉપયોગ કે તેમાં પ્રવેશ કરવાનું સામેલ હોય છે), બિલિંગ માટે (જ્યાં લાગુ હોય ત્યાં) અને લાગુ પડતા કાયદા હેઠળ કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે કરીએ છીએ.
પાછા ઉપર જાઓ
તમે અને અમે શેર કરીએ છીએ તે માહિતી
તમે અમારી સેવાઓનો ઉપયોગ કરતા હોવાથી અને તેમની મારફતે વાતચીત કરતાં હોવાથી તમારી માહિતી શેર કરો છો અને અમે અમારી સેવાઓનું સંચાલન કરવામાં, તેમને પ્રદાન કરવામાં, બહેતર બનાવવામાં, સમજવામાં, વ્યક્તિગત કરવામાં, સપોર્ટ કરવામાં અને તેનું માર્કેટિંગ કરવામાં અમને મદદ મળી રહે તે માટે તમારી માહિતી શેર કરીએ છીએ.
- તમે જેની સાથે વાતચીત કરવા માગતા હો તેમને તમારી માહિતી મોકલો. તમે અમારી સેવાઓનો ઉપયોગ કરતા હોવાથી અને તેની મારફતે વાતચીત કરતા હોવાથી (મેસેજ સહિતની) તમારી માહિતી શેર કરો છો.
- તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતી. અમારી સેવાઓનો ઉપયોગ કરનારી કોઈપણ વ્યક્તિ માટે તમારો ફોન નંબર, પ્રોફાઇલ નામ અને ફોટો, “વ્યક્તિ વિશે” માહિતી, છેલ્લે જોયુંની માહિતી અને મેસેજ વાંચ્યાની માહિતી ઉપલબ્ધ હોય છે, તેમ છતાં તમે જે બિઝનેસ સાથે વાતચીત કરો છો તે માહિતી સહિત તમે અન્ય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હોય તેવી ચોક્કસ માહિતીને સંચાલિત કરવા માટે તમારી સેવાઓના સેટિંગ ગોઠવી શકો છો.
- તમારા સંપર્કો અને અન્ય લોકો. બિઝનેસ સહિતના વપરાશકર્તાઓ કે જેમની સાથે તમે વાતચીત કરો છો તેઓ અમારી સેવાઓ પર અને અન્ય જગ્યાઓ પર સમયાંતરે તમારી માહિતી (તમારો ફોન નંબર અને મેસેજ સહિત) સંગ્રહ કરી શકે છે કે અન્ય લોકો સાથે ફરીથી શેર કરી શકે છે. તમારે અમારી સેવાઓ પર કોની સાથે વાતચીત કરવી છે અને કેટલી ચોક્કસ માહિતી શેર કરવી છે તેનું સંચાલન કરવા માટે તમે તમારી સેવાઓના સેટિંગ અને અમારી સેવાઓમાં ઉપલબ્ધ “સંપર્ક તોડો” સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
- WhatsApp પર બિઝનેસ. અમે બિઝનેસને વિશિષ્ટ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડીએ છીએ, જેમ કે અમારી સેવાઓના તેમના વપરાશ વિશેના મેટ્રિક્સ પ્રદાન કરવા.
- તૃતીય પક્ષના સેવા પ્રદાતા. અમે અમારી સેવાઓનું સંચાલન કરવામાં, પ્રદાન કરવામાં, તેમને બહેતર બનાવવામાં, સમજવામાં, વ્યક્તિગત કરવામાં, સપોર્ટ કરવામાં અને તેમનું માર્કેટિંગ કરવામાં મદદ મળી રહે તે માટે તૃતીય પક્ષના સેવા પ્રદાતા અને અન્ય Facebook કંપની સાથે કામ કરીએ છીએ. અમે ટેક્નિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિલિવરી અને અન્ય સિસ્ટમ પ્રદાન કરવા; અમારી સેવાઓનું માર્કેટિંગ કરવા; અમારા માટે સર્વેક્ષણો અને સંશોધનો હાથ ધરવા; વપરાશકર્તાઓ અને અન્ય લોકોની સમાલતી, સુરક્ષા અને અખંડિતતાનું રક્ષણ કરવા અને ગ્રાહક સેવામાં સહાય કરવા જેવી અમારી સેવાઓને સપોર્ટ કરવા માટે આ કંપનીઓ સાથે કામ કરીએ છીએ. અમે જ્યારે આ રીતે તૃતીય પક્ષના સેવા પ્રદાતા અને અન્ય Facebook કંપની સાથે માહિતી શેર કરીએ છીએ, ત્યારે અમારી માટે એ જરૂરી હોય છે કે તેઓ અમારા વતી અમારા સૂચનો અને શરતો અનુસાર તમારી માહિતીનો ઉપયોગ કરે. Facebook કંપની અમારી સેવાઓનું સંચાલન કરવામાં અને તેમને પ્રદાન કરવામાં કેવી રીતે અમને મદદ કરે છે તેના વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને નીચે "અન્ય Facebook કંપનીઓ સાથે કામ કરવાની અમારી રીત" જુઓ. તમે Facebook કંપનીઓ સાથે કામ કરવાની અમારી રીત વિશે અમારા મદદ કેન્દ્રમાંથી પણ વધુ જાણી શકો છો.
- તૃતીય પક્ષની સેવાઓ. જ્યારે તમે કે અન્ય લોકો તૃતીય પક્ષની સેવાઓ કે અન્ય Facebook કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરો છો કે જે અમારી સેવાઓ સાથે એકીકૃત હોય છે, ત્યારે તે તૃતીય પક્ષની સેવાઓ તમે કે અન્ય લોકો તમારી સાથે શું શેર કરે છે તે વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે અમારી સેવાઓ સાથે એકીકૃત (જેમ કે iCloud કે Google ડ્રાઇવ) ડેટાનો બેકઅપ નકલ લેવાની સેવાનો ઉપયોગ કરો છો, તો તેઓ એ માહિતી પ્રાપ્ત કરશે જે તમે તેમની સાથે શેર કરો છો, જેમ કે તમારા WhatsApp મેસેજ. જો તમે અમારી સેવાઓ મારફતે લિંક કરેલી તૃતીય પક્ષની સેવા કે અન્ય Facebook કંપનીની પ્રોડક્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો, જેમ કે તમે કોઈ તૃતીય પક્ષના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ચલાવવા માટે ઍપમાંના પ્લેયરનો ઉપયોગ કરો, તો તમારું IP એડ્રેસ અને એ હકીકત કે તમે WhatsAppના વપરાશકર્તા છો તેવી માહિતી આવા તૃતીય પક્ષ કે Facebook કંપનીની પ્રોડક્ટને પ્રદાન કરવામાં આવી શકે. કૃપા કરીને નોંધ લો કે જ્યારે તમે તૃતીય પક્ષની સેવાઓ કે અન્ય Facebook કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરો છો, ત્યારે તેમની પોતાની શરતો અને પ્રાઇવસી પોલિસી તે સેવાઓ અને પ્રોડક્ટના તમારા વપરાશનું સંચાલન કરશે.
પાછા ઉપર જાઓ
અન્ય Facebook કંપની સાથે કામ કરવાની અમારી રીત
Facebook કંપનીના ભાગ તરીકે, WhatsApp સમગ્ર Facebook કંપનીની પ્રોડક્ટ પર સલામતી, સુરક્ષા અને અખંડતાનો પ્રચાર કરવા માટે અન્ય Facebook કંપની પાસેથી માહિતી મેળવે છે અને તેમની સાથે માહિતી શેર કરે છે, દા.ત., સ્પામ, જોખમ, દુરુપયોગ કે ઉલ્લંઘનની પ્રવૃત્તિ સામે લડત આપવી.
અમને અમારી સેવાઓનું સંચાલન કરવામાં, પ્રદાન કરવામાં, તેમને બહેતર બનાવવામાં, સમજવામાં, વ્યક્તિગત કરવામાં, સપોર્ટ કરવામાં અને તેમનું માર્કેટિંગ કરવામાં મદદ મળી રહે તે માટે WhatsApp અમારા વતી કામ કરતી અન્ય Facebook કંપનીઓ સાથે કામ પણ કરે છે અને તેમની સાથે માહિતી પણ શેર કરે છે. આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટર, ટેક્નોલોજી અને સિસ્ટમની જોગવાઈ પણ સામેલ હોય છે, દા.ત., દુનિયાભરમાં તમને ઝડપી અને વિશ્વસનીય મેસેજિંગ અને કૉલ પ્રદાન કરવા માટે; ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિલિવરી સિસ્ટમ બહેતર બનાવવા માટે; અમારી સેવાઓના થતા ઉપયોગની રીત સમજવા માટે; બિઝનેસ સાથે કનેક્ટ થવાનો તમને રસ્તો બતાવવામાં મદદ કરવા માટે અને સિસ્ટમની સુરક્ષા માટે. જ્યારે અમે Facebook કંપનીઓ પાસેથી સેવાઓ પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે તેમની જોડે અમે શેર કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ WhatsApp વતી અને અમારી સૂચનાઓ અનુસાર કરવામાં આવે છે. આના આધારે WhatsApp શેર કરે છે તેવી કોઈપણ માહિતીનો ઉપયોગ Facebook કંપનીઓના પોતાના હેતુઓ માટે કરી શકાતો નથી.
WhatsAppની Facebook કંપની સાથે કામ કરવાની રીત વિશેની વધુ માહિતી અમારા મદદ કેન્દ્રમાં નિર્ધારિત કરેલી છે.
પાછા ઉપર જાઓ
ડેટાની પ્રક્રિયા કરવા માટેનો અમારો કાનૂની આધાર
ડેટા સુરક્ષાના લાગુ પડતા કાયદા અનુસાર, કંપની પાસે ડેટા પર પ્રક્રિયા કરવા માટે કાનૂની આધાર હોવો જરૂરી છે. અમે આ પ્રાઇવસી પોલિસીમાં જણાવવામાં આવેલા વિવિધ હેતુઓ માટે તમારા ડેટા પર પ્રક્રિયા કરવા જુદાજુદા કાનૂની આધાર પર આધાર રાખીએ છીએ. નીચે સમજાવ્યા અનુસાર, સંજોગોના આધારે અને એ જ સમાન હેતુ માટે તમારા ડેટા પર પ્રક્રિયા કરતી વખતે જુદાજુદા કાનૂની આધાર પર આધાર રાખી શકીએ. નીચે આપેલા દરેક કાનૂની આધાર માટે, અમે પ્રક્રિયા કરવાના અમારા હેતુઓ (કેમ અમે તમારી માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ)નું અને પ્રક્રિયા કરવાના અમારા કાર્યસંચાલનો (તમારા ડેટા પર પ્રક્રિયા કરવાની અમારી રીત, દા.ત., અમે તમારી પાસેથી માહિતી એકત્રિત કરીએ છીએ અને તમારું એકાઉન્ટ બનાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ)નું વર્ણન કરીએ છીએ. અમે દરેક હેતુ માટે અમે તમારા જે ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ તેની કેટેગરીનું લિસ્ટ પણ બનાવીએ છીએ.
અમે કયા કાનૂની આધારનો ઉપયોગ કરીએ છીએ તેના આધારે તમારી પાસે ચોક્કસ અધિકારો પણ હોય છે અને અમે નીચે તેમને સમજાવ્યા પણ છે. તમારે એ જાણવું જોઈએ કે કોઈપણ કાનૂની આધાર લાગુ પડતો હોય, તમારી પાસે હંમેશાં તમારા ડેટા સુધી પહોંચવાનો, તેમાં સુધારો કરવાનો અને તેને દૂર કરવાનો અધિકાર હોય છે. તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટે, નીચે "તમારા અધિકારોનો ઉપયોગ કરવાની તમારી રીત" વિભાગ જુઓ.
અમે "અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી" વિભાગમાં જણાવવામાં આવેલી માહિતી એકત્રિત કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ અને તેને શેર કરીએ છીએ:
- અમારી શરતોના "અમારી સેવાઓ" વિભાગમાં જણાવ્યા અનુસાર, જરૂર જણાય તો મેસેજિંગ અને વાતચીત સેવાઓનું સંચાલન કરવા અને પ્રદાન કરવા માટે. અહીં વધુ જાણો;
- જ્યાં લાગુ પડતું હોય, (જ્યાં કાનૂની રીતે સંમતિ જરૂરી હોય તે સહિત), જો તમે તમારી સંમતિ આપી હોય, તો તમે ગમે ત્યારે તે પાછી ખેંચી શકો છો. અહીં વધુ જાણો;
- કાયદાકીય જવાબદારીઓનું પાલન કરવા માટે જરૂરી છે જેમ કે જ્યારે અમને કાયદાના અમલીકરણ માટેની કાનૂની વિનંતીનો જવાબ આપવો જરૂરી છે. અહીં વધુ જાણો;
- જ્યારે જરૂર જણાય ત્યારે, તમારા અથવા અન્ય લોકોના મહત્ત્વનાં હિતોનું રક્ષણ કરવા જેમ કે કટોકટીના કિસ્સામાં જ્યાં તમારા કે કોઈ બીજાના જીવને જોખમ હોય. અહીં વધુ જાણો;
- અમારા (અથવા અન્ય લોકોના) કાયદેસરના હિતો માટે જરૂરી હોય, જેમાં અમારા વપરાશકર્તાઓ અને ભાગીદારોને નવીન, એકદમ તાજેતરની, સુરક્ષિત અને લાભદાયી સુવિધાઓ પ્રદાન કરવામાં રહેલા અમારા હિતો સહિત, સિવાય કે એવા હિતો જે વ્યક્તિગત ડેટાની સુરક્ષા માટે આવશ્યક એવા તમારા હિતો કે મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્ય પર આધિપત્ય ધરાવતા હોય; ઉદાહરણ તરીકે, હાનિકારક કે ગેરકાનૂની પ્રવૃત્તિ માટે અમારી સેવાઓનો થઈ રહેલો ઉપયોગ રોકવો. અહીં વધુ જાણો;
- જ્યારે તે જાહેર હિતમાં જરૂરી હોય. અહીં વધુ જાણો.
જેની માટે અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ અને તેવું કરવા માટે અમારી પાસે કાનૂની આધાર છે તેવી રીતો અને હેતુઓ વિશે અહીં વધુ જાણો.
પાછા ઉપર જાઓ
તમારી માહિતી પર પ્રક્રિયા કરવાની અમારી રીત
શરતો અનુસાર સેવાની જોગવાઈ
તમારી સાથે અમારો કરાર (શરતો) કરવાનું જરૂરી હોવાથી અમે અમારી પાસે રહેલા તમારા ડેટા પર ("અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી" વિભાગમાં જણાવ્યા અનુસાર) પ્રક્રિયા કરીએ છીએ. અમે જે ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ તેની કેટેગરી તમે જે ડેટા પ્રદાન કરવાનું પસંદ કરો છો તેના પર અને જે રીતે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો તેની પર આધાર રાખશે (જે અમે આપમેળે કેવી માહિતી એકત્રિત કરીએ છીએ તે નિર્ધારિત કરેલ છે). અમારા કરારની સેવાઓ પ્રદાન કરવા માટે ડેટા પર પ્રક્રિયા કરવાના હેતુઓ આ પ્રમાણે છે:
કેમ અને કેવી રીતે અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ:
- અમારી શરતોના "અમારી સેવાઓ" વિભાગમાં જણાવ્યા અનુસાર અમારી સેવાઓનું સંચાલન કરવા, તેમને પ્રદાન કરવા, બહેતર બનાવવા, વ્યક્તિગત કરવા અને તેમને સપોર્ટ કરવા માટે, જેમાં બિઝનેસ સહિતના અન્ય WhatsApp વપરાશકર્તાઓ સાથે કનેક્ટ થવા અને વાતચીત કરવા માટેની રીતો તમને પ્રદાન કરવાનો પણ સમાવેશ થાય છે. આમાં WhatsApp એકાઉન્ટ બનાવવા માટે તમારી પાસેથી માહિતી એકત્રિત કરવી, તમને WhatsApp મારફતે જેમનો સંપર્ક કરી શકાય તેવા બિઝનેસ સાથે કનેક્ટ કરવા, તમારા દ્વારા અમારી સેવાઓના ઉપયોગનું વિશ્લેષણ કરવું અને જો તમે તમારું એકાઉન્ટ બંધ કરવા માગો છો, તો કોઈ સમસ્યા કે ડેટા ડિલીટ કરવાના પ્રતિસાદમાં ગ્રાહક માટે મદદ પ્રદાન કરવાનો પણ સમાવેશ થાય છે.
- વાતચીતના પ્રસારણ માટે; સેવાઓના કાર્યસંચાલન માટે અમે મેસેજિંગ મેટાડેટાનો ઉપયોગ કરીએ છીએ, જેમાં સામાન્ય ટ્રાફિક સંચાલન અને નિષ્ફળતાની રોકથામ કરવી, તેને શોધી કાઢવી, તેની તપાસ કરવી અને તેને ઠીક કરવી તથા લાગુ પડતું હોય ત્યાં બિલિંગના હેતુ માટે ઉપયોગ કરવાનું સામેલ હોય છે.
- ઉદાહરણ તરીકે, એક કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ કરતા સ્પામર સામે પગલાં લઈને અમારી સેવાઓની સલામતી, સુરક્ષા અને અખંડિતતાની ખાતરી કરવા માટે. અમારી સેવાઓના ગેરકાનૂની રીતે થઈ રહેલા ઉપયોગને અટકાવવા માટે આવું કરવામાં એકાઉન્ટ બનાવતી વખતે તમે પ્રદાન કરેલા ડેટાની ચકાસણી કરવી અથવા તમારા એકાઉન્ટ સંબંધિત કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિનું વિશ્લેષણ કરવાનું સામેલ થઈ શકે.
- અમે અમારી સેવાઓની સલામતી અને સુરક્ષાની ખાતરી કરવા માટે મેસેજિંગ મેટાડેટાનો ઉપયોગ કરીએ છીએ, જેમાં તેમની ઉપલબ્ધતા, પ્રમાણિતતા, અખંડતા અને ગોપનીયતા અને ખાસ કરીને સુરક્ષા ભંગ, ભેદ્યતા, માલવેરની રોકથામ, તેને શોધી કાઢવું, તેની તપાસ કરવી અને ઠીક કરવું તથા એવા પરિબળો કે જે નકારાત્મક રીતે અમારી સેવાઓની ઉપલબ્ધતાને અસર કરતા હોય જેમ કે સ્પામ કે સેવાઓના વપરાશ અથવા વપરાશકર્તાના ડિવાઇસનો અનઅધિકૃત પ્રવેશની પરવાનગી આપવાનું સામેલ હોય છે. વધુ જાણવા માટે, WhatsAppની સુરક્ષા પેજની મુલાકાત લો.
- તમારા ડેટાને તૃતીય દેશમાં ટ્રાન્સફર કે પ્રસારીત કરવો, તેને સંગ્રહ કરવો કે તેની પર પ્રક્રિયા કરવી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ અથવા "અમારા વૈશ્વિક કાર્યસંચાલનો" હેઠળ સમજાવવામાં આવ્યા છે તેવા પ્રદેશોનો સમાવેશ થાય છે.
- અપડેટ વિશે તમને નોટિફિકેશન મોકલવા કે જ્યારે તમે અમારો સંપર્ક કરો ત્યારે તમને પ્રતિસાદ આપવા જેવી સેવા સંબંધિત સમસ્યાઓ માટે તમારી સાથે વાતચીત કરવા.
- ઉપયોગમાં લેવાતા ડેટા પ્રકારો: અમે આ હેતુ માટે આ પ્રાઇવસી પોલિસીના "તમે પ્રદાન કરો છો તે માહિતી" વિભાગમાં વર્ણવેલ માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
આમાંથી પ્રત્યેક હેતુની સમજૂતી વિગતવાર રીતે "માહિતીનો ઉપયોગ કરવાની અમારી રીત" અને "અમારા વૈશ્વિક કાર્યસંચાલનો" હેઠળ આપવામાં આવી છે. GDPR હેઠળ તમારી સાથે કરાર કરવા માટે જ્યારે આવશ્યકતા અનુસાર તમે અમને પ્રદાન કરેલા ડેટા પર અમે પ્રક્રિયા કરીએ છીએ, ત્યારે તમે તમારો ડેટા પોર્ટ કરવાનો અધિકાર ધરાવો છો. તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટે, પ્રાઇવસી પોલિસીના "તમારા અધિકારોનો ઉપયોગ કરવાની તમારી રીત" વિભાગની મુલાકાત લો.
અમુક ચોક્કસ કિસ્સાઓમાં તમારા ડેટા પર પ્રક્રિયા કરતી વખતે અમે જે અન્ય કાનૂની આધારો પર આધાર રાખીએ છીએ તે આ પ્રમાણે છે:
તમારી સંમતિ
જ્યારે તમે અમને તમારા ડેટા પર પ્રક્રિયા કરવાની મંજૂરી આપો છો, ત્યારે અમે નીચે જણાવેલા હેતુઓ માટે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ. અમે તમારી સંમતિ પર આધાર રાખીએ છીએ:
કેમ અને કેવી રીતે અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ:
તમે ચાલુ કરેલા ડિવાઇસ આધારિત સેટિંગ મારફતે તમે અમને પ્રાપ્ત કરવાની મંજૂરી આપો છો તેવી માહિતીને એકત્રિત કરવી અને તેનો ઉપયોગ કરવો (જેમ કે તમારા લોકેશન, કેમેરા અને ફોટાનો ઉપયોગ કરવાની પરવાનગી), જેથી જ્યારે તમે તે સેટિંગ ચાલુ કરો ત્યારે અમે જણાવેલી સેવાઓ પ્રદાન કરી શકીએ; ઉદાહરણ તરીકે, જો તમે તમારા સંપર્કો સાથે તમારું લોકેશન શેર કરવા માટે અમારી લોકેશન શેર કરવાની સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યાં હો, તો તમારા ડિવાઇસનું સચોટ લોકેશન શેર કરવું અથવા જો તમે તમારા સંપર્કો સાથે ફોટા અને મીડિયા શેર કરવાનું પસંદ કરો છો, તો તમારા કેમેરા કે ફોટો ગેલેરીમાં પ્રવેશ કરવો.
- ઉપયોગમાં લેવાતા ડેટા પ્રકારો: અમે આ હેતુ માટે ડિવાઇસ માહિતી (તમારા લોકેશન, ફોટા અને મીડિયા જેવા ડિવાઇસમાંથી ડેટા)નો ઉપયોગ કરીએ છીએ.
જ્યારે અમે તમારી સંમતિના આધારે ડેટા પર પ્રક્રિયા કરીએ, ત્યારે તમે સંમતિ પાછી ખેંચી લેવામાં આવે તે પહેલાં આવી સંમતિઓના આધારે કરવામાં આવતી પ્રક્રિયાની કાયદેસરતાને હાનિ પહોંચાડ્યાં વિના ગમે ત્યારે તમારી સંમતિ પાછી ખેંચવાનો અધિકાર ધરાવો છો. તમે અમને જે ડેટા પ્રદાન કરો છો અને જેની પર અમે તમારી સંમતિથી પ્રક્રિયા કરીએ છીએ, તમે તે ડેટાને પોર્ટ કરવાનો અધિકાર ધરાવો છો. તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટે, તમારા ડિવાઇસ આધારિત સેટિંગ, ઍપ આધારિત સેટિંગ જેમ કે ઍપમાંના લોકેશન નિયંત્રણનાં સેટિંગ અને આ પ્રાઇવસી પોલિસીના "તમારા અધિકારોનો ઉપયોગ કરવાની તમારી રીત" વિભાગની મુલાકાત લો.
કાનૂની જવાબદારીનું પાલન કરવું
કેમ અને કેવી રીતે અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ:
ઉદાહરણ તરીકે, કોઈ તપાસના સંબંધમાં તમારું નામ, પ્રોફાઇલ પિક્ચર કે IP એડ્રેસ જેવો ડેટા પ્રદાન કરવા માટે કાયદાના અમલીકરણ તરફથી અમુક ચોક્કસ ડેટા માટે કાનૂની વિનંતી કરવામાં આવી હોય તે સહિતના કિસ્સાઓમાં અમે કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ. અમે કાનૂની જવાબદારી પ્રમાણે ડેટા જાહેર કરીશું.
તમારા અથવા અન્ય લોકોના મહત્ત્વના હિતોનું રક્ષણ કરવું
કેમ અને કેવી રીતે અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ:
તમારા અથવા અન્ય લોકોના મહત્ત્વનાં હિતોનું રક્ષણ કરવા માટે ડેટા પર પ્રક્રિયા કરવા. અમે આ પ્રક્રિયા માટે જેના પર આધાર રાખીએ છીએ તેવા મહત્ત્વના હિતોમાં તમારા કે અન્ય લોકોના જીવનની સુરક્ષા, શારીરિક અખંડતા કે સલામતીનો સમાવેશ થાય છે અને અમે હાનિકારક વર્તન સામે લડવા અને સલામતી, સુરક્ષા તથા અખંડિતતાને પ્રોત્સાહિત કરવા માટે તેની પર આધાર રાખીએ છીએ, ઉદાહરણ તરીકે, અમે જ્યારે હાનિકારક વર્તનની કરવામાં આવેલી જાણની તપાસ કરતા હોઈએ છીએ અથવા કોઈને મદદની જરૂરી હોય, તેવા કિસ્સા સહિત. આમાં કોઈ કટોકટીના કિસ્સામાં અને કોઈ વ્યક્તિનું જીવન બચાવવાનું હોય કે તેની સુરક્ષાનો સવાલ હોય ત્યારે કાયદાના અમલીકરણને ડેટા પ્રદાન કરીને સલામતી, સુરક્ષા અને અખંડિતતાને પ્રોત્સાહિત કરવાનું સામેલ હોય છે, ઉદાહરણ તરીકે, કોઈ હુમલાથી મોટી હાનિ થવાનું જોખમ હોય અથવા જ્યારે કોઈ વ્યક્તિને જીવનું જોખમ હોય.
કાયદેસરના હિતો
અમે અમારા અથવા તૃતીય પક્ષના કાયદેસરના હિતો પર આધાર રાખીએ છીએ કે જ્યાં તેમની પર તમારા હિતો કે મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતા ભારી થઈ જતી નથી("કાયદેસરના હિતો"):
કેમ અને કેવી રીતે અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ:
માપન, વિશ્લેષણ અને અન્ય બિઝનેસ સેવાઓ પ્રદાન કરવા માટે એક નિયંત્રક તરીકે અમે ડેટા પર પ્રક્રિયા કરતા હોઈએ છીએ.
- જેમની પર આધાર હોય છે તે કાયદેસરના હિતો:
- બિઝનેસ અને અન્ય ભાગીદારોને સચોટ અને ભરોસાપાત્ર સંકલિત રિપોર્ટ પ્રદાન કરવા, સચોટ કિંમતો અને કાર્યપ્રદર્શનના આંકડાની ખાતરી કરવા અને અમારી સેવાનો ઉપયોગ કરતી વખતે અમારા ભાગીદારો જે મૂલ્યો પર આધાર રાખે છે તે દર્શાવવા; અને
- બિઝનેસ અને અન્ય ભાગીદારોના હિતમાં તેમને તેમના ગ્રાહકોને સારી રીતે સમજવામાં અને તેમના બિઝનેસને બહેતર બનાવવામાં તથા અમારા કિંમતના મોડલને પ્રમાણિત કરવામાં અને અસરકારકતા અને તેમની સેવાઓ અને મેસેજનું મૂલ્યાંકન કરવામાં અને લોકો અમારી સેવાઓ પર તેમની સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે સમજવામાં તેમની મદદ કરવા માટે.
- ઉપયોગમાં લેવાતા ડેટા પ્રકારો: અમે આ હેતુ માટે આ પ્રાઇવસી પોલિસીના "તમે પ્રદાન કરો છો તે માહિતી," "આપમેળે એકત્રિત કરાતી માહિતી" અને "તૃતીય પક્ષની માહિતી" વિભાગમાં જણાવ્યા અનુસાર માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
તમને માર્કેટિંગની વાતચીત પ્રદાન કરવા માટે.
કાયદાના અમલીકરણ સહિત અન્ય લોકો સાથે માહિતી શેર કરવા અને કાનૂની વિનંતીઓનો જવાબ આપવા માટે. વધુ માહિતી માટે કાયદો, અમારા અધિકારો અને સુરક્ષા હેઠળ અમારી પ્રાઇવસી પોલિસી જુઓ.
- જેમની પર આધાર હોય છે તે કાયદેસરના હિતો:
- છેતરપિંડી, Facebook કંપનીની પ્રોડક્ટનો અનઅધિકૃત ઉપયોગ, અમારી શરતો અને પોલિસીનું ઉલ્લંઘન કે અન્ય હાનિકારક કે ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા અને તેની જાણ કરવા માટે.
- અમારી પોતાની (અમારા અધિકારો, પ્રોપર્ટી કે પ્રોડક્ટ સહિત), અમારા વપરાશકર્તાઓ અને અન્ય લોકો, તપાસ કે નિયમનકારી તપાસના ભાગ સહિતના કિસ્સામાં સુરક્ષા માટે અથવા મૃત્યુ કે ગંભીર શારીરિક હાનિને અટકાવવા માટે.
- ઉપયોગમાં લેવાતા ડેટા પ્રકારો: અમે આ હેતુ માટે આ પ્રાઇવસી પોલિસીના "તમે પ્રદાન કરો છો તે માહિતી," "આપમેળે એકત્રિત કરાતી માહિતી" અને "તૃતીય પક્ષની માહિતી" વિભાગમાં જણાવ્યા અનુસાર માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
સલામતી, સુરક્ષા અને અખંડિતતાને પ્રોત્સાહિત કરવા માટે Facebook કંપનીઓ સાથે માહિતી શેર કરવી. વધુ માહિતી માટે "અન્ય Facebook કંપનીઓ સાથે કામ કરવાની અમારી રીત" પણ જુઓ.
તમે આ પ્રકારની પ્રક્રિયા સામે વાંધો ઊઠાવવાનો અને તેની પર પ્રતિબંધ લાદવાનો અધિકાર ધરાવો છો; તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટે, આ પ્રાઇવસી પોલિસીના "તમારા અધિકારોનો ઉપયોગ કરવાની તમારી રીત" વિભાગની મુલાકાત લો.
જાહેર હિતમાં હાથ ધરવામાં આવતા કાર્યો
કેમ અને કેવી રીતે અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ:
"માહિતીનો ઉપયોગ કરવાની અમારી રીત" વિભાગમાં વધુ વિગતો હેઠળ જણાવ્યા અનુસાર સંશોધન હાથ ધરવા અને સલામતી, સુરક્ષા તથા અખંડતાનો પ્રચાર કરવા માટે, કે જ્યાં લાગુ કાયદા (દા.ત., યુરોપિયન યુનિયનનો કાયદો) હેઠળ વધારે સ્પષ્ટ કરાયું હોય કે આ જાહેર હિતમાં જરૂરી છે.
જ્યારે અમે આ આધાર પર પ્રક્રિયા કરવાનું શરૂ કરીએ ત્યારે અમે યોગ્ય રીતે પારદર્શક છીએ તેની ખાતરી કરવા માટે પગલાં લઈશું.
જ્યારે જાહેર હિતમાં હાથ ધરવામાં આવતા કોઈ કાર્ય માટે અમે તમારા ડેટા પર પ્રક્રિયા કરીએ, ત્યારે તમે અમારા દ્વારા પ્રક્રિયા કરવા સામે વાંધો ઊઠાવવાનો અને તેની પર પ્રતિબંધ લાદવાનો અધિકાર ધરાવો છો. તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટે, પ્રાઇવસી પોલિસીના "તમારા અધિકારોનો ઉપયોગ કરવાની તમારી રીત" વિભાગની મુલાકાત લો.
પાછા ઉપર જાઓ
તમારા અધિકારોનો ઉપયોગ કરવાની તમારી રીત
ડેટા સુરક્ષાના લાગુ પડતા કાયદા હેઠળ, તમે તમારી માહિતી સુધી પહોંચવાનો, તેને ઠીક કરવાનો, તેને પોર્ટ કરવાનો અને તેને કાઢી નાખવાનો અધિકાર ધરાવો છો, તેમ જ તમારી માહિતી પર અમુક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા પર પ્રતિબંધ લાદવાનો અને તેની સામે વાંધો ઊઠાવવાનો અધિકાર ધરાવો છો.
આમાં સીધા માર્કેટિંગ માટે તમારી માહિતી પર અમારા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા સામે અમારા દ્વારા જાહેર હિતમાં કે કાયદેસરના હિતો અનુસાર કે તૃતીય પક્ષના હિતો માટે કોઈ કાર્ય કરતી વખતે તમારી માહિતી પર કરવામાં આવતી પ્રક્રિયા સામે તમારો વાંધો ઊઠાવવાનો અધિકાર સામેલ હોય છે. ઊઠાવવામાં આવેલા વાંધાનું મૂલ્યાંકન કરતી વખતે અમે વિવિધ પરિબળોને ધ્યાનમાં લેશું, જેમાં આનો પણ સમાવેશ થાય છે: અમારા વપરાશકર્તાઓની વાજબી અપેક્ષાઓ; તમને, અન્ય વપરાશકર્તાઓને અને તૃતીય પક્ષોને મળતા લાભો અને તેમની જોવા મળી શકે તેવા જોખમો અને એ સમાન હેતુને સિદ્ધ કરવા માટે અન્ય ઉપલબ્ધ સાધનો કે જે ઓછાં આક્રમક હોય અને જેમાં અપ્રમાણસરના પ્રયત્નોની જરૂર ન હોય. તમારા વાંધાને માન્ય રાખવામાં આવશે અને અમે તમારી માહિતી પર થતી પ્રક્રિયા રોકી દઈશું, સિવાય કે પ્રક્રિયા કરવાનું કાયદાકીય રીતે યોગ્ય હોય કે કાનૂની કારણોસર જરૂરી હોય.
તમે તમારી માહિતી પર અમારા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા સામે વાંધો ઊઠાવી શકો છો અને અહીં જઈને જે રીતે અમે તમારી માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ તેની પર પ્રતિબંધ લાદવા માટેના તમારા વિકલ્પો વિશે વધુ જાણી શકો છો. જ્યાં અમે તમારી માહિતીનો ઉપયોગ સીધા માર્કેટિંગ માટે કરીએ, ત્યાં તમે હંમેશાં વાંધો ઊઠાવી શકો છો અને આ પ્રકારની વાતચીતમાં આવતી અનસબ્સ્ક્રાઇબ કરવાની લિંકનો ઉપયોગ કરીને અથવા અમારી ઍપમાંની "સંપર્ક તોડો" સુવિધાનો ઉપયોગ કરીને ભવિષ્યમાં સીધા માર્કેટિંગ સંબંધિત મેસેજ મેળવવાનું નાપસંદ કરી શકો છો.
તમે અમારી ઍપમાંની એકાઉન્ટની માહિતીની વિનંતી કરો સુવિધાનો ઉપયોગ કરીને તમારી માહિતી સુધી પહોંચી શકો છો કે તેને પોર્ટ કરી શકો છો (આ સુવિધા સેટિંગ > એકાઉન્ટ હેઠળ ઉપલબ્ધ છે). તમે "તમારી માહિતીનું સંચાલન અને તેને પાસે રાખવી" વિભાગમાં જણાવ્યા અનુસાર સીધા ઍપમાંથી તમારી માહિતીમાં સુધારો કરવા, તેને અપડેટ કરવા અને કાઢી નાખવા માટેના ટૂલ સુધી પહોંચી શકો છો.
જ્યારે અમે તમારી સંમતિના આધારે તમે અમને પ્રદાન કરેલા ડેટા પર પ્રક્રિયા કરીએ, ત્યારે તમે સંમતિ પાછી ખેંચી લેવામાં આવે તે પહેલાં સંમતિઓના આધારે કરવામાં આવતી પ્રક્રિયાની કાયદેસરતાને હાનિ પહોંચાડ્યાં વિના ગમે ત્યારે તમારી સંમતિ પાછી ખેંચવાનો અધિકાર ધરાવો છો. તમારી સંમતિ પાછી ખેંચવા માટે, તમારા ડિવાઇસ આધારિત કે ઍપમાંના સેટિંગ પર જાઓ.
તમે WhatsAppના મુખ્ય નિરીક્ષણ અધિકારી, આઇરિશ ડેટા સુરક્ષા નિયામક કે અન્ય કોઈ અસરકારક ડેટા સુરક્ષા નિરીક્ષણ અધિકારીને ફરિયાદ કરવાનો અધિકાર ધરાવો છો.
પાછા ઉપર જાઓ
તમારી માહિતીનું સંચાલન કરવું અને અમારી પાસે રાખવી
અમે આ પ્રાઇવસી પોલિસીમાં ઓળખાવેલા હેતુઓ માટે જરૂર હોય તેટલા લાંબા સમય સુધી માહિતી સ્ટોર કરીએ છીએ, જેમાં અમારી સેવાઓ પ્રદાન કરવી કે કાનૂની જવાબદારીઓનું પાલન કરવું, અમારી શરતોના ઉલ્લંઘન પર કાયદાનું અમલીકરણ કરવું અને તેને અટકાવવું અથવા અમારા અધિકારો, પ્રોપર્ટી અને વપરાશકર્તાઓની સુરક્ષા કરવાનું સામેલ હોય છે. માહિતીને બાકી જગ્યામાં સ્ટોર કરી રાખવાનો સમયગાળો જુદાજુદા કિસ્સાઓને આધારે નક્કી કરવામાં આવે છે જે માહિતીનો પ્રકાર, કેમ તેને એકત્રિત કરાય છે અને કેમ તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે, તેને સાચવી રાખવા સંબંધિત કાનૂની કે સંચાલન સંબંધિત જરૂરીયાતો અને કાનૂની જવાબદારીઓ જેવા પરિબળો પર આધાર રાખે છે.
કાનૂની જવાબદારીઓ અને સમસ્યાઓ. ઉદાહરણ તરીકે, અમારી સેવાઓના અમલીકરણ અને ઉલ્લંઘનની રોકથામ માટે અથવા જરૂરી હોય, તો અધિકારો, પ્રોપર્ટી અને વપરાશકર્તાઓના રક્ષણ માટે, જ્યારે અમારી પાસે ડેટાને રાખી મૂકવાની કાનૂની જવાબદારી હોય ત્યારે પણ કાનૂની કારણોસર અમે તમારી માહિતી અમારી પાસે રાખીએ છીએ. આ વિશેની વધારે માહિતી અમારા "કાયદો, અમારા અધિકારો અને રક્ષણ" વિભાગમાં છે.
કાર્યસંચાલન માટે ડેટાને અમારી પાસે રાખવની જરૂરીયાતો. ઉદાહરણ તરીકે, અમે અમારી સેવાઓ પ્રદાન કરતી વખતે તમારા મેસેજ અમારી પાસે રાખતા નથી (સિવાય કે ઉપર જણાવેલા મર્યાદિત સંજોગોમાં) અને તેથી એક વાર તમારા મેસેજ પહોંચાડી દેવામાં આવે, પછી અમારા સર્વરમાંથી તેમને ડિલીટ કરવામાં આવે છે. તેમ છતાં, ઉપર જણાવ્યા અનુસાર, જો કોઈ મેસેજ તાત્કાલિક પહોંચાડી શકાય નહિ, તો અમે તેને પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોવાથી તેને કોડમાં ફેરવીને 30 દિવસ સુધી અમારા સર્વર પર રાખીએ છીએ અને પછી તેને ડિલીટ કરવામાં આવે છે.
મેસેજિંગ મેટાડેટાને ડિલીટ કરવો. વાતચીતનું પ્રસારણ કરવા, અમારી સેવાઓનું સંચાલન કરવા, અમારી સેવાઓની સલામતી અને સુરક્ષાની ખાતરી કરવા, બિલિંગ માટે (લાગુ પડે ત્યાં) અથવા લાગુ પડતા કાયદા અનુસાર કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે મેસેજિંગ મેટાડેટાની જરૂર ન રહે, તો તેને ડિલીટ કરવામાં કે અનામી કરવામાં આવે છે.
જો તમે તમારી માહિતીને વધારે સંચાલિત કરવા, તેમાં ફેરફાર કરવા, તેને મર્યાદિત કરવા, કે ડિલીટ કરવા માગતા હો, તો તમે નીચે જણાવેલા ટૂલ મારફતે તે કરી શકો છો:
- સેવાઓના સેટિંગ. તમે અન્ય વપરાશકર્તાઓને ઉપલબ્ધ હોય તેવી ચોક્કસ માહિતીનું સંચાલન કરવા માટે તમારા સેવાઓના સેટિંગ બદલી શકો છો. તમે તમારા સંપર્કો, ગ્રૂપ અને બ્રોડકાસ્ટ લિસ્ટનું સંચાલન કરી શકો છો અથવા અમારી સેવાઓ પર તમે કોની સાથે વાતચીત કરો છો તેનું સંચાલન કરવા માટે અમારી "સંપર્ક તોડો" સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
- તમારો મોબાઇલ ફોન નંબર, પ્રોફાઇલ નામ અને પિક્ચર તથા "વ્યક્તિ વિશે"ની માહિતીમાં ફેરફાર કરવો. જો તમે તમારો મોબાઈલ ફોન નંબર બદલો છો, તો તમારે ઍપમાંની નંબર બદલો સુવિધાનો ઉપયોગ કરીને તેને અપડેટ કરવું અને તમારા એકાઉન્ટને તમારા નવા મોબાઈલ ફોન નંબર પર ટ્રાન્સફર કરવું આવશ્યક છે. તમે ગમે ત્યારે તમારું પ્રોફાઇલ નામ, પ્રોફાઇલ પિક્ચર અને "વ્યક્તિ વિશે"ની માહિતી બદલી શકો છો.
- તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરવું. તમે અમારી ઍપમાંની મારું એકાઉન્ટ ડિલીટ કરો સુવિધાનો ઉપયોગ કરીને ગમે ત્યારે તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરી શકો છો. એક વાર તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ કરો છો, ત્યારે પછીથી તે એકાઉન્ટનો ઉપયોગ કરી શકાતો નથી (દા.ત., તમે લોગ ઇન કે ફરીથી રજિસ્ટર કરી શકતા નથી).
જ્યારે તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરો છો ત્યારે તમારી માહિતીનું શું થાય છે?
જ્યારે તમે તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરો છો, ત્યારે અમે મર્યાદિત સંજોગોમાં અમારી પાસે રાખી શકીએ તેવી નીચે સૂચિબદ્ધ કરેલી માહિતી સિવાયની અમારી પાસે રહેલી તમારી માહિતી ડિલીટ કરીએ છીએ.
ડિલીટ કરવામાં આવેલી માહિતી. તમારા નહિ પહોંચેલા મેસેજ, તમારા એકાઉન્ટની માહિતી અને પ્રોફાઇલ ફોટોને અમારા સર્વરમાંથી ડિલીટ કરવામાં આવે છે. તમને બધા WhatsApp ગ્રૂપમાંથી દૂર કરવામાં આવશે. નોંધ લો કે ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારથી તમારા WhatsAppની માહિતી ડિલીટ કરવામાં 90 દિવસ સુધીનો સમય લાગી શકે છે. તમારી માહિતીની કોપિ 90 દિવસ પછી પણ મર્યાદિત સમય માટે બેકઅપ સંગ્રહમાં રહી શકે છે, જે અમે મોટી દુર્ઘટના, સોફ્ટવેરની ખામી કે ડેટા ગુમાવવાના કિસ્સાઓમાં ગુમાવેલા ડેટાને પાછો મેળવવા માટે વાપરીએ છીએ.
અમે રાખી મૂકીએ છીએ તે માહિતી
- ચોક્કસ સંજોગોમાં અમારી સેવાઓની સુરક્ષા જાળવી રાખવા માટે, સુરક્ષા ભંગ કે ભેદ્યતાનું વિશ્લેષણ/તપાસ કરવા માટે અમને એવા ચોક્કસ લોગને અમારી પાસે રાખી મૂકવાની જરૂર પડે છે જેનો અમે રાખી મૂકવાના સામાન્ય સમયગાળાથી વધુ સમય માટે સમીક્ષા કરી રહ્યાં હોઈએ છીએ.
- અમારા ડેટાબેઝમાં તમે કરેલા, તમને આવેલા અને છૂટી ગયેલા કૉલનો રેકોર્ડ રહે છે, પણ તેને તમારા નામથી સેવ કરાતો નથી અને પછીથી તમારા એકાઉન્ટ સાથે લિંક થયેલો રહેતો નથી. આ ડેટાને તમારા એકાઉન્ટમાંથી દૂર કરવા માટે, અમે વપરાશકર્તા ઓળખકર્તાની જગ્યાએ એમ જ જનરેટ કરેલા ઓળખકર્તાને મૂકી દઈએ છીએ જેથી તેને ફરીથી તમારા એકાઉન્ટ સાથે લિંક ન કરી શકાય.
- અમારી શરતોના અમલીકરણ અને ઉલ્લંઘનની રોકથામ માટે અથવા જરૂરી હોય, તો અમારા અધિકારો, પ્રોપર્ટી અને વપરાશકર્તાઓના રક્ષણ માટે, જ્યારે અમારી પાસે ડેટાને રાખી મૂકવાની કાનૂની જવાબદારી હોય ત્યારે અમુક માહિતીનો રેકોર્ડ અમારી પાસે રહી શકે છે. આ વિશેની વધારે માહિતી અમારા "કાયદો, અમારા અધિકારો અને રક્ષણ" વિભાગમાં છે.
યાદ રાખો કે જો તમે અમારી ઍપમાંની મારું એકાઉન્ટ ડિલીટ કરો સુવિધાનો ઉપયોગ કર્યા વિના ફક્ત તમારા ડિવાઇસમાંથી WhatsApp ઍપ ડિલીટ કરો છો, તો લાંબા સમય માટે તમારી માહિતી અમારી પાસે સંગ્રહ કરેલી રહેશે. કૃપા કરીને યાદ રાખો કે જ્યારે તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરો, ત્યારે ડિલીટ કરવાથી તમે બનાવેલા ગ્રૂપ સાથે સંબંધિત તમારી માહિતી અથવા અન્ય વપરાશકર્તાઓ પાસે રહેલી તમારી માહિતી, જેમ કે તમે તેમને મોકલેલા મેસેજની તેમની કોપિને કોઈ અસર થવી જોઈએ નહિ.
તમે અમારી ડેટા ડિલીટ કરવાની અને રાખી મૂકવાની રીત વિશે અને તમારું એકાઉન્ટ ડિલીટ કરવાની રીત વિશે અમારા Android, iPhone કે KaiOS મદદ કેન્દ્રના લેખમાં વધુ જાણી શકો છો.
પાછા ઉપર જાઓ
કાયદો, અમારા અધિકારો અને રક્ષણ
"અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી" વિભાગમાં જણાવ્યા મુજબ અમે તમારી માહિતીનો એક્સેસ કરીએ છીએ, તેને જાળવીએ છીએ અને શેર કરીએ છીએ, "ડેટાની પ્રક્રિયા કરવાનો અમારો કાનૂની આધાર" વિભાગમાં જણાવ્યા અનુસાર નિયામકો, કાયદા અમલીકરણ, અન્ય સરકારી એજન્સી, ઉદ્યોગના ભાગીદારો અને અન્ય લોકો સાથે શેર કરવા સહિત, જો અમને લાગે કે સારી નિયતની ભાવનાથી છેતરપિંડી રોકવા માટે આટલું કરવું જરૂરી છે: (a) લાગુ પડતા કાયદા કે નિયમનો, કાનૂની પ્રક્રિયા કે સરકારની વિનંતીને અનુસરીને પ્રતિસાદ આપવો; (b) અમારી શરતો અને અન્ય લાગુ પડતી શરતો અને પોલિસીનું અમલીકરણ, સંભવિત ઉલ્લંઘનની તપાસ સહિત; (c) છેતરપિંડી અને અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિ કે સુરક્ષા અને તકનિકી સમસ્યાઓને શોધી કાઢવી, તેની તપાસ કરવી, રોકથામ કરવી અને તેની જાણ કરવી અથવા (d) અમારા વપરાશકર્તાઓ, WhatsApp, Facebook કંપની કે અન્ય લોકોના અધિકારો, પ્રોપર્ટી અને સુરક્ષાનું રક્ષણ કરવું, મૃત્યુ અને ગંભીર શારીરિક હાનિ અટકાવવા સહિત.
સંજોગો અનુસાર આ કાર્ય ચાલૂ કરવા માટે જે જુદાજુદા કાનૂની આધાર પર અમે આધાર રાખીએ છીએ તેની વધુ માહિતી "ડેટાની પ્રક્રિયા કરવા માટેના અમારા કાનૂની આધાર" વિભાગમાં, "શરતો અનુસાર સેવાની જોગવાઈ", "કાયદેસરનાં હિત" અને "મહત્ત્વનાં હિત" સહિતના હેડિંગ હેઠળ આપવામાં આપી છે.
પાછા ઉપર જાઓ
અમારા વૈશ્વિક કાર્યસંચાલનો
WhatsApp આ પ્રાઇવસી પોલિસી અને શરતો અનુસાર આંતરિક ધોરણે Facebook કંપની અને બાહ્ય સ્તરે અમારા ભાગીદારો અને દુનિયાભરમાં તમે જેમની સાથે વાતચીત કરો છો તેમની સાથે વૈશ્વિક સ્તરે માહિતી શરે કરે છે.
WhatsApp નિયંત્રિત કરાતી માહિતી આ પ્રાઇવસી પોલિસીમાં જણાવેલા હેતુઓ માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં કે તમે જ્યાં રહો છો તે સિવાયના ત્રીજા કોઈ દેશમાં ટ્રાન્સફર કે પ્રસારિત કરાશે અથવા સંગ્રહ કરાશે અને તેની પર પ્રક્રિયા કરાશે. WhatsApp યુનાઇટેડ સ્ટેટ્સ સહિત Facebookના વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા કેન્દ્રનો ઉપયોગ કરે છે.
આ ટ્રાન્સફર જરૂરી છે અને અમારી શરતોમાં નિર્ધારિત કરેલી સેવાઓ પ્રદાન કરવા અને વૈશ્વિક ધોરણે સંચાલન કરતા તથા તમને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે અમને સક્ષમ બનાવવા માટે આવશ્યક છે. ત્રીજા દેશોમાં ટ્રાન્સફર કરવા માટે અમે યુરોપિયન યુનિયન (આ શું હોય છે તેની સમજૂતી અહીં જુઓ) દ્વારા મંજૂર કરાયેલા માનક કરારની કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરીએ છીએ અથવા ચોક્કસ દેશો માટેના યુરોપિયન યુનિયનના પર્યાપ્તતા નિર્ણયો પર આધાર રાખીએ છીએ, જેના દ્વારા યુરોપિયન યુનિયન ઓળખ કરે છે કે કોઈ ત્રીજો દેશ, પ્રદેશ કે તે ત્રીજા દેશની અંદરના જ એક કે તેના કરતાં વધુ નિશ્ચિત પ્રદેશો સુરક્ષાના પર્યાપ્ત સ્તરની ખાતરી આપતા હોય અથવા લાગુ પડતા ડેટા સુરક્ષાના કાયદા હેઠળ તે જ સમાન સ્તરની પ્રણાલી પ્રદાન કરતા હોય, જે રીતે લાગુ થતું હોય તેમ. યુરોપિયન ઇકોનોમિક એરિયામાંથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે, અમે માનક કરારની કાયદાકીય જોગવાઈઓ ઉપર આધાર રાખીએ છીએ.
પાછા ઉપર જાઓ
અમારી પોલિસીમાં થતી અપડેટ
અમે અમારી પ્રાઇવસી પોલિસીમાં સુધારો કે તેને અપડેટ કરી શકીએ છીએ. યોગ્ય લાગે તે રીતે અમે તમને આ પ્રાઇવસી પોલિસીના સુધારાની સૂચના આપીશું અને આ પ્રાઇવસી પોલિસીમાં ઉપરની બાજુએ “છેલ્લે ફેરફાર” કરાયાની તારીખને અપડેટ કરીશું. કૃપા કરીને સમયસમય પર અમારી પ્રાઇવસી પોલિસીની સમીક્ષા કરો.
પાછા ઉપર જાઓ
અમારો સંપર્ક કરો
WhatsAppના ડેટા સુરક્ષા અધિકારીનો સંપર્ક અહીં કરી શકાય છે.
જો તમને અમારી પ્રાઇવસી પોલિસી વિશે કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો કે આ સરનામે અમને પત્ર લખો:
WhatsApp Ireland Limited
Attn: Privacy Policy
4 Grand Canal Square
Grand Canal Harbour
Dublin 2
Ireland
પાછા ઉપર જાઓ