WhatsApp અવતાર સુવિધાઓની આ પ્રાઇવસી નોટિસ, જો તમે અવતારની આ સુવિધાઓ માટે ઑપ્ટ-ઇન કરો છો તો લાગુ પડે છે. તે સમજાવે છે કે કેવી રીતે અમે ભલામણ કરેલા અવતારો જનરેટ કરવા અને અવતાર કૉલિંગની સુવિધાને સપોર્ટ આપવા માટે તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ અને તેની સુરક્ષા કરીએ છીએ તથા તે
WhatsAppની પ્રાઇવસી પોલિસીની પૂરક છે.
ભલામણ કરેલા અવતારો
ભલામણ કરેલા અવતારોની સુવિધા WhatsApp, LLCને તમારો અવતાર બનાવતી વખતે તમે કેદ કરો અને સબમિટ કરો છો તે તમારા પોતાના ફોટાનો ઉપયોગ કરીને તમને અવતારોની ઝડપથી ભલામણ કરવા સક્ષમ બનાવે છે. જો તમે ભલામણ કરેલા અવતારોની સુવિધાને ઉપયોગમાં લેવાનું પસંદ કરો છો, તો તમારે આ પ્રાઇવસી નોટિસની સાથે સંમત થવાની જરૂર પડશે.
ભલામણ કરેલા અવતારોની સુવિધા પૂરી પાડવા માટે ઉપયોગમાં લેવાતી માહિતી
WhatsApp તમારા દેખાવથી પ્રેરિત અવતારોની ભલામણ કરે તે માટે, અમે તમારા ચહેરાના ભાગો, જેમ કે તમારી આંખો, નાક અને મોંની જગ્યા અને તમારા ચહેરાના તે ભાગોની રૂપરેખા પરનાં ચોક્કસ બિંદુઓનો અંદાજ લગાવવાં ("ચહેરાનાં અંદાજિત બિંદુઓ") માટે તમારા ફોટાનું વિશ્લેષણ કરીએ છીએ. અમે તમારા ચહેરાના અમુક ભાગોના અંદાજિત કદ, આકાર અને રંગના રંગદ્રવ્ય ("ચહેરાનાં અનુમાનિત લક્ષણો")ને શોધવાં માટે પણ તમારા ફોટાનું વિશ્લેષણ કરીએ છીએ. અમારી ટેક્નોલોજી તે પછી તમારા દ્વારા પ્રેરિત અવતારો બનાવવા માટે તમારા ચહેરાનાં અંદાજિત બિંદુઓ અને ચહેરાનાં અનુમાનિત લક્ષણોનો ઉપયોગ કરે છે, જેની પછી WhatsApp તમને ભલામણ કરે છે. જો તમે કરવાનું પસંદ કરો છો, તો તમે તમારા ફાઇનલ અવતારને પસંદ કરવાની પહેલાં ભલામણ કરેલા અવતારોને કસ્ટમાઇઝ કરવા માટે 'અવતાર એડિટર ટૂલ'નો ઉપયોગ કરી શકો છો. આમાંની કોઈ પણ માહિતીનો ઉપયોગ તમને ઓળખી કાઢવા માટે થતો નથી અને તેનો ઉપયોગ તમારા દ્વારા પ્રેરિત અવતારોની ભલામણ કરવાના એકમાત્ર હેતુ માટે કરવામાં આવશે.
એકવાર તમે તમારો ફાઇનલ અવતાર પસંદ કરી લો, તે પછી તમારા ફોટા, ચહેરાનાં અંદાજિત બિંદુઓ, ચહેરાનાં અનુમાનિત લક્ષણો અને ભલામણ કરેલા અવતારોની ડિલીટ કરી નાખવા માટે તરત જ પ્રક્રિયા કરવામાં આવવાની શરૂ થશે. ડિલીટ કરી નાખવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થવામાં 14 જેટલા દિવસનો સમય લાગી શકે છે.
WhatsAppની પ્રાઇવસી પોલિસીને આધીન, તમારા ફાઇનલ અવતારને WhatsApp દ્વારા અને તમારા ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવશે, જેથી કરીને તમે WhatsApp પર ઇન્ટરેક્ટિવ ડિજિટલ અનુભવો માટે તેનો ઉપયોગ કરી શકો. એકવાર તમારો ફાઇનલ અવતાર બની જાય, તે પછી તમે તમારાં WhatsApp અવતાર સેટિંગમાં જઈને “અવતાર ડિલીટ કરો” પર ક્લિક કરીને તેને કોઈ પણ સમયે ડિલીટ કરી શકો છો. જો તમે તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરશો તો તમારો ફાઇનલ અવતાર પણ આપમેળે ડિલીટ થઈ જશે.
અવતાર કૉલિંગ
અવતાર કૉલિંગની સુવિધા તમને તમારા વ્યક્તિગત અવતાર તરીકે WhatsApp વીડિયો કૉલમાં ભાગ લેવામાં સક્ષમ બનાવે છે. અવતાર કૉલિંગ એ ઓગ્મેન્ટેડ રિયાલિટીની સુવિધા છે જે તમારા લાઇવ અવતારની સાથે તમારા વીડિયોની જગ્યા લે છે.
અવતાર કૉલિંગની સુવિધા પૂરી પાડવા માટે ઉપયોગમાં લેવાતી માહિતી
જો તમે અવતાર કૉલિંગની સુવિધાને ઉપયોગમાં લેવાનું પસંદ કરો છો, તો અમારે એ બાબતને સુનિશ્ચિત કરવાની જરૂર પડે છે કે તમારો અવતાર ત્યાં દેખાય કે જ્યાં તમે વીડિયોમાં હોત અને એ કે તે રિયલ ટાઇમમાં તમારા ચહેરાના હાવભાવ અને હલનચલન (કેમેરા ઇફેક્ટ) બતાવે છે.
અવતાર કૉલિંગની સુવિધાની સવલત કરી આપવા માટે, WhatsApp તમારા ચહેરાના ભાગો (જેમ કે તમારી આંખો, નાક કે મોં)ની જગ્યા અને તમારા ચહેરાના તે ભાગોની રૂપરેખા પરનાં ચોક્કસ બિંદુઓ ("ચહેરાના અંદાજિત બિંદુઓ")નો અંદાજ લગાવશે. અમે ચહેરાના એક જેનેરિક મોડલ પર ચહેરાનાં આ અંદાજિત બિંદુઓને લાગુ કરીશું અને તેને તમારા ચહેરાના હાવભાવ અને હલનચલનનું અનુકરણ કરવા એડ્જસ્ટ કરીશું.
આ માહિતીનો ઉપયોગ તમને ઓળખી કાઢવા માટે થતો નથી. તેનો ઉપયોગ તમારા વીડિયો કૉલ દરમિયાન અવતાર કૉલિંગની સુવિધા પૂરી પાડવા માટે જ થાય છે. જ્યારે તમે આ સુવિધાને ઉપયોગમાં લેવાનું બંધ કરો અથવા વીડિયો કૉલ સમાપ્ત થઈ જાય, ત્યારે અમે આ માહિતીની પ્રક્રિયા કરવાનું બંધ કરીશું. અમે આ માહિતીને સ્ટોર કરતા નથી અથવા તેને ત્રાહિત-પક્ષોની સાથે શેર કરતા નથી.
WhatsAppની પ્રાઇવસી પોલિસીને આધીન, તમારા અવતારને WhatsApp દ્વારા તથા તમારા ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવશે, જેથી કરીને અવતાર કૉલિંગ માટે તેનો ઉપયોગ કરી શકાય. તમે તમારાં WhatsApp અવતાર સેટિંગમાં જઈને “અવતાર ડિલીટ કરો” પર ક્લિક કરીને તેને કોઈ પણ સમયે ડિલીટ કરી શકો છો. જો તમે તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરશો તો તમારો અવતાર પણ આપમેળે ડિલીટ થઈ જશે.
USના નિવાસીઓ માટે વધારાની માહિતી
અવતાર કૉલિંગની સુવિધાને કેમેરા ઇફેક્ટના સેટિંગ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. લાગુ કાયદાના અનુસંધાનમાં, અવતાર કૉલિંગની સુવિધા ચાલુ કરવા માટે, તમારે આ પ્રાઇવસી નોટિસ સાથે સંમત થવાની જરૂર પડશે, જે કેમેરા ઇફેક્ટ સેટિંગને ચાલુ કરશે. તમે તમારાં WhatsApp પ્રાઇવસી સેટિંગમાં જઈને તમારા કેમેરા ઇફેક્ટ સેટિંગને કોઈ પણ સમયે બંધ કરી શકો છો. જો સેટિંગ બંધ કરી દેવામાં આવે, તો અવતાર કૉલિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે નહિ, પરંતુ તમને હજી પણ WhatsAppની અન્ય તમામ સુવિધાઓની એક્સેસ હશે.
જ્યારે તમે અવતાર કૉલિંગની સુવિધાનો ઉપયોગ કરો છો, ત્યારે અમે વીડિયો કૉલના તમારા છેડે દેખાતાં અન્ય લોકોના ફોટામાંથી મળતી માહિતીની પ્રક્રિયા કરી શકીએ છીએ. અવતાર કૉલિંગ અને કેમેરા ઇફેક્ટ સેટિંગને ચાલુ કરીને, તમે એ બાબતે સંમત થાઓ છો કે તમે આ સુવિધાનો ઉપયોગ તો જ કરશો જો તમારા વીડિયોમાં દેખાતાં તમામ લોકોએ પણ તેમનાં WhatsApp એકાઉન્ટમાં કેમેરા ઈફેક્ટ સેટિંગ ચાલુ કર્યું હોય અથવા તમે તેમના કાનૂની રીતે અધિકૃત પ્રતિનિધિ હો અને તેમના વતી આ નોટિસની શરતો માટે સંમતિ આપો છો.