પ્રભાવી થયાની તારીખ: 4 જાન્યુઆરી, 2021 (આર્કાઇવ કરેલાં વર્ઝન)
અનુક્રમણિકા
જો તમે યુરોપિયન ક્ષેત્રમાં રહો છો, તો WhatsApp Ireland Limited આ સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ તમને સેવાઓ પૂરી પાડે છે.
જો તમે UKમાં રહો છો, તો WhatsApp LLC આ સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી હેઠળ તમને સેવાઓ પૂરી પાડે છે.
અમારી ઍપ, સેવાઓ, સુવિધાઓ, સોફ્ટવેર અથવા વેબસાઇટનાં માધ્યમથી અમારી સેવાઓ (નીચે વ્યાખ્યાયિત કર્યા અનુસાર) પૂરી પાડવા માટે, અમને અમારી સેવાની શરતો ("શરતો") માટે તમારી સંમતિ મેળવવાની જરૂર રહે છે.
WhatsApp LLC ("WhatsApp," "અમારું," "અમે" અથવા "અમને") તમને નીચે વર્ણવેલી સેવાઓ (“સેવાઓ”) પૂરી પાડે છે, સિવાય કે તમે યુરોપિયન આર્થિક ક્ષેત્ર (જેમાં યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે)ના કોઈ દેશ અથવા પ્રદેશમાં, તથા કોઈ અન્ય સામેલ દેશ અથવા પ્રદેશ (સામૂહિક રીતે "યુરોપિયન ક્ષેત્ર" તરીકે ઓળખાય છે).
ઇમર્જન્સી સેવાઓ માટે પ્રવેશની પરવાનગી નથી: અમારી સેવાઓ અને તમારા મોબાઇલ ફોન અને લેન્ડલાઇન અને SMSની સેવાઓ વચ્ચે મહત્વપૂર્ણ તફાવત હોય છે. અમારી સેવાઓ પોલીસ, અગ્નિશમન વિભાગ કે હોસ્પિટલ સહિતની ઇમર્જન્સી સેવાઓ અથવા ઇમર્જન્સી સેવા પ્રદાતાઓને પ્રવેશની પરવાનગી આપતી નથી અથવા અન્યથા જાહેર સુરક્ષા સંબંધિત પ્રશ્નોના જવાબો આપતા મથકો સાથે કનેક્ટ કરતી નથી. તમારે ખાતરી કરવી જોઈએ કે તમે તમારા જે તે ઇમર્જન્સી સેવાઓના પ્રદાતાઓનો મોબાઇલ ફોન, ફિક્સ્ડ-લાઇન ટેલિફોન અથવા અન્ય સેવાઓ મારફતે સંપર્ક કરી શકો છો.
જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં સ્થિત WHATSAPP વાપરનાર છો, તો અમારી શરતોમાં બંધનકારક લવાદની જોગવાઈ છે, જે જણાવે છે કે, સિવાય કે તમે ઓપ્ટ આઉટ કરો અને અમુક પ્રકારના વિવાદોને છોડીને, WHATSAPP અને તમે બધા વિવાદો (નીચે વ્યાખ્યાયિત)નું બંધનકારક વ્યક્તિગત લવાદ મારફતે સમાધાન કરવા માટે સંમત થાઓ છો, જેનો અર્થ થાય છે કે તમે તે વિવાદોમાં કોઈ ન્યાયાધીશ અથવા જ્યુરી દ્વારા નિર્ણય લેવડાવવાના કોઈ પણ અધિકારને જતો કરો છો અને એ કે તમે સામૂહિક દાવા, સામૂહિક લવાદ અથવા પ્રતિનિધિ સ્વરૂપના દાવામાં ભાગ લેવાના તમારા અધિકારને જતો કરો છો. વધુ જાણવા માટે, કૃપા કરીને નીચે આપેલો "યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડાના વાપરનારાઓ માટેની વિશેષ લવાદની જોગવાઈ" વિભાગ વાંચો.
રજિસ્ટ્રેશન. તમારે સચોટ માહિતીનો ઉપયોગ કરીને અમારી સેવાઓ માટે નોંધણી કરાવવી આવશ્યક છે, તમારો વર્તમાન મોબાઇલ ફોન નંબર આપો અને જો તમે તેને બદલો છો, તો અમારી ઍપમાંની નંબર બદલો સુવિધાનો ઉપયોગ કરીને તમારો મોબાઇલ ફોન નંબર અપડેટ કરો. તમે અમારી સેવાઓમાં નોંધણી કરવા માટે કોડ સાથે ટેક્સ્ટ મેસેજ અને ફોન કૉલ (અમારા અથવા અમારા તૃતીય-પક્ષ પ્રદાતાઓ તરફથી) પ્રાપ્ત કરવા માટે સંમત થાઓ છો.
સરનામાની બુક. જો લાગુ થતા કાયદાની પરવાનગી હોય, તો તમે સંપર્ક અપલોડ કરો સુવિધાનો ઉપયોગ કરી શકો છો અને અમારી સેવાઓનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ અને તમારા અન્ય સંપર્કોના ફોન નંબર સહિત નિયમિતપણે તમારા મોબાઇલની સરનામા બુકમાંના સંપર્કો અમને પ્રદાન કરી શકો છો. સંપર્કો અપલોડ કરવાની અમારી સુવિધા વિશે અહીં વધુ જાણો.
ઉંમર. અમારી સેવાઓમાં નોંધણી અને ઉપયોગ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી જોઈએ (અથવા તમારા દેશ કે પ્રદેશની જરૂરી ન્યૂનતમ ઉંમર જે તમને માતાપિતાની મંજૂરી વિના અમારી સેવાઓ માટે નોંધણી કે ઉપયોગ કરવાની પરવાનગી આપતી હોય તે હોવી આવશ્યક છે). લાગુ કાયદા હેઠળ અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી આવશ્યક ઉંમર હોવા ઉપરાંત, જો તમારી ઉંમર તમારા દેશ અથવા પ્રદેશમાં અમારી શરતો સાથે સંમત થઈ શકવા અધિકૃત નથી, તો તમારા માતાપિતા અથવા વાલીએ તમારી વતી અમારી શરતોથી સંમત થવું આવશ્યક છે. કૃપા કરીને તમારા માતાપિતા અથવા વાલીને તમારી સાથે આ શરતો વાંચવા માટે કહો.
ડિવાઇસ અને સોફ્ટવેર. અમારી સેવાઓને વાપરવા માટે તમારે અમુક ડિવાઇસ, સોફ્ટવેર અને ડેટા કનેક્શન પ્રદાન કરવું આવશ્યક હશે, જેને અમે અન્યથા પૂરી પાડતા નથી. અમારી સેવાઓ વાપરવા માટે, તમે જાતે અથવા આપમેળે અમારી સેવાઓ પર અપડેટ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની સંમતિ આપો છો. તમને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે જરૂર જણાય તે રીતે, અમે તમને સમય-સમય પર અમારી સેવાઓ મારફતે નોટિફિકેશન મોકલીએ તે માટે પણ તમે સંમત થાઓ છો.
ફી અને ટેક્સ. તમે અમારી સેવાઓના વપરાશ સાથે સંકળાયેલા બધા મોબાઇલ ઓપરેટર ડેટા પ્લાન, ઇન્ટરનેટ ફી અને અન્ય ફી અને ટેક્સ માટે જવાબદાર છો.
WhatsApp તમારી પ્રાઇવસીની પરવા કરે છે. WhatsAppની પ્રાઇવસી પોલિસી અમે તમારી પાસેથી પ્રાપ્ત અને એકત્રિત કરીએ છીએ તે માહિતીના પ્રકારો, આ માહિતીનો ઉપયોગ અને તેને શેર કરવાની અમારી રીત અને તમારા વિશેની માહિતી પર પ્રક્રિયા કરવા સંબંધિત તમારા અધિકારો સહિત ડેટા સંચાલિત કરવાની અમારી રીત (મેસેજ સહિત)નું વર્ણન કરે છે.
અમારી શરતો અને પોલિસી. તમારે અમારી શરતો અને પોસ્ટ કરેલ પોલિસી અનુસાર અમારી સેવાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે. જો તમે અમારી શરતો અથવા પોલિસીનું ઉલ્લંઘન કરો છો, તો તમારા એકાઉન્ટને બંધ કરવા અથવા સસ્પેન્ડ કરવા સહિતના તમારા એકાઉન્ટના સંબંધમાં અમે પગલાં લઈ શકીએ છીએ અને જો અમે આવું કરીએ છીએ, તો તમે અમારી પરવાનગી વિના બીજું એકાઉન્ટ ન બનાવવા માટે સંમત થાઓ છો. તમારા એકાઉન્ટને બંધ કરવું અથવા સસ્પેન્ડ કરવું એ નીચે આપેલા "સમાપ્તિ" વિભાગ અનુસાર હશે.
કાનૂની અને સ્વીકાર્ય ઉપયોગ. તમારે અમારી સેવાઓમાં માત્ર કાનૂની, અધિકૃત અને સ્વીકાર્ય હેતુઓ માટે પ્રવેશ અને ઉપયોગ કરવો આવશ્યક છે. તમે અમારી સેવાઓનો (અથવા અન્ય લોકોને સહાય કરવા માટે) ઉપયોગ એ રીતે નહિ કરી શકો કે જેથી: (a) પ્રાઇવસી, જાહેરાત, બૌદ્ધિક સંપદા કે માલિકીના અન્ય અધિકારો સહિત WhatsApp, અમારા વપરાશકર્તાઓ અથવા અન્યના અધિકારોનું ઉલ્લંઘન કે અયોગ્ય ઉપયોગ થતો હોય; (b) ગેરકાયદેસર, અશ્લીલ, બદનામી, ડરાવવું, ધાકધમકી આપવી, દ્વેષપૂર્ણ, વંશીય અથવા નૃવંશિક રીતે અપમાનજનક થતું હોય અથવા ગેરકાયદેસર અથવા અન્યથા અયોગ્ય ગણાતા વર્તનને ઉશ્કેરતું અથવા પ્રોત્સાહન આપતું હોય, જેમ કે હિંસક ગુનાઓને પ્રોત્સાહન આપવું, બાળકો અથવા અન્યને જોખમમાં મૂકવું અથવા શોષણ કરવું અથવા નુકસાન પહોંચાડવું; (c) જૂઠ્ઠાણા, ખોટી રજૂઆત અથવા ગેરમાર્ગે દોરનારા નિવેદનો પ્રકાશિત કરતું હોય; (d) કોઈનો ઢોંગ કરતું હોય; (e) જથ્થાબંધ મેસેજ, ઓટો;-મેસેજિંગ, ઓટો-ડાયલિંગ અને આવા જેવા ગેરકાયદેસર અથવા અવ્યવહારુ સંદેશાવ્યવહાર મોકલવાનો સમાવેશ કરતું હોય અથવા (f) જ્યાં સુધી અન્યથા અમારી દ્વારા અધિકૃત કરવામાં ન આવે, ત્યાં સુધી અમારી સેવાઓને કોઇપણ બિન-વ્યક્તિગત વપરાશમાં સામેલ કરતું હોય.
WhatsApp અથવા અમારા વપરાશકર્તાઓને નુકસાન. તમે પ્રત્યક્ષ, પરોક્ષ, આપમેળે કે અન્ય રીતે પરવાનગી ન હોય કે અનધિકૃત પ્રકારે અમારી સેવાઓમાં પ્રવેશ મેળવશો નહિ, તેનો ઉપયોગ, તેને કોપિ, તેમાં ફેરફાર, તેના આધારે સંકલિત કાર્યો તૈયાર, તેને વિતરિત, તેનું લાઇસન્સ કે પેટા લાઇસન્સ આપશો નહિ, તેને ટ્રાન્સફર, બતાવી, પ્રદર્શિત કે અન્યથા તેનો ગેરલાભ ઉઠાવશો નહિ (કે અન્ય લોકોને આવું કરવામાં સહાય કરશો નહિ) અથવા એવી રીતે ઉપયોગ નહિ કરો કે જેનાથી અમને, અમારી સેવાઓ, સિસ્ટમ, અમારા વપરાશકર્તાઓ પર ભારણ વધે, નુકસાન પહોંચે કે હાનિ થાય, જેમાં તમે પ્રત્યક્ષ રીતે કે આપમેળે આટલું પણ કરશો નહિ: (a) ઉલટ પ્રક્રિયા, ફેરબદલી, ફેરફાર કરવા, તેમાંથી સંકલન કાર્ય બનાવવું, સોર્સ કોડ તોડવો અથવા અમારી સેવાઓમાંથી કોડ મેળવવા; (b) અમારી સેવાઓ મારફતે કે તેના પર વાયરસ કે અન્ય હાનિકારક કમ્પ્યુટર કોડ મોકલવા, સ્ટોર કરવા અથવા પ્રસારિત કરવા; (c) અમારી સેવાઓ કે સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવો કે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવો; (d) અમારી સેવાઓની સલાતમી, સુરક્ષા, પ્રાઇવસી, અખંડિતતા, ઉપલબ્ધતા કે તેના કાર્યપ્રદર્શનમાં હસ્તક્ષેપ કરવો કે તેમાં વિક્ષેપ પાડવો; (e) અનધિકૃત અથવા આપમેળે સાધનોનો ઉપયોગ કરીને અમારી સેવાઓ માટે એકાઉન્ટ બનાવવા; (f) પરવાનગી વિના અથવા અનધિકૃત રીતે અમારા વપરાશકર્તાઓની કે તેમના વિશેની માહિતી એકત્રિત કરવી; (g) અમારી પાસેથી કે અમારી સેવાઓથી અનધિકૃત રીતે મેળવેલા ડેટાને વેચવો, ફરીથી વેચવો, ભાડે આપવો કે તેની માટે શુલ્ક વસૂલવો; (h) એવા નેટવર્ક પરથી અમારી સેવાઓનું વિતરણ કરવું કે ઉપલબ્ધ બનાવવી જ્યાં એક જ સમયે એક કરતા વધુ ડિવાઇસ તેનો ઉપયોગ કરી શકે, સિવાય કે એવા ટૂલ મારફતે કે જેમને અમે અમારી સેવાઓ મારફતે સ્પષ્ટ રીતે પ્રદાન કર્યા હોય; (i) એવા સોફ્ટવેર કે APIs બનાવવા કે જે અમારી સેવાઓની જેમ જ કાર્ય કરે અને અનધિકૃત રીતે તેમને તૃતીય પક્ષ દ્વારા ઉપયોગ કરવા માટે પ્રદાન કરવા અથવા (j) કોઈપણ રિપોર્ટિંગ ચેનલનો દુરૂપયોગ કરવો જેમ કે કપટપૂર્ણ કે આધારહીન રિપોર્ટ કે અરજીઓ જમા કરાવવી.
તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવું. તમે તમારા ડિવાઇસ અને તમારા WhatsApp એકાઉન્ટને સલામત અને સુરક્ષિત રાખવા માટે જવાબદાર છો અને તમારે તમારા એકાઉન્ટ અથવા અમારી સેવાઓનો કોઈપણ અનઅધિકૃત ઉપયોગ અથવા સુરક્ષા ભંગ અંગે અમને તાત્કાલિક જાણ કરવી આવશ્યક છે.
અમારી સેવાઓ તમને તૃતીય-પક્ષની વેબસાઇટ, ઍપ, કન્ટેન્ટ, અન્ય પ્રોડક્ટ અને સેવાઓ તથા Meta કંપનીની પ્રોડક્ટને ઍક્સેસ કરવાની, તેનો ઉપયોગ કરવાની કે તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની પરવાનગી આપી શકે છે. દાખલા તરીકે, તમે તૃતીય-પક્ષની ડેટા બેકઅપ માટેની સેવાઓ (જેમ કે iCloud અથવા Google Drive)ને ઉપયોગમાં લેવાનું પસંદ કરી શકો છો કે જે અમારી સેવાઓ સાથે એકીકૃત છે અથવા તૃતીય-પક્ષની વેબસાઇટ પર શેર કરો બટન વડે ક્રિયાપ્રતિક્રિયા કરવાનું પસંદ કરી શકો છો, જે તમને તમારા WhatsApp સંપર્કોને માહિતી મોકલવામાં સમર્થ બનાવે છે. કૃપા કરીને નોંધો કે આ શરતો અને અમારી પ્રાઇવસી પોલિસી માત્ર અમારી સેવાઓના ઉપયોગ માટે લાગુ પડે છે. જ્યારે તમે તૃતીય-પક્ષની પ્રોડક્ટ અથવા સેવાઓ અથવા Meta કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરો છો, ત્યારે તેમની શરતો અને પ્રાઇવસી પોલિસી તે પ્રોડક્ટ અથવા સેવાઓના તમારા ઉપયોગને નિયંત્રિત કરશે.
તમારા અધિકારો. તમે તમારા WhatsApp એકાઉન્ટ માટે અથવા અમારી સેવાઓ દ્વારા જમા કરો છો તે માહિતીની માલિકીનો દાવો WhatsApp કરતું નથી. તમને એવી માહિતીના આવશ્યક અધિકાર હોવા જોઈએ જે તમે તમારા WhatsApp એકાઉન્ટ માટે અથવા અમારી સેવાઓ મારફતે જમા કરો છો અને અમારી શરતોમાં અધિકાર અને લાઇસન્સ આપવાનો અધિકાર છે.
WhatsAppના અધિકારો. અમે અમારી સેવાઓ સાથે સંકળાયેલા તમામ કોપિરાઇટ, ટ્રેડમાર્ક, ડોમેન, લોગો, પ્રોડક્ટનો દેખાવ, વેપારના રહસ્યો, પેટન્ટ અને અન્ય બૌદ્ધિક સંપદાના અધિકારોની માલિકી ધરાવીએ છીએ. તમે અમારા કોપિરાઇટ, ટ્રેડમાર્ક (અથવા અન્ય સમાન માર્ક), ડોમેન, લોગો, પ્રોડક્ટનો દેખાવ, વેપારના રહસ્યો, પેટન્ટ અને અન્ય બૌદ્ધિક સંપદાના અધિકારોનો ઉપયોગ ન કરી શકો, સિવાય કે તમારી પાસે અમારી સ્પષ્ટ પરવાનગી હોય અને સિવાય કે અમારી બ્રાન્ડ માર્ગદર્શિકા અનુસાર હોય. તમે અમારી સંબંધિત કંપનીઓના ટ્રેડમાર્કનો ઉપયોગ કોઈપણ પ્રકાશિત બ્રાન્ડ માર્ગદર્શિકામાં અધિકૃત હોવા સહિત ફક્ત તેમની પરવાનગી સાથે કરી શકો છો.
WhatsApp માટે તમારું લાઇસન્સ. અમારી સેવાઓને કાર્યરત રાખવા અને પૂરી પાડવા માટે, WhatsAppને તમે અમારી સેવાઓ પર કે તેની મારફતે અપલોડ, જમા, સ્ટોર, મોકલો કે પ્રાપ્ત કરો છો તેવી માહિતી (કન્ટેન્ટ સહિત) નો ઉપયોગ, ફરીથી બતાવવા માટે, વિતરિત કરવા, તેના સંકલિત કાર્યો બનાવવા, ડિસ્પ્લે કરવા અને તેને પ્રદર્શિત કરવા માટે વૈશ્વિક, બિન-વિશિષ્ટ, રોયલ્ટી-મુક્ત, પેટા લાઇસન્સ યોગ્ય અને ટ્રાન્સફરને પાત્ર લાઇસન્સ આપો છો. આ લાઇસન્સમાં તમને આપવામાં આવેલા અધિકારો અમારી સેવાઓનું સંચાલન અને પ્રદાન કરવાના મર્યાદિત હેતુ માટે છે (જેમ કે અમને તમારું પ્રોફાઇલ પિક્ચર અને સ્ટેટસ મેસેજ પ્રદર્શિત કરવા, તમારા મેસેજ પ્રસારિત કરવા અને અમારા સર્વર પર તમારા ન પહોંચી શકેલા મેસેજને 30 દિવસ સુધી સ્ટોર કરવા કેમ કે અમે તેમને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ).
તમારી માટે WhatsAppનું લાઇસન્સ. અમે તમને અમારી સેવાઓને આધીન અને અમારી શરતો અનુસાર અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે એક માર્યાદિત, રદ કરવાપાત્ર, બિન-વિશિષ્ટ, પેટા લાઇસન્સ અને ટ્રાન્સફર ન કરી શકાય તેવું લાઇસન્સ આપીએ છીએ. આ લાઇસન્સ તમને અમારી શરતો થકી મંજૂર કરેલી રીતે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે સક્ષમ કરવાના એકમાત્ર હેતુ માટે છે. તમને કોઈપણ લાઇસન્સ કે અધિકારો સંડોવણી દ્વારા કે અન્યથા આપવામાં આવતા નથી, સિવાય કે સ્પષ્ટ રીતે તમને લાઇસન્સ અને અધિકારો આપવામાં આવ્યા હોય.
તૃતીય-પક્ષના કોપિરાઇટ, ટ્રેડમાર્ક અથવા અન્ય બૌદ્ધિક સંપદાના ઉલ્લંઘનના દાવાની જાણ કરવા માટે, કૃપા કરીને અમારી બૌદ્ધિક સંપદા પોલિસી જુઓ. જો તમે સ્પષ્ટ રીતે, ગંભીરતાથી અથવા વારંવાર અન્યના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરો અથવા કાનૂની કારણોસર અમારે આવું કરવું આવશ્યક હોય તો અમે તમારા એકાઉન્ટ પર પગલાં લઈ શકીએ, જેમ કે તેને બંધ કે સસ્પેન્ડ કરવું. તમારા એકાઉન્ટને બંધ કરવું અથવા સસ્પેન્ડ કરવું એ નીચે આપેલા "સમાપ્તિ" વિભાગ અનુસાર હશે.
તમે અમારી સેવાઓનો ઉપયોગ તમારા પોતાના જોખમે અને નીચેના અસ્વીકરણોને આધીન રહીને કરો છો. અમે કોઈ પણ નિશ્ચિત અથવા ગર્ભિત વોરંટી વિના "જેમ છે તેમ" ધોરણે અમારી સેવાઓ પ્રદાન કરી રહ્યા છીએ, જેમાં વેપારી ક્ષમતા, ખાસ હેતુ માટે યોગ્યતા, શીર્ષક, અનુપાલન અને કમ્પ્યુટર વાયરસ અથવા અન્ય હાનિકારક કોડથી મુક્ત વોરંટી સામેલ છે પણ તેના સુધી મર્યાદિત નથી. અમે બાયંધરી આપતા નથી કે અમારા દ્વારા પ્રદાન કરવામાં આવેલી કોઈપણ માહિતી, સચોટ, સંપૂર્ણ અથવા ઉપયોગી છે, અમારી સેવાઓ કાર્યરત રહેશે, ભૂલ રહિત, સુરક્ષિત અથવા સલામત હશે અથવા અમારી સેવાઓ વિક્ષેપો, વિલંબ અથવા અપૂર્ણતા વિના કાર્ય કરશે. અમારા વપરાશકર્તાઓ અમારી સેવાઓ કે સુવિધાઓ, અમારી સેવાઓ દ્વારા પ્રદાન કરાતી સેવાઓ તથા ઇન્ટરફેસનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરે છે અમે તે નિયંત્રિત કરતા નથી અને તેમ કરવા માટે જવાબદાર પણ નથી. અમે અમારા વપરાશકર્તાઓ અથવા અન્ય તૃતીય-પક્ષોની ક્રિયાઓ અથવા માહિતી (કન્ટેન્ટ સહિત)ને નિયંત્રિત કરવા માટે જવાબદાર અને બાંધ્ય નથી. તમે અમને, અમારી સહાયક અને સંબંધિત કંપનીઓ, અમારા અને તેમના ડિરેક્ટર, અધિકારીઓ, કર્મચારીઓ, ભાગીદારો અને એજન્ટ (એક સાથે, "WhatsApp પક્ષો")ને કોઈપણ દાવો, ફરિયાદ, કાર્યવાહીના કારણ, વિવાદ અથવા નુકસાની (એક સાથે "દાવા"), કોઈપણ તૃતીય-પક્ષો સામે જાણે-અજાણ્યે, તેનાથી સંબંધિત, તેમાંથી ઊભા થયેલા કે કોઈપણ રીતે તેનાથી સંબંધિત દાવાઓમાંથી મુક્ત કરો છો. જો તમારા નિવાસી દેશ કે પ્રદેશના કાયદા તમારા દ્વારા અમારી સેવાઓના ઉપયોગને લીધે લાગુ થતા હોય અને તેની મંજૂરી ન હોય, તો WhatsApp પક્ષોના સંબંધમાં તમારા અધિકારોમાં અગાઉથી ચાલી રહેલા અસ્વીકરણો વડે કોઈ સુધારો કરવામાં આવતો નથી. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ નિવાસી છો, તો તમે કેલિફોર્નિયા સિવિલ કોડ -1542 હેઠળ અથવા કોઈપણ અન્ય ન્યાયિક લાગુ કાયદા અથવા અન્ય અધિકારક્ષેત્ર હેઠળના કોઈપણ લાગુ પડતા ઠરાવ કે કાયદા હેઠળ મળતા અધિકારને જતો કરો છો, જે જણાવે છે કે: સામાન્ય સંજોગોમાં અધિકાર જતો કરવાનું દાવામાં ફેરવાઈ જતું નથી જેની લેણદાર કે અધિકાર જતો કરનાર પક્ષને જાણ ન હોય અથવા અધિકાર જતો કરવાના સમયે તેના કે તેણીના તરફેણમાં હોના અંગે શંકા હોય અને જો તેને કે તેણીને આની જાણ હોય, તો દેણદાર કે અધિકાર જતો કરનાર પક્ષ સાથેના સમાધાનમાં તેને કે તેણીને ભૌતિક રીતે અસર થઈ હોય.
WhatsApp પક્ષો, જે અમારી શરતો, અમારા અથવા અમારી સેવાઓથી સંબધિત હોય, તેમાંથી ઉદ્ભવેલા હોય (ગમે તે રીતે અને બેદરકારી સહિત જવાબદારીના કોઈ પણ સિદ્ધાંત ઉપર કારણભૂત હોવા છતાં) અથવા તેના સંબદ્ધમાં રહેલા હોય તે તમારા નફામાં કોઈ નુકસાન કે પરિણામી નુકસાન, વિશેષ, શિક્ષાત્મક, પરોક્ષ કે આકસ્મિક નુકસાનો માટે જવાબદાર રહેશે નહિ, પછી ભલેને WhatsApp પક્ષોને આવા નુકસાનની સંભાવના વિશે સલાહ આપવામાં આવી હોય. અમારી શરતો અથવા અમે અથવા અમારી સેવાઓને સંબધિત હોય અથવા તેમાંથી ઉદભવતી હોય તેવી સંયુક્ત જવાબદારી એકસો ડોલર ($100)થી કે તમે પાછલા બાર મહિનામાં અમને ચુકવેલી રકમથી વધારે હશે નહિ. અગાઉથી ચાલી રહેલા ચોક્કસ નુકસાન અને જવાબદારીની મર્યાદાનું અસ્વીકરણ લાગુ કાયદાઓ દ્વારા મંજૂર મહત્તમ સીમામાં લાગુ પડશે. અમુક રાજ્યો અને અધિકારક્ષેત્રના કાયદાઓ ચોક્કસ નુકસાનની મર્યાદા અથવા છૂટની પરવાનગી ન આપતા હોઈ શકે, તો ઉપર દર્શાવેલી અમુક અથવા બધી મર્યાદા અથવા છૂટ તમને લાગુ પડતા નથી. તેમ છતાં કંઈ પણ અમારી શરતોથી વિપરીત હશે, તેવાં કેસમાં WhatsApp પક્ષોની જવાબદારી લાગુ કાયદા દ્વારા મંજૂર મહત્તમ સીમા સુધી મર્યાદિત રહેશે.
જો કોઈ તમારી ક્રિયાઓ, માહિતી કે WhatsApp પરના કન્ટેન્ટ કે અમારી સેવાઓના તમારા કોઈપણ ઉપયોગથી સંબંધિત દાવો ("તૃતીય-પક્ષનો દાવો") અમારી સમક્ષ લાવે, તો તમે લાગુ કાયદાની મંજૂર મહત્તમ મર્યાદા હેઠળ તમે દાવાથી સંબંધિત અને તેમાંથી ઉદ્ભવતી બધી જવાબદારીઓ, ક્ષતિઓ, નુકસાન અને (વાજબી કાનૂની ફી અને ખર્ચા સહિત) કોઈપણ પ્રકારના ખર્ચા સામે કે નીચે જણાવેલી કોઈપણ બાબતો સાથે સંબંધિત સંજોગોમાં WhatsApp પક્ષોને વળતરમાંથી અને કોઈપણ પ્રકારની હાનિમાંથી મુક્ત રાખશો: (a) પૂરી પાડવામાં આવેલી માહિતી અને કન્ટેન્ટ સહિત અમારી સેવાઓના ઉપયોગ માટે તમારા ઍક્સેસની પરવાનગી; (b) તમારા દ્વારા અમારી શરતો અથવા લાગુ કાયદાનું ઉલ્લંઘન અથવા (c) તમારા દ્વારા કરવામાં આવેલી કોઈપણ ખોટી રજૂઆત. કોઈપણ તૃતીય-પક્ષના દાવાના બચાવ અથવા સમાધાન માટે તમે અમારા દ્વારા જરૂરી જણાય તેટલો પૂર્ણ સહયોગ કરશો. જો તમારા નિવાસી દેશ કે પ્રદેશના કાયદા તમારા દ્વારા અમારી સેવાઓના ઉપયોગને લીધે લાગુ થતા હોય અને તેની મંજૂરી ન હોય, તો WhatsApp પક્ષોના સંબંધમાં તમારા અધિકારોમાં અગાઉથી ચાલી રહેલા કાનૂની વળતરમાં કોઈ સુધારો કરવામાં આવતો નથી.
ફોરમ અને સ્થળ. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડા સ્થિત WhatsApp વપરાશકર્તા હોવ, તો નીચે આપેલો વિભાગ "યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના વપરાશકર્તાઓ માટે વિશેષ લવાદની જોગવાઈ" તમારી પર લાગુ પડે છે. કૃપા કરીને આ વિભાગને કાળજીપૂર્વક અને સંપૂર્ણપણે વાંચો. જો તમે નીચે "યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડાના વપરાશકર્તાઓ માટે વિશેષ લવાદની જોગવાઈ" વિભાગને આધિન ન હોવ, તો તમે સંમત થાઓ છો કે અમારી શરતો સાથેના સંબંધમાં, ઉદ્ભવતા અથવા કોઈપણ રીતે સંબંધિત WhatsApp સામે તમારી પાસેના કોઈપણ દાવા અથવા પગલાનું કારણ છે. અથવા અમારી સેવાઓ, અને કોઈપણ દાવા અથવા કાર્યવાહીના કારણોસર જે WhatsApp તમારા વિરુદ્ધ ફાઇલ કરે છે, તમે અને WhatsApp સંમત થાય છે કે આવા કોઈપણ દાવા અથવા ક્રિયાના કારણ (દરેક, એક “વિવાદ,” અને સાથે, “વિવાદો”) માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ફોર નોર્થન ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયા અથવા કેલિફોર્નિયાની સૅન મૅટીઓ કાઉન્ટીમાં સ્થિત રાજ્યનીઉકેલવામાં આવાશે કોઈપણ દાવા અથવા કાર્યવાહીના કારણોસર કેસ ચલાવવાના હેતુસર આવી અદાલતોના વ્યક્તિગત અધિકારક્ષેત્રને રજૂઆત કરવા સંમત થાઓ છો અને કેલિફોર્નિયા રાજ્યના કાયદાની જોગવાઈઓના વિરોધાભાસને ધ્યાનમાં લીધા વિના આવા કોઈપણ દાવા અથવા પગલાંનું નિયમન કરશે. અગાઉના વિવાદો પ્રત્યેના પૂર્વગ્રહ વિના, તમે સંમત થાઓ છો કે, અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિએ, અમે તમારી સાથેના કોઈપણ વિવાદનું સમાધાન કરવાનું પસંદ કરી શકીએ છીએ જે તમારા નિવાસી દેશની કોઈ પણ સક્ષમ અદાલતમાં વિવાદ ઉપર અધિકારક્ષેત્ર ધરાવતા લવાદને પાત્ર નથી.
નિયામક કાયદો. કેલિફોર્નિયા રાજ્યના કાયદા અમારી શરતોનું તેમ જ WhatsApp અને તમારી વચ્ચે ઊભા થઈ શકે તેવા કોઈપણ વિવાદોનું અદાલતમાં અથવા લવાદમાં કાયકાકીય જોગવાઈના ટકરાવની પરવા કર્યા વિના તેનું નિયમન કરે છે.
દાવા અથવા વિવાદની જાણ કરવા માટેની સમય મર્યાદા. આ શરતો તમે કોઈ લવાદ શરૂ કરવા માટે જે સમય લો છો અથવા જો પરવાનગી હોય, તો લાગુ કાયદા દ્વારા મંજૂર કરાયેલી મહત્તમ હદમાં અદાલતી કાર્યાવાહી કે નાના દાવામાં લાગતા સમય સહિત દાવા અથવા વિવાદની જાણ કરવા માટે તમે લો છો તે સમયને મર્યાદિત કરે છે. અમે અને તમે સંમત છીએ કે કોઈપણ વિવાદ માટે (નીચે બાકાત રાખવા નિર્ધારિત કરેલા વિવાદો સિવાય) અમારે અને તમારે વિવાદ ઉદ્ભવ્યા પછી એક વર્ષની અંદર દાવા (લવાદની કાર્યવાહી શરૂ કરવા સહિત) રજૂ કરવા જ જોઈએ; નહિંતર, આવા વિવાદને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જો વિવાદના સૌથી પહેલા ઉદ્ભવ્યા પછી એક વર્ષની અંદર અમે અથવા તમે કોઈ દાવો (લવાદ શરૂ કરવા સહિત) રજૂ કરતા નથી, તો લવાદને કાઢી નાખવામાં આવશે કારણ કે તેનેે ખૂબ જ મોડેથી શરૂ કરવામાં આવ્યો હતો.
નીચે જુઓ: યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડાના વાપરનારાઓ માટે વિશેષ લવાદની જોગવાઈ
અમારી સેવાઓની ઉપલબ્ધતા. અમે હંમેશાં અમારી સેવાઓને બહેતર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એનો અર્થ એ છે કે અમે અમારી સેવાઓ, સુવિધાઓ, કાર્યક્ષમતા અને કેટલાક ડિવાઇસ અને પ્લેટફોર્મના સપોર્ટને વિસ્તૃત, ઉમેરી અથવા દૂર કરી શકીએ છીએ. જાળવણી, સમારકામ, અપગ્રેડ અથવા નેટવર્ક કે સાધનસામગ્રીની નિષ્ફળતા સહિતના કારણોસર અમારી સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે. અમે કોઈપણ સમયે અમુક સુવિધાઓ અને અમુક ડિવાઇસ અને પ્લેટફોર્મ માટેના સપોર્ટ સહિત અમારી કેટલીક અથવા બધી સેવાઓ બંધ કરી શકીએ છીએ. અમારા નિયંત્રણની બહારની ઘટનાઓ અમારી સેવાઓ પર અસર કરી શકે છે, જેમ કે કુદરતી ઘટનાઓ અને આફતની અન્ય ઘટનાઓ.
અમે કોઈ પણ કારણસર કોઈ પણ સમયે અમારી સેવાઓની તમારી એક્સેસ અથવા તેના ઉપયોગમાં ફેરફાર કરી શકીએ છીએ, તેને સસ્પેન્ડ કરી શકીએ છીએ અથવા તેને સમાપ્ત કરી શકીએ છીએ, જેમ કે જો તમે અમારી શરતોના શબ્દોના શાબ્દિક વાંચન અથવા ભાવાર્થનું ઉલ્લંઘન કરો છો, અથવા અમારા માટે, અમારા વાપરનારાઓ કે અન્ય લોકો માટે નુકસાન, જોખમ અથવા સંભવિત કાનૂની સંપર્ક ઊભો કરો છો. જો એકાઉન્ટ રજિસ્ટ્રેશન પછી તમારું એકાઉન્ટ એક્ટિવ ન થાય અથવા જો તે વિસ્તારિત સમયાવધિ સુધી ઇનએક્ટિવ રહે, તો અમે તમારું એકાઉન્ટ બંધ અથવા ડિલીટ પણ કરી શકીએ છીએ. નીચેની જોગવાઈઓ, WhatsApp સાથેના તમારા સંબંધની કોઈ પણ સમાપ્તિ પછીયે લાગુ રહેશે: "લાઇસન્સ," "ડિસ્ક્લેમર અને રીલિઝ," "જવાબદારીની મર્યાદા," "વળતર," "વિવાદનું સમાધાન," "અમારી સેવાઓની ઉપલબ્ધતા," "અન્ય," અને "યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના વાપરનારાઓ માટે વિશેષ લવાદની જોગવાઈ."
કૃપા કરીને આ વિભાગને કાળજીપૂર્વક વાંચો, કારણ કે તેમાં અમારા માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના વાપરનારાઓ માટે જ લાગુ એવી વધારાની જોગવાઈઓ સામેલ છે. જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં સ્થાયી થયેલા WhatsApp વપરાશકર્તા છો, તો તમે અને અમે, બધા દાવા વ્યક્તિગત લવાદ દ્વારા રજૂ કરવા માટે બંધાયેલા છીએ, સિવાય કે તેમાં બૌદ્ધિક સંપદાના વિવાદો અથવા તે દાવા જે નાની અદાલતમાં દાખલ કરી શકાતા હોય તેનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે તમે ન્યાયાધીશ અથવા પંચ દ્વારા કોર્ટમાં આવા વિવાદોને ઉકેલવાનો તમારો અધિકાર જતો કરો છો. છેવટે, તમે માત્ર તમારા વતી જ કોઈ દાવો માંડી શકો છો, તમારા વતી કોઈ બીજી વ્યક્તિ કે, કોઈ અધિકારી કે, લોકોના વર્ગ દ્વારા નહિ. તમે કાનૂની કાર્યવાહી, કાનૂની લવાદ અથવા કાનૂની કાર્યવાહીમાં પ્રતિનિધિત્વ જેવી ક્રિયાઓમાં ભાગ લેવા માટેનો અધિકાર છોડી દો છો.
"બાકાત કરેલા વિવાદો"નો અર્થ થાય છે કે કાયદાના અમલીકરણ કે તમારી અથવા અમારી બૌદ્ધિક સંપદાના અધિકારો (જેમ કે કૉપિરાઇટ, ટ્રેડમાર્ક, ડોમેન, લોગો, પ્રોડક્ટનો દેખાવ, વેપારના રહસ્યો અને પેટન્ટ) સાથે સંબંધિત વિવાદો કે અનઅધિકૃત રીતે (ઉદાહરણ તરીકે આપમેળે) અમારી સેવાઓમાં હસ્તક્ષેપ કરવો કે તેમાં જોડાવાના પ્રયત્નો સંબંધિત વિવાદો. અગાઉથી સ્પષ્ટતા હોવા છતાં પણ, તમારી પ્રાઇવસી અને પ્રચાર સબંધિત, તેમાંથી ઉદભવતા અથવા તેની સાથે કોઈ પણ રીતે જોડાયેલા વિવાદોનો સમાવેશ બાકાત વિવાદોમાં થતો નથી.
ફેડરલ આર્બિટ્રેશન એક્ટ. યુનાઇટેડ ફેડરલ આર્બિટ્રેશન એક્ટ આ "યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના વપરાશકર્તાઓ માટે વિશેષ લવાદની જોગવાઈ" વિભાગના અર્થઘટન અને અમલીકરણને સંચાલિત કરે છે, જેમાં WhatsApp અને તમારી વચ્ચેના વિવાદ લવાદને યોગ્ય છે કે કેમ તે સહિતના કોઈપણ પ્રશ્નનો સમાવેશ થાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડાના WhatsApp વપરાશકર્તાઓ માટે લવાદ કરવાનો કરાર. યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં રહેતા WhatsApp વપરાશકર્તાઓ માટે, WhatsApp અને તમે દરેક બાકાત થયેલ વિવાદો સિવાય તમામ વિવાદો માટે ન્યાયાધીશ અથવા પંચ દ્વારા સુનાવણીનો અધિકાર જતો કરવા માટે સંમત છો. WhatsApp અને તમે સંમત થાઓ છો કે પ્રાઇવસી અને પ્રચારના તમારા અધિકારોથી સંબંધિત, તેમાંથી ઊભા થતા અથવા કોઈ પણ રીતે તેના સંબદ્ધમાં રહેલા તમામ વિવાદો (બાકાત રાખેલા વિવાદો સિવાય)નું સમાધાન અંતિમ અને બંધનકારક લવાદ દ્વારા લાવવામાં આવશે. WhatsApp અને તમે સંમત થાઓ છે કે અમારી શરતો હેઠળ લવાદને પાત્ર હોય તે વિવાદને અમારી શરતો હેઠળ લવાદને પાત્ર ન હોય તે વિવાદની સાથે જોડવામાં આવશે નહિ.
તમે વિવાદની લવાદી શરૂ કરો તેની પહેલાં, તમારે અમને વિવાદની લેખિત નોટિસ પૂરી પાડવી આવશ્યક છે, જેમાં તમારું (a) નામ; (b) રહેઠાણનું સરનામું; (c) વાપરનારનું નામ; (d) ઇમેઇલ એડ્રેસ અથવા ફોન નંબર કે જેનો તમે તમારા WhatsApp એકાઉન્ટ માટે ઉપયોગ કરતા હો; (e) જે-તે વિવાદનું વિગતવાર વર્ણન અને (f) તમારે શું રાહત જોઈએ છે તે સામેલ હોય. તમે અમને જે કોઈ વિવાદની નોટિસ મોકલો તેને આ સરનામા પર જ મોકલવાની રહેશે: Meta Platforms, Inc., ATTN: WhatsApp Arbitration Filing, 1601 Willow Rd. Menlo Park, CA 94025. અમે લવાદીની શરૂઆત કરીએ તે પહેલાં, તમે આપેલા ઇમેઇલ એડ્રેસ પર અથવા અન્ય યોગ્ય સાધનો દ્વારા અમે તમને એક વિવાદની નોટીસ મોકલીશું. જો અમે એ વિવાદની નોટીસ મળ્યાના સાઇઠ (60) દિવસમાં એક વિવાદનો ઉકેલ લાવવા સક્ષમ ન હોઈએ, તો તમે અથવા અમે લવાદીની શરૂઆત કરી શકીએ છીએ.
લવાદનું સંચાલન અમેરિકન આર્બિટ્રેશન એસોસિએશન ("AAA") દ્વારા તેના વાણિજ્યક લવાદના નિયમો હેઠળ લવાદ શરૂ થાય છે, જેમાં ઇમરજન્સી પગલાની સુરક્ષાના વૈકલ્પિક નિયમો અને ગ્રાહક-સંબંધિત વિવાદો માટેની પૂરક કાર્યવાહી (એકસાથે, "AAA નિયમો")નો સમાવેશ કરવામાં આવે છે. લવાદની અધ્યક્ષતા AAAના નિયમો અનુસાર પસંદ કરેલા એક આર્બિટ્રેટર દ્વારા કરવામાં આવશે. AAA નિયમો, વિવાદ શરૂ કરવા અંગેની માહિતી અને લવાદ પ્રક્રિયાની વર્ણન www.adr.org પર ઉપલબ્ધ છે. લવાદની જોગવાઇના અમલીકરણ અને તેના સ્કોપ સબંધિત મુદ્દાઓ કોર્ટ દ્વારા નક્કી કરી શકાશે. લવાદનું સ્થાન અને આવી લવાદ માટે ફી અને ખર્ચની ફાળવણી AAA નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે.
બહાર નીકળવાની રીત. તમે લવાદ માટે આ કરારમાંથી બહાર નીકળી શકો છો. જો તમે આવું કરો છો, તો ન તો અમારે અથવા તમારે તથા બીજાને લવાદની કાર્યવાહીમાં ભાગ લેવાની જરૂરિયાત નથી. બહાર નીકળવા માટે, તમારે 30 દિવસોની અંદર અમને પોસ્ટકાર્ડમાં: (a) જે તારીખે તમે પેહેલી વાર અમારી શરતોનો સ્વીકાર કર્યો તે તારીખ અને (b) તમે આ લવાદની જોગવાઈને પાત્ર બન્યાની તારીખ લખીને જાણ કરવી જરૂરી છે. બહાર નીકળવા માટે તમારે આ સરનામાનો ઉપયોગ કરવો જરૂરી છે:
WhatsApp LLC
Arbitration Opt-Out
1601 Willow Road
Menlo Park, California 94025
United States of America
તમારે આટલું સામેલ કરવું આવશ્યક છે: (i) તમારું નામ અને રહેઠાણનું સરનામું; (ii) તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલો મોબાઇલ ફોન નંબર અને (iii) તમે લવાદ કરવા માટે અમારી શરતોના કરારમાંથી બહાર નીકળવા માંગો છો તેનું એક સ્પષ્ટ નિવેદન.
નાના દાવાની અદાલત. લવાદના વિકલ્પ તરીકે, જો તમારા સ્થાનિક "નાના દાવા" કોર્ટના નિયમો દ્વારા મંજૂર કરવામાં આવે, તો તમે તમારા સ્થાનિક "નાના દાવા"ની અદાલતમાં તમારા વિવાદ લાવી શકો છો, ત્યાં સુધી આ બાબત વ્યક્તિગત (બિન-વર્ગ) આધારે આગળ વધશે.
યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં સ્થિત વપરાશકર્તાઓ માટે કોઈ કાનૂની કાર્યવાહી, કાનૂની લવાદ અથવા કાનૂની કાર્યવાહીમાં પ્રતિનિધિત્વ થશે નહિ. અમે અને તમે બન્ને સંમત છીએ કે જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા કેનેડામાં સ્થિત WhatsApp વપરાશકર્તા છો, તો અમે અને તમે એકબીજાની વિરુદ્ધ ફક્ત તેના અથવા તમારા વતી જ વિવાદો લાવી શકીએ છીએ, કોઈ અન્ય વ્યક્તિ અથવા સંસ્થા વતી અથવા કોઈપણ વર્ગના લોકો વતી નહિ. અમે અને તમે બન્ને સંમત છીએ કે કાનૂની કાર્યવાહી, કાનૂની લવાદ, ખાનગી એટર્ની જનરલ અથવા પ્રતિનિધિ દ્વારા લાવવામાં આવેલા વિવાદો, કોઈપણ વિવાદ સાથેના સંબંધમાં કોઈપણ અન્ય વ્યક્તિ અથવા સંસ્થા સાથે સંકળાયેલા એકીકૃત વિવાદોમાં ભાગ લેશું નહિ. જો એક અંતિમ ન્યાયિક નિર્ધારણ થયેલ હોય કે કોઈપણ ચોક્કસ દાવા (અથવા ચોક્કસ રાહત માટેની એક વિનંતી)ને આ જોગવાઇની મર્યાદાઓ અનુસાર લવાદી દ્વારા ઉકેલી શકાય તેમ નથી, તો માત્ર એવો જ દાવો (અથવા રાહત માટેની વિનંતી) કદાચ અદાલતમાં લાવી શકાય છે. બીજા બધા જ દાવા (અથવા રાહત માટેની વિનંતી) આ જોગવાઇને આધીન રહે છે.
પરવાનગીવાળી અદાલતની ક્રિયાઓ ફાઇલ કરવાનું સ્થળ. જો તમે લવાદ કરવાના કરારમાંથી બહાર નીકળો છો, જો તમારો વિવાદ બાકાત રાખેલો વિવાદ છે અથવા જો લવાદ કરારનું અમલીકરણ યોગ્ય ન હોવાનું જણાયું છે, તો તમે ઉપર જણાવેલા "વિવાદનો ઉકેલ" વિભાગમાં લાગુ જોગવાઈને આધીન હોવાની સંમતિ આપો છો.
કેટલીક અન્ય ભાષાઓમાં અમારી શરતો વાંચવાની પરવાનગી માટે, તમારા WhatsApp સત્ર માટેની ભાષાનાં સેટિંગમાં ફેરફાર કરો. જો તમે પસંદ કરો છો તે ભાષામાં અમારી શરતો ઉપલબ્ધ ન હોય, તો અમે અંગ્રેજી વર્ઝનને ડિફોલ્ટ બનાવીશું.
કૃપા કરીને નીચે આપેલા ડોક્યુમેન્ટનો રિવ્યૂ કરો, જે અમારી સેવાઓના તમારા ઉપયોગ વિશે વધારાની માહિતી પૂરી પાડે છે:
WhatsAppની પ્રાઇવસી પોલિસી
WhatsAppની બૌદ્ધિક સંપદા પોલિસી
WhatsAppની બ્રાન્ડ અંગેની માર્ગદર્શિકા