ખાનગી રીતે મેસેજ મોકલો
તમારી પ્રાઇવસી એ અમારી પ્રાથમિકતા છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી, તમને એ બાબતની ખાતરી રહે છે કે તમારા વ્યક્તિગત મેસેજ તમારી અને તમે જેમને તે મોકલો છો તેમની વચ્ચે જ રહે છે.
તમારી પ્રાઇવસી એ અમારી પ્રાથમિકતા છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી, તમને એ બાબતની ખાતરી રહે છે કે તમારા વ્યક્તિગત મેસેજ તમારી અને તમે જેમને તે મોકલો છો તેમની વચ્ચે જ રહે છે.
મેસેજ અને કૉલ તમારી વચ્ચે જ રહે છે. તમારા સિવાય કોઈ તેમને વાંચી કે સાંભળી શકતું નથી, WhatsApp પણ નહીં.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી પણ આગળ, અમે તમારી બધી જ વાતચીતો પર સુરક્ષાનાં વધારાનાં સ્તરો ઉમેરીએ છીએ.
તમે શું શેર કરશો, તમે ઓનલાઇન કેવી રીતે પ્રસ્તુત થશો અથવા કોણ તમારી સાથે વાત કરી શકે તેની પસંદગી તમને કરવા મળે છે.
પાસવર્ડ તમારી સૌથી વધુ વ્યક્તિગત ચેટને સુરક્ષિત કરે છે, જેથી કરીને તમારા ફોનનો ઉપયોગ કરી રહેલી કોઈ પણ વ્યક્તિ તેને જોઈ ન શકે.
ગાયબ થતા મેસેજની સુવિધા વડે, તમારા દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા પછી તેને ગાયબ થવા સેટ કરીને કયા મેસેજ રહેશે અને કેટલા સમય સુધી રહેશે તે તમે નિયંત્રિત કરી શકો છો.
સ્પામ અને અજાણ્યા સંપર્કોને તમને કૉલ કરવાથી દૂર કરો, જેથી તમે તમારા માટે ખરેખર મહત્ત્વની હોય તેવી વાતચીતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.
તમારાં ઓનલાઇન બેકઅપને ખાનગી રાખો. iCloud અથવા Google Driveમાં સેવ કરેલા તમારા મેસેજના એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષા વધારવા માટે એન્ક્રિપ્ટેડ બેકઅપ ચાલુ કરો.
તમે ઇચ્છતા હો એવાં લોકો જ તમને જોઈ શકે તેવું પસંદ કરો. તમે ક્યારે ઓનલાઇન છો અને તમે WhatsAppનો ઉપયોગ છેલ્લે ક્યારે કરેલો તે કોણ જોઈ શકે તે પસંદ કરવા તમે તમારાં પ્રાઇવસી સેટિંગને કસ્ટમાઇઝ કરી શકો છો.
હેકર અને કૌભાંડકારીઓથી તમારા એકાઉન્ટની સુરક્ષા કરો
અને અનિચ્છિત ચેટને રોકો.