WhatsApp સ્ટેટસ પર તમારાં લોકોની સાથે ફોટા, વીડિયો, વોઇસ નોટ અને ટેક્સ્ટ શેર કરો. સ્ટિકર, GIF અને વધુ ઉમેરીને તેમને પસંદ મુજબ બનાવો. તે 24 કલાક પછી વ્યૂમાંથી ગાયબ થઈ જશે.
સ્ટિકર, અવતાર, GIF અને ઓવરલે ટેક્સ્ટ વડે, સ્વયંને અભિવ્યક્ત કરવા, ક્રિએટિવ થવા અને તમારા વાસ્તવિક વ્યક્તિત્વને શેર કરવા માટે તમારી પાસે તમારી આંગળીના વેઢા પર તમામ ક્રિએટિવ વિકલ્પો છે.
તમારા દરેક પ્રિયજનને અવગત રાખો અને જ્યારે તમારી પાસે એવું કંઈક હોય કે જે તમે ઇચ્છતા હો કે તેઓ જુએ ત્યારે તમારા સ્ટેટસમાં તેમનો ઉલ્લેખ કરો. તેઓ તેને લાઇક કરી શકે છે અને વાતચીત શરૂ કરવા માટે તેનો જવાબ આપી શકે છે.
તમારું સ્ટેટસ એ શેર કરવા માટેની તમારી પોતાની જગ્યા છે. જ્યારે તમે પોસ્ટ કરો, ત્યારે તમે નક્કી કરો છો કે તેને કોણ જોઈ શકે, તેથી તમે મનની વધારાની શાંતિ સાથે પડદાં પાછળની બાબતોને શેર કરી શકો છો.