કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
"અમે સાર્થક વાતચીતોને સુનિશ્ચિત કરવા માટે સ્વેચ્છાએ ભાગ લેનારાં લોકોની મર્યાદિત, પ્રગાઢ કોમ્યુનિટીને સંવર્ધિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. જોડાઈ રહેલાં લોકો વિવિધ સોશિયલ એક્ટિવિટી, ઇવેન્ટ અને ભંડોળ સંચયનાં કેમ્પેન પ્રત્યે પ્રતિબદ્ધ છે."
- એલિન
“The Army” તરીકે જાણીતા અત્યંત લોકપ્રિય કે-પૉપ બોય બેન્ડ, બેન્ગટેન બોયઝના સમર્પિત ફેન.
કેટલાક તેમના ચહેરા પર બેન્ડના લોગો - બેવડા ટ્રેપેઝોઇડને દર્શાવતા બહુ નાનાં સ્ટિકર લગાવે છે, જે તકના ખુલ્લા દરવાજાને રજૂ કરે છે.
BTS Army Indonesianની કોઓર્ડિનેટર, કાર્લિના ઓક્ટાવિયાનીએ તેનાં ટ્રેપેઝોઇડને તેની આંખોના ખૂણામાં લગાવ્યાં છે.
તેનું કહેવું છે કે 'Army'નો ભાગ હોવું એ માત્ર ફેન-ગર્લની સામગ્રી વિશે નથી, પરંતુ તે સામાજિક જાગૃતિ લાવવા અને BTSના ગીતના શબ્દોથી સકારાત્મક મેસેજનો પ્રસાર કરવા અંગે પણ છે.
“અમે અમારા પોતપોતાના પ્રોફેશનલ ક્ષેત્રોમાંથી 'Army' અંગેની જાણકારી અને રચનાત્મક સ્ટોરી શેર કરીએ છીએ,” કાર્લિનાએ કહ્યું.
'Army' અંતર્ગત રહેલા દરેક ફેનબેઝનો અલગ હેતુ છે: 'ધ બોયઝ ઓફ બેન્ગટેન' પૈસા એકત્ર કરે છે, 'BTS Army મદદ કેન્દ્ર' માનસિક આરોગ્યની બાબત પર, 'પર્પલ સ્ટાર' પરોપકારના કાર્યો અને બાળપણના શરૂઆતી સમયના મફત શિક્ષણના કેન્દ્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 'Army ટીમ આઈડી' BTS એવોર્ડના સ્ટ્રીમિંગ અને તેના માટેના મતદાનને હેન્ડલ કરે છે અને 'ટ્રીસ ફ્રોમ ધ આર્મી' મેન્ગ્રોવના વાવેતર જેવી પર્યાવરણીય એક્શન હાથ ધરે છે.
દરેક ફેનબેઝમાં સેંકડો સભ્યોની સાથે, કાર્લિનાને તેમની અલગ-અલગ જરૂરિયાતો અને માંગો સાથે જોડાયેલા રહેવાનું ઉત્તરોત્તર મુશ્કેલ લાગી રહ્યું હતું.
હવે WhatsAppનાં નવાં ટૂલ આ બધાં ગ્રૂપનું નિરીક્ષણ અને સંચાલન કરવાનું બહુ વધુ સરળ બનાવે છે.
“WhatsApp કોમ્યુનિટી ઝડપી કોઓર્ડિનેશન અને સંચાર માટે ખૂબ જ મદદરૂપ છે. ઘોષણાની સુવિધા વડે, સમગ્ર WhatsApp ગ્રૂપમાં પોસ્ટ કરવું એટલું સરળ છે, જેથી કોઈ સભ્ય માહિતીને ચૂકી ન જાય,” તેણે કહ્યું.
જેમ-જેમ ગ્રૂપ વધુ મોટાં થતાં જાય, તેમ-તેમ સલામતી અને વાપરનારાઓની સુરક્ષા અત્યાવશ્યક હોય છે, ખાસ કરીને એટલા માટે કે મોટા ભાગની ફેન સ્ત્રીઓ હોય છે અને લિંગ-આધારિત દુર્વ્યવહાર, સ્કેમિંગ, સ્પામિંગ અને ડોક્સિંગનો તેઓ ભોગ બને તેની સંભાવના હોય છે.
કાર્લિના કહે છે, “WhatsApp કોમ્યુનિટી વડે, અમે આ બધાનું નિરીક્ષણ કરી શકીએ છીએ. અમે શરૂઆતથી જ જોખમને ઘટાડી શકીએ છીએ.”
'Army'ની સૌથી વધુ ગર્વ કરવાની ક્ષણો પૈકી એક પૂર્વ જાવામાં સેંકડોથી વધુ ફૂટબોલ ફેનની જાનહાનિ માટે જવાબદાર દુઃખદ નાસભાગનો ભોગ બનેલાં લોકો માટે, એક જ દિવસમાં Rp 400 મિલિયન (US$27,500) એકત્ર કરવા માટે કોમ્યુનિટીની 'ઘોષણા' સુવિધાનો ઉપયોગ કરવાની હતી.
ભવિષ્યમાં, કાર્લિના તકના હજુ વધુ મોટા ટ્રેપેઝોઇડલ દરવાજા ખોલવાની તથા સમાજમાં ગ્રૂપના યોગદાનને હજુ આગળ લઈ જવાની આશા રાખે છે.
જેમ તેના સાથી સૈનિકો દ્વારા દક્ષિણ કોરિયામાં આયોજવામાં આવેલી, તે જ રીતે Army એકેડેમિક પરિષદને કોઓર્ડિનેટ કરવાનું પણ તે સ્વપ્ન જુએ છે.