કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ આપણા જીવનને બહેતર બનાવવા માટે ઘણી તકો પૂરી પાડે છે, પરંતુ તેનાં જોખમોથી વાકેફ રહેવું મહત્ત્વનું છે, જેથી તમે પોતાની અને તમારી કોમ્યુનિટીની સુરક્ષા કરી શકો. ગ્રૂપ અને વાતચીતોનું સંચાલન કરીને તથા સભ્યોને WhatsAppની સલામતી અને પ્રાઇવસીની સુવિધાઓનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીને કેવી રીતે તમારા સભ્યોને સલામત રાખવા અને તેમની પ્રાઇવસીની સુરક્ષા કરવી તે જાણો.
"ઘરેલું હિંસાનો ભોગ બનેલાં લોકોને સપોર્ટ કરવાના કિસ્સા કે જેને ખૂબ જ ખાનગીમાં હેન્ડલ કરવાના હતા, તેમાં ગ્રૂપ એડમિને જોયું કે WhatsApp એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હતું અને ઍપ પર તેવી ચર્ચાઓ કરવામાં વધુ વિશ્વાસ અનુભવ્યો હતો. એ મહત્ત્વનું છે કે પ્રાઇવસી પ્રથમ દરજ્જાની હોય અને તમે જેની પણ ચર્ચા કરો તે અનિચ્છિત ઓડિયન્સ સાથે શેર ન થાય."
- Givers Arena, નાઇજેરિયા
જ્યારે લોકો કોમ્યુનિટીમાં સલામતી અનુભવે છે, ત્યારે તેમના દ્વારા ભાગ લેવામાં આવવાની અને તેઓ કોમ્યુનિટીનો ભાગ હોય તેવી તેમને અનુભૂતિ થવાની સંભાવના વધુ છે. તે અનુભૂતિ બહુ ઝડપથી ગાયબ થઈ જાય છે જો સભ્યો હાનિકારક કન્ટેન્ટ અથવા વર્તનના સંપર્કમાં આવે, જ્યારે ગ્રૂપ ખાનગી હોવાનું ન લાગે અથવા જ્યારે સંમતિ વિના વ્યક્તિગત માહિતી શેર કરવામાં આવે.
WhatsApp જે કંઈપણ કરે છે તે દરેક વસ્તુના હાર્દમાં સલામતી રહેલી છે. તમારા વ્યક્તિગત મેસેજ, ફોટા, વીડિયો, વોઇસ મેસેજ, ડોક્યુમેન્ટ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે. તમારી પોતાની અને તમારા સભ્યોની સુરક્ષા કરવા માટે WhatsApp પરની સલામતી અને પ્રાઇવસીની સુવિધાઓનો ઉપયોગ કરો. કોમ્યુનિટી એડમિન તરીકે, તમારા માટે તમારા ગ્રૂપ એડમિન સાથે મળીને કામ કરવું મહત્ત્વનું છે, જેથી સભ્યો સલામત હોવાનું અનુભવે તે સુનિશ્ચિત કરી શકાય.
WhatsApp કોમ્યુનિટીના સભ્યો તેમના ગ્રૂપ એડમિન માટેની સંપર્ક વિગતોને સરળતાથી શોધી શકે છે અને તેમને જરૂર પડે તો તેમના કોમ્યુનિટી એડમિનનો સીધો સંપર્ક કરી શકે છે.
એવી WhatsApp કોમ્યુનિટીને સેટ અપ કરશો નહીં કે જે/જેમાં:
કોમ્યુનિટી એડમિન તરીકે, તમે અમારી સેવાની શરતો અનુસાર અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે સંમત થયા છો. ઉલ્લંઘનોના કિસ્સામાં, કોમ્યુનિટીને બંધ કરવા અથવા પ્રતિબંધિત કરવા સહિત તમારા એકાઉન્ટના સંબંધમાં એક્શન લેવામાં આવી શકે છે.
વાપરનારાઓને ગુનેગારોથી સુરક્ષિત કરવા માટે WhatsApp દ્વારા પૂરી પાડવામાં આવતી સલામતી અને પ્રાઇવસીની સુવિધાઓ અંગે દરેક જણ જાણતા હોય તેની ખાતરી કરો. કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિને એવી કોઈ પણ વ્યક્તિ અંગે સાવચેત રહેવું જોઈએ કે જે તમારા એકાઉન્ટ પર કબજો કરવાનો, ખોટી માહિતી શેર કરવાનો અથવા સભ્યોને ઉમેરવા કે દૂર કરવાનો પ્રયાસ કરી રહી હોય. તમારે તમારા સભ્યોને તેમનાં એકાઉન્ટને સુરક્ષિત કરવાં પ્રોત્સાહિત કરવું જોઈએ અને તેમને બહારનાં લોકો સાથે કોમ્યુનિટીની માહિતીને શેર ન કરવાનું યાદ અપાવવું જોઈએ, જેથી કરીને કોમ્યુનિટીને હાનિનો સામનો કરવાનું જોખમ મર્યાદિત થાય. કોમ્યુનિટી એડમિન તરીકે, તમે કોમ્યુનિટીને સલામત રાખવા માટે સભ્યોને દૂર કરી શકો છો, અસંબંધિત મેસેજને (તે મોકલવામાં આવ્યા પછી 2.5 જેટલા દિવસ સુધી) ડિલીટ કરી શકો છો.
નીચેની બાબતોના મહત્ત્વને જણાવીને પોતાને અને તમારા સભ્યોને સલામત રાખો:
તમારા સભ્યોને યાદ કરાવો કે જ્યારે પણ તેઓ ગ્રૂપમાં વ્યક્તિગત માહિતી શેર કરે છે ત્યારે તેઓ 'ગાયબ થતા મેસેજ' અને 'મીડિયાને એક વાર જુઓ' જેવી પ્રાઇવસીની વધારાની સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. તમારી સુરક્ષા અને પ્રાઇવસીને સુનિશ્ચિત કરવા માટે અમે જેની રચના કરી છે તે ટૂલ અને સુવિધાનો ઉપયોગ કરવા માટે તમામ સભ્યોને પ્રોત્સાહિત કરો.
કોમ્યુનિટી એડમિન માટે, ઘોષણા ગ્રૂપમાં મેસેજ મોકલતી વખતે કાળજી રાખવી ખૂબ જ મહત્ત્વની છે. ઘોષણા ગ્રૂપમાં કોઈ પણ સભ્યનો @ઉલ્લેખ કરશો નહીં, કારણ કે તેમ કરવાથી જે-તે વ્યક્તિ (સંપર્ક)નો ફોન નંબર સમગ્ર કોમ્યુનિટી સમક્ષ ખુલ્લો થઈ જશે.
WhatsApp કોમ્યુનિટી પ્રાઇવસીનું એક વધારાનું સ્તર પૂરું પાડે છે, કારણ કે વાપરનારાઓ સાર્વજનિક રીતે તમારી કોમ્યુનિટીને ઓનલાઇન શોધી શકતા નથી, પરંતુ તેમાં જોડાવા માટે તેમને આમંત્રિત કરવામાં આવે તે આવશ્યક હોય છે. તમારી કોમ્યુનિટીમાં સભ્યોને યોગ્ય કારણોસર જ ઉમેરવામાં આવતા હોવાનું સુનિશ્ચિત કરવા માટે તમારી કોમ્યુનિટી અને ગ્રૂપના એડમિન સાથે કોઓર્ડિનેટ કરો. કોમ્યુનિટીના હેતુ સાથે એકરૂપ ન હોય એવાં લોકોના કોમ્યુનિટીમાં હોવાથી અથવા ખોટા ઇરાદા સાથે તેમાં જોડાવાથી તમારા સભ્યો માટે કોમ્યુનિટીનું મહત્ત્વ ઘટી શકે છે અથવા કોમ્યુનિટી પજવણી, કૌભાંડો અથવા અન્ય હાનિને લઈને અરક્ષિત થઈ શકે છે.
ગ્રૂપ અને સભ્યો તમારી કોમ્યુનિટીનાં અન્ય ગ્રૂપ સાથે કેવી રીતે જોડાઈ શકે અને ઇન્ટરેક્ટ કરી શકે તે સક્રિય રહીને સંચાલિત અને નિયંત્રિત કરવું મહત્ત્વનું છે. દરેક કોમ્યુનિટીમાં વધુમાં વધુ પચાસ ગ્રૂપ ઉપરાંત ઘોષણા ગ્રૂપ સામેલ હોઈ શકે છે, તેથી માત્ર સંબંધિત ગ્રૂપ જ તમારી કોમ્યુનિટી સાથે લિંક થયેલા છે તેની ખાતરી કરવા માટે નવા ગ્રૂપના નિર્માણ બાબતે સાવધાન રહો.
ખાતરી કરો કે તમારા ગ્રૂપ એડમિન નવા સભ્યો પર નજર રાખે છે અને એવી કોઈ પણ વ્યક્તિને દૂર કરે છે કે જે તેમાં હોવી ન જોઈએ. તમે ગ્રૂપના સભ્યોના લિસ્ટમાં જઈ અને જે-તે સભ્યના નામ પર ક્લિક કરીને સભ્યોને દૂર કરી શકો છો.
તમે આમંત્રણ લિંકનો ઉપયોગ કરીને અથવા વાપરનારાઓને તમારા સંપર્કોમાં એક-એક કરીને ઉમેરીને કોમ્યુનિટીમાં જોડાવા માટે ગ્રૂપ અને સભ્યોને આમંત્રિત કરો છો. તમે આમંત્રણની લિંક ક્યાં શેર કરો છો તે બાબતે સાવધ રહો. આને સાર્વજનિક વેબ પેજ પર ક્યારેય પોસ્ટ કરશો નહીં. તમે ઓળખતા હો તે લોકોને આમંત્રણ લિંક હંમેશાં ખાનગી સંચારની ચેનલ મારફતે મોકલો. તમે જેના માટે એડમિને ગ્રૂપમાં જોડાવાની પહેલાં કોઈ પણ નવા સભ્યની સમીક્ષા કરવાની જરૂર પડશે તેવાં ગ્રૂપ માટે 'ગ્રૂપમાં જોડાવાની વિનંતી' સેટિંગને ચાલુ પણ કરી શકો છો. જો તમે કોઈ વ્યક્તિને ઉમેરો છો અને તેઓ પોતાને દૂર કરી દે છે, તો તેમના નિર્ણયનું સન્માન કરો.
ખાતરી કરો કે તમામ એડમિન તેમની જવાબદારીઓથી વાકેફ છે અને તેમનાં ગ્રૂપને સલામત રાખવા માટે કેળવવામાં આવેલા છે. સંભવિત સંઘર્ષ, પજવણી, ધાકધમકી અને હાનિકારક કન્ટેન્ટના સંકેતોની શોધમાં રહો તથા તમારી કોમ્યુનિટીના નિયમોને સતત લાગુ કરતા રહો. અયોગ્ય અથવા ભરોસો કરી ન શકાય તેવા મેસેજ પર દબાવી રાખી તે મેસેજને ડિલીટ કરવા માટે અને જો જરૂર હોય તો સમસ્યારૂપ ગ્રૂપ તથા સભ્યો સાથેનો સંપર્ક તોડવા, તેમની જાણ કરવા તેમજ તેમને દૂર કરવા માટે ઝડપથી પગલાં લો.
તમારી કોમ્યુનિટીના ધોરણ અને સભ્યોની અપેક્ષાઓના સંદર્ભમાં, નકારાત્મક કન્ટેન્ટને ઓળખવામાં એડમિન અને સભ્યોની મદદ કરો. કન્ટેન્ટ તમારી કોમ્યુનિટીમાં સમસ્યારૂપ હોઈ શકે છે જો તે:
તમારા સભ્યોને શંકાસ્પદ દેખાતા કન્ટેન્ટને અવગણવાની અથવા વર્તનની જાણ કરવાની તથા મેસેજને ફોરવર્ડ કરવાની પહેલાં બે વાર વિચાર કરવાનું યાદ કરાવો.
WhatsApp, ખોટી માહિતીના પ્રસારને ધીમો પાડવા માટે મેસેજ ફોરવર્ડ કરવાને મર્યાદિત કરે છે. તમે એક સમયે પાંચ ચેટમાં મેસેજ ફોરવર્ડ કરી શકો છો. જો કોઈ મેસેજ પહેલેથી જ ફોરવર્ડ કરવામાં આવ્યો હોય, તો તમે તેને વધુમાં વધુ એક ગ્રૂપ સહિત પાંચ જેટલી ચેટમાં ફોરવર્ડ કરી શકો છો.
જો તમને એવું કન્ટેન્ટ અથવા વર્તન દેખાય કે જેનાથી તમે ચિંતિત થાઓ અથવા જો તમારી કોમ્યુનિટીમાં રહેલી કોઈ પણ વ્યક્તિ તાત્કાલિક જોખમમાં હોય, તો તરત જ મદદ માટે સંપર્ક કરો. તમારી સ્થાનિક ઇમર્જન્સી સેવાઓ, કાયદા અમલીકરણ અથવા આત્મહત્યા નિવારણ હોટલાઇનનો સંપર્ક કરો.
સ્પામ અને અનિચ્છિત મેસેજ વિશે માહિતી
ફોરવર્ડ કરવાની મર્યાદાઓ વિશે માહિતી
Whatsapp કોમ્યુનિટીનું સંચાલન કરવા અને તેની જાળવણી કરવા માટે કોમ્યુનિટી એડમિન અત્યાવશ્યક છે. એક ઉમદા કોમ્યુનિટી એડમિન બનવા માટે શું જરૂરી છે તે સમજો.