તમારી કોમ્યુનિટી સેટ કરતા પહેલાં તમારા હેતુને ધ્યાનમાં લો - શું તે શાળાની પ્રવૃત્તિના અપડેટ શેર કરવાનો છે, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સુખાકારી માટે સહાય પૂરી પાડવાનો છે, શ્રેષ્ઠ રીતો વિશેની માહિતી અને શિક્ષણ સંબંધિત નવું કન્ટેન્ટ શેર કરવાનો કે પછી અન્ય હેતુ છે? તમારો હેતુ કોમ્યુનિટીમાં કયા સભ્યોનો સમાવેશ કરવો અને તેઓ કયા ગ્રૂપમાં રહેશે તે નક્કી કરવામાં તમને મદદ કરશે. તમે નીચેનાં ગ્રૂપ બનાવી અથવા ઉમેરી શકો છો:
- ધોરણ અથવા વિષય અનુસાર શિક્ષકો હોય;
- નૉન-ટીચિંગ સ્ટાફ હોય;
- વિવિધ પ્રોજેક્ટ પર કામ કરતા લોકો હોય;
- વર્ગ અથવા ધોરણ અનુસાર માતા-પિતા હોય;
- વિદ્યાર્થીના વર્ગો અનુસાર, જેમાં ગ્રૂપ એડમિન તરીકે શિક્ષકો હોય;
- રમતગમત ટીમ અથવા શાળાની અન્ય પ્રવૃત્તિઓના સભ્યો.
કોમ્યુનિટીનો હેતુ સ્પષ્ટ હોવાથી તમારી એડમિન ટીમ અને સભ્યો સમજી શકે છે કે શા માટે કેટલાક ગ્રૂપને ઉમેરવામાં આવ્યા છે અને અન્ય ગ્રૂપને ઉમેરવામાં આવ્યા નથી. જેમ કે, જો તમારો હેતુ શાળા સંબંધિત અપડેટ શેર કરવાનો હોય, તો તમે શાળાના ફૂટબોલ ખેલાડીઓના માતા-પિતાને એ ગ્રૂપને સામેલ કરી શકો છો કે જેઓ સાધનો અને તાલીમના સમયપત્રક વિશેની માહિતી શેર કરે છે. જો કે, કોઈ સમાન સામાજિક વિષયમાં રુચિ ધરાવતા માતા-પિતાના ગ્રૂપનો સમાવેશ કરવામાં આવશે નહીં.
કેટલાક ગ્રૂપના સભ્યો - જેમ કે વર્ગ ગ્રૂપ - દર વર્ષે બદલાઈ શકે છે. આવા કિસ્સામાં, જૂના ગ્રૂપને દૂર કરીને નવું ગ્રૂપ ઉમેરવું સરળ રહેશે. રમતગમત ટીમ, અભ્યાસ અથવા પ્રોજેક્ટ-આધારિત ગ્રૂપ જેવા અન્ય ગ્રૂપને નિયમિતપણે ઉમેરવાની અને દૂર કરવાની જરૂર પડી શકે છે. માતા-પિતાના સંગઠન ગ્રૂપ કે નૉન-ટીચિંગ સ્ટાફ જેવા ગ્રૂપ મોટાભાગે તેમના તેમ જ રહે છે. ફક્ત સમયાંતરે કેટલાક સભ્યો ઉમેરવામાં અને કેટલાકને દૂર કરવામાં આવે છે. જો મોટાભાગના ગ્રૂપને દર વર્ષે દૂર કરવાની જરૂર હોય, તો તે કોમ્યુનિટીને જ બંધ કરીને નવી કોમ્યુનિટી બનાવવાનું સરળ રહે છે.