"અમે અમારી કોમ્યુનિટી માર્ગદર્શિકાનો હંમેશાં સંદર્ભ લઈને તથા વિરોધાભાસના નિરાકરણ માટે એડ-હોક ગ્રૂપ સેટ અપ કરીને સમસ્યાઓની તીવ્રતાને ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. આ, સંવેદનશીલ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે."
- યોહાના, Indonesian Babywearers
કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
સલામત કોમ્યુનિટી બનાવવાની શરૂઆત સ્પષ્ટ, ચોક્કસ અને અમલમાં લાવી શકાય તેવા નિયમોને લખવાની સાથે થાય છે. સમસ્યારૂપ કન્ટેન્ટ અથવા લોકોનો સામનો કરવો પડે ત્યારે શું કરવું તે સભ્યો જાણે તે કેવી રીતે સુનિશ્ચિત કરવું તથા કોમ્યુનિટીના નિયમોને પારદર્શક અને સુસંગત રીતે કેવી રીતે અમલમાં લાવવા તે જાણો.
"અમે અમારી કોમ્યુનિટી માર્ગદર્શિકાનો હંમેશાં સંદર્ભ લઈને તથા વિરોધાભાસના નિરાકરણ માટે એડ-હોક ગ્રૂપ સેટ અપ કરીને સમસ્યાઓની તીવ્રતાને ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. આ, સંવેદનશીલ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે."
- યોહાના, Indonesian Babywearers
સારા નિયમો, કોમ્યુનિટીનાં મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. તે એ વાતની સ્પષ્ટતા કરે છે કે કયા વર્તનને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને કયા વર્તનને સાંખી લેવામાં આવતા નથી. તે એ પણ સ્પષ્ટપણે જણાવે છે કે કઈ એક્શનથી ચેતવણી આપવામાં આવશે, દૂર કરવાની પ્રક્રિયા થશે અથવા WhatsAppને જાણ કરવામાં આવશે.
સભ્યોને એ જાણવાથી લાભ થશે કે તેઓ કેવી રીતે પ્રતિસાદ પૂરો પાડી શકે, જ્યારે કોઈ સભ્ય નિયમોનો ભંગ કરે ત્યારે શું કરવું તેમજ તેમને કોઈ પણ ચિંતાઓ હોવા પર તેઓ એડમિનનો સંપર્ક કેવી રીતે કરી શકે. તમારા કોમ્યુનિટીના નિયમોમાં WhatsAppની સેવાની શરતોની લિંક સામેલ કરવી એ સારો વિચાર છે.
એડમિન તરીકે, તમે તમારી કોમ્યુનિટીની સુરક્ષા કરવા માટે જવાબદાર છો. જ્યારે કોમ્યુનિટીના નિયમોનો આદર કરવામાં આવતો નથી, ત્યારે સભ્યો તમારી લીડરશિપ પર નજર જમાવે છે. તેઓ નિયમોને સુસંગત રીતે સમર્થન આપવાની અને તે નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા કન્ટેન્ટ અને સભ્યોને દૂર કરવાની તમારી પાસેથી અપેક્ષા રાખે છે.
સમસ્યારૂપ કન્ટેન્ટ અને/અથવા લોકોનો સામનો થવા પર પગલાં લેવા માટે સભ્યોને પ્રોત્સાહિત કરો:
જો શક્ય હોય તો, કોમ્યુનિટી એડમિને ગ્રૂપના સ્તરે સમસ્યાઓનું સંચાલન કરવા અને તેનો ઉકેલ લાવવા માટે ગ્રૂપ એડમિન અને સભ્યો સાથે મળીને કામ કરવું જોઈએ. જો તમે WhatsAppને સમસ્યારૂપ વર્તન અથવા કન્ટેન્ટની જાણ કરવાનું પસંદ કરો છો, તો તમે મેસેજ પર દબાવી રાખીને ચોક્કસ મેસેજ અને એકાઉન્ટની જાણ કરી શકો છો. મેસેજની જાણ કરવાથી તમારી કોમ્યુનિટીના અન્ય એકાઉન્ટ અથવા કન્ટેન્ટની તેમાં સંડોવણી થતી નથી.
નંબર/વ્યક્તિઓ સાથે સંપર્ક તોડવા અને તેમની જાણ કરવા વિશે માહિતી
નફરતભરેલાં વાણી-વર્તન, હિંસા, પોર્નોગ્રાફીના અથવા કોમ્યુનિટીના નિયમોનું ઉલ્લંઘન કરતા અન્ય અનિચ્છિત અથવા હાનિકારક મેસેજને તરત જ ડિલીટ કરી દેવામાં આવવા જોઈએ, જેથી કન્ટેન્ટને સભ્યો દ્વારા બહોળી માત્રામાં જોવાથી અટકાવી શકાય. સ્રોતનો ઝડપથી સંપર્ક કરવો અને તેની તપાસ કરવી મહત્ત્વપૂર્ણ છે, જેથી તેમના ઇરાદાને નિર્ધારિત કરી શકાય.
જો તમારા નિયમોનું ગંભીર ઉલ્લંઘન થયું હોય તો ગ્રૂપ અથવા કોમ્યુનિટીમાંથી સભ્યને દૂર કરવામાં સંકોચ કરશો નહિ. જો તમે સારી પેઠે જાણીતા સભ્યને દૂર કરો છો, તો જે-તે વ્યક્તિ હવે કોમ્યુનિટીનો ભાગ નથી એમ સમજાવતો ટૂંકો મેસેજ મોકલવા અંગે વિચાર કરો. પરિસ્થિતિ અથવા તેમાં સામેલ સભ્યોને લગતી કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિગત વિગતો જાહેર ન થાય તેની કાળજી લો.
ટ્રોલ અને તોફાની તત્ત્વો પર ધ્યાન રાખવા માટે તમારા એડમિન અને સભ્યો સાથે કામ કરો. ટ્રોલ, વિવાદને ઊભો કરવાનું કામ શરૂ કરે છે અને સામાન્ય રીતે નકલી ઓળખને અપનાવે છે તથા વિક્ષેપકારક રીતે વર્તે છે. તોફાની તત્ત્વો એવાં લોકો છે કે જેઓ તમારા ગ્રૂપનો ફોટો બદલવા જેવી બાબતો દ્વારા તમારા ગ્રૂપ પર કબજો કરી લે છે. ટ્રોલ અને તોફાની તત્ત્વોને તથા કોમ્યુનિટીના નિયમો તોડતા સભ્યોને ઝડપથી દૂર કરો.
તમે પગલાં લો તેને ધ્યાનમાં લીધા વિના, ઘોષણા ગ્રૂપમાં નિયમોને ફરીથી જણાવવા અને કોમ્યુનિટીના તમામ સભ્યોને તમે આ બાબતનો ઉકેલ લાવવા શું કર્યું તે વિશે જણાવવું એ સારો વિચાર છે.
કોમ્યુનિટીને સલામત રાખવા માટે તમારા સભ્યો તમારા પર નિર્ભર રહે છે. લોકોને અયોગ્ય રીતે વર્તવા, તમને ડરાવવા અથવા યોગ્ય કામ કરવાથી તમને રોકવાનો પ્રયાસ કરવા દેશો નહિ. ગ્રૂપ અથવા કોમ્યુનિટીમાંથી દૂર થયા પછી તમારો સંપર્ક કરતા સભ્ય અથવા તમને તેમને દૂર કરવાથી અટકાવવાનો પ્રયાસ કરતા સભ્ય સાથેનો સંપર્ક તમે તોડી શકો છો.
એકવાર સંપર્ક તોડવામાં આવ્યા બાદ, ભૂતપૂર્વ સભ્ય દ્વારા મોકલવામાં આવતા મેસેજ, કૉલ અને સ્ટેટસ અપડેટ તમારા ફોન પર દેખાશે નહિ અને તમને પહોંચાડવામાં આવશે નહિ. તમારી 'છેલ્લે જોયું' સ્થિતિ, ઓનલાઇન છો કે નહિ, સ્ટેટસ અપડેટ અને તમારા પ્રોફાઇલ ફોટામાં કરેલા કોઈ પણ ફેરફારો, તમે સંપર્ક તોડેલા નંબર/વ્યક્તિને ત્યારબાદ દેખાશે નહિ.
જ્યારે તમે કોઈ સભ્યની જાણ કરો, ત્યારે જો અમારું માનવું હોય કે તેમણે અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે તો WhatsApp તેમના એકાઉન્ટને પ્રતિબંધિત કરે એવું બની શકે છે. WhatsAppના યોગ્ય ઉપયોગ તેમજ અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતી હોય અને જેના પરિણામે એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે તેવી એક્ટિવિટી વિશે વધુ જાણવા માટે તમારા સભ્યોને અમારી સેવાની શરતોમાં રહેલા "અમારી સેવાઓનો સ્વીકાર્ય ઉપયોગ" વિભાગને કાળજીપૂર્વક તપાસવા માટે પ્રોત્સાહિત કરો.
જો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો હોય, તો જ્યારે વાપરનાર WhatsAppમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે તેમને આ મેસેજ દેખાશે: "તમારા ફોન નંબરને WhatsApp વાપરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. મદદ માટે સપોર્ટનો સંપર્ક કરો." જો કોઈ વાપરનારને લાગે છે કે તેમના એકાઉન્ટને ભૂલથી પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, તો તેઓ WhatsAppનો સંપર્ક કરી શકે છે અને તેના માટે એક કેસ ખોલવામાં આવશે.
ઇમર્જન્સીની ઘટનામાં અથવા જો તમે એ બાબતે ચિંતિત હો કે કોઈ સભ્ય પોતાના માટે અથવા અન્ય લોકો માટે જોખમી છે તો તે કિસ્સામાં, તમારી સ્થાનિક ઇમર્જન્સી સેવાઓનો અથવા આત્મહત્યા નિવારણની હોટલાઇનનો તરત જ સંપર્ક કરો. જો તમને કોઈ એવું કન્ટેન્ટ મળે અથવા તો જોવામાં આવે કે જેમાં બાળક સાથે દુર્વ્યવહાર અથવા તેનું શોષણ થઈ રહ્યું હોવાનું સૂચવવામાં આવી રહ્યું હોય, તો ગુમ થયેલાં અને શોષિત બાળકો માટેના રાષ્ટ્રીય કેન્દ્ર (NCMEC) અથવા ગુમ થયેલાં અને શોષિત બાળકો માટેના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર (ICMEC)નો સંપર્ક કરો તથા આ વાપરનારની જાણ કરો અને તેમની સાથેનો સંપર્ક તોડો. અન્ય લોકોને ક્યારેય અપમાનજનક કન્ટેન્ટ ફોરવર્ડ કરશો નહિ, પછી ભલેને તે ઘટના વિશે મેસેજ મોકલતી વખતે તેને વખોડી કાઢવાની રીતથી હોય.
કોમ્યુનિટી એડમિન, સલામત રીતે કોમ્યુનિટીનું સંચાલન કરવા અને તેને મોટી કરવા માટે ઘણી બધી જવાબદારીઓને વહન કરતા હોય છે. કેવી રીતે એક મજબૂત એડમિન ટીમ બનાવવી અને તેમાં ભરતી કરવી, કામના ભારણને કેવી રીતે વહેંચવું અને તમારા ટાસ્કને અસરકારક રીતે કરવામાં તમને મદદ મળી રહે તે માટે પ્રક્રિયાઓ વિકસાવવી તે જાણો.