"અમે અમારી કોમ્યુનિટીમાં સભ્યોની સંખ્યાને મર્યાદિત કરવા માંગીએ છીએ, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ગ્રૂપના મનોબળને જાળવી રાખવા માટે અમારા સભ્યો અમારા હેતુ પ્રત્યે પરોવાયેલા અને પ્રતિબદ્ધ રહે."
- કાર્લિના, BTS Army
કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
એકદમ શરૂઆતથી જ સ્પષ્ટ સીમાઓ સેટ કરી અને તે વિશે જણાવી દેવાથી સભ્યોને સલામત અને સકારાત્મક રીતે ઇન્ટરેક્શન કરવામાં મદદ મળે છે. તમારા સભ્યોને ખોટી માહિતી, મજાકમાં થતી છેતરામણી અંગે શિક્ષિત કરીને તથા ધાકધમકી અને પજવણીનો જવાબ કેવી રીતે આપવો તે જણાવીને તમે ઉમદા વાતાવરણ જાળવી રાખવા માટે તેમની સાથે કેવી રીતે કામ કરી શકો તે જાણો. તમે તેમને એવા પ્રકારની સમાવેશક કોમ્યુનિટી બનાવવાની જાણકારી અને શક્તિ આપી રહ્યા હશો કે જેનો હિસ્સો તેઓ બનવા માંગશે.
"અમે અમારી કોમ્યુનિટીમાં સભ્યોની સંખ્યાને મર્યાદિત કરવા માંગીએ છીએ, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ગ્રૂપના મનોબળને જાળવી રાખવા માટે અમારા સભ્યો અમારા હેતુ પ્રત્યે પરોવાયેલા અને પ્રતિબદ્ધ રહે."
- કાર્લિના, BTS Army
કોમ્યુનિટીમાં ભાગ લેવો એ સુખદ અને રિવોર્ડિંગ બાબત હોવી જોઈએ, પરંતુ તેમાં વિક્ષેપ પાડતી બાબતો હોઈ શકે છે, તેથી સારું વાતાવરણ જાળવી રાખવા માટે કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિને સાથે મળીને કામ કરવું આવશ્યક છે. તમારી કોમ્યુનિટીને એક આદરપૂર્ણ સંકૃતિનું નિર્માણ કરવામાં મદદ કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.
સીમાઓ, સલામત અને સ્વીકાર્ય વર્તનની સ્પષ્ટ રીતે વ્યાખ્યા આપે છે. તે આપણે કઈ બાબતોથી અનુકૂળ છીએ અને કઈ બાબતોથી અનુકૂળ નથી તથા અન્ય લોકો દ્વારા આપણી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે એમ ઇચ્છીશું તે વ્યાખ્યાયિત કરે છે. સીમાઓ જવાબદારીઓ અને અપેક્ષાઓને સ્પષ્ટ કરે છે તેમજ વિશ્વાસનું વાતાવરણ રચવામાં મદદ કરે છે. તમારી કોમ્યુનિટીના નિયમો લખતી વખતે, આ સીમાઓ અંગે તથા નિયમોનો ભંગ થવા પર તમે કઈ એક્શન લેશો તે જણાવવા માટે સકારાત્મક સૂરનો ઉપયોગ કરો.
સકારાત્મક સંસ્કૃતિ અને મર્યાદિત વિરોધાભાસ ધરાવતી કોમ્યુનિટી તેમની સફળતાનો શ્રેય, પહેલા દિવસે જ સ્પષ્ટપણે જણાવવામાં આવેલા સારા નિયમોને આપે છે. કોમ્યુનિટીના વર્ણનમાં તમારા નિયમોને પોસ્ટ કરો, જેથી કરીને તે અગ્રણી અને સરળતાથી ઍક્સેસ કરી શકાય તેવા હોય, તથા ઘોષણા ગ્રૂપમાં તેને નિયમિતપણે બ્રોડકાસ્ટ કરતા રહો. જેમ-જેમ તમારી કોમ્યુનિટી મોટી થાય અને વિકાસ પામે, તેમ-તેમ તમારા નિયમોને અપડેટ કરવા મહત્ત્વપૂર્ણ છે, જેથી તે બધા સભ્યો માટે સુસંગત બની રહે. કોઈ પણ નવી અપેક્ષાઓ અથવા ફેરફારો સ્પષ્ટ અને પારદર્શક રીતે તમારી કોમ્યુનિટીને જણાવવાની ખાતરી કરો, વળી નિયમોમાં થતા ફેરફારો ધીમે ધીમે દાખલ કરો જેથી તે અંગે તેઓ પ્રતિક્રિયા આપી શકે અને તે અનુસાર અનુકૂલન સાધી શકે.
તમારી પોતાની સુખાકારી માટે, તમારી વ્યક્તિગત સીમાઓને ધ્યાનમાં લેવી અને ઉપલબ્ધતાના સંબંધમાં અપેક્ષાઓને સેટ કરવી મહત્ત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, તમે સોમવારથી શુક્રવાર સુધી તમારો ઓનલાઇન સમય સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાખવાનું પસંદ કરી શકો, જેથી તમારી એડમિન ટીમ અને સભ્યોને જાણ થાય કે તમે આ સમય સિવાયના સમયે મેસેજના જવાબ આપશો નહિ.
તમારી કોમ્યુનિટીના નિયમોનાં ઉલ્લંઘનો અને તમારા ગ્રૂપ અંતર્ગત સંભવિત હાનિકારક માહિતી તથા ઇન્ટરેક્શનને તપાસવાં માટે ગ્રૂપ એડમિન સાથે કામ કરો. અનિચ્છિત અથવા હાનિકારક વાતચીતોને બંધ કરવા તથા તેને ફેલાતી રોકવા માટે તરત જ પગલાં લો. તમારી કોમ્યુનિટીની અપેક્ષાઓ અને નિયમોનું ઉલ્લંઘન કરતા મેસેજને ઝડપથી ડિલીટ કરવું મહત્ત્વનું છે. જો ગ્રૂપની થ્રેડ ખાસ રૂપથી કટુતાભરી થઈ ગઈ હોય તો સભ્યોને આગળ વધુ મેસેજ મોકલવાથી અટકાવવા માટે તમે “મેસેજ મોકલો” ગ્રૂપ સેટિંગને કામચલાઉ ધોરણે બદલીને “માત્ર એડમિન” કરવા અંગે પણ વિચાર કરી શકો છો.
ખોટી માહિતી ઘણી વાર વાયરલ થઈ જાય છે. જો કોઈ મેસેજ ઘણી વાર શેર કરવામાં આવે તો પણ, આનાથી તે સાચો થઈ જતો નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ફોટા, રેકોર્ડ કરેલા ઓડિયો અને વીડિયોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
તમારા સભ્યોને ઉચાટ પ્રેરતો અથવા શંકાસ્પદ જણાતો મેસેજ સાચો છે કે કેમ તે હંમેશાં તપાસી લેવા માટે પ્રોત્સાહિત કરો અને ખોટી માહિતીનો ભોગ બનવાનું ટાળવા માટે:
ખાસ કરીને "ઘણી વાર ફોરવર્ડ કરેલા મેસેજ" લેબલવાળા મેસેજમાં રહેલી હકીકતોને બે વાર તપાસવામાં સમજદારી રહેલી છે, કારણ કે તે મૂળ મોકલનાર પછી ઓછામાં ઓછી પાંચ અલગ જગ્યાએથી ફોરવર્ડ થયેલા હોય છે.
સભ્યોને યાદ અપાવો કે જે સ્ટોરી માનવામાં મુશ્કેલ લાગે તેવી હોય, તે ઘણી વાર ખોટી હોય છે. ઘણા કૌભાંડી મેસેજ અને લિંકમાં જોડણી અથવા વ્યાકરણની ભૂલો હોય છે અથવા તેમાં તે મેસેજ મેળવનાર માટે વ્યક્તિગત માહિતી શેર કરવાની વિનંતી રહેલી હોય છે. હંમેશાં લિંક પર “હોવર કરો”અને તેના પર ક્લિક કરવાની પહેલાં તેને કાળજીપૂર્વક તપાસો.
જો તમને ખોટી માહિતી ધરાવતા મેસેજ દેખાય, તો મોકલનારને ઝડપથી એલર્ટ કરો કે જે-તે માહિતી સચોટ નથી. તેમને ગ્રૂપમાં તરત જ મેસેજ સુધારવા અને સ્પષ્ટતા કરવા કહો. જો કોઈ સભ્ય સતત ખોટા સમાચાર શેર કરી રહ્યા છે, તો આ શા માટે હાનિકારક છે તે સમજાવવા માટે ખાનગીમાં તેમનો સંપર્ક કરો અને ખોટી માહિતીને કેવી રીતે ઓળખવી તે સમજવામાં તેમની મદદ કરો. ગંભીર રીતે નિયમોનો ભંગ કરનારાં સભ્યોને ગ્રૂપ અથવા કોમ્યુનિટીમાંથી દૂર કરવામાં વિલંબ કરશો નહિ.
ધાકધમકીનો બનાવ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની પજવણી કરે, તેને ધમકી આપે, ક્ષોભજનક સ્થિતિમાં મૂકે અથવા તેમને ઉતારી પાડવા અથવા શરમમાં મૂકવાના ઇરાદાથી લક્ષ્ય બનાવેે. દુર્વ્યવહારના આ સંકેતો અંગે નજર રાખવા માટે તમારા એડમિનની સાથે કામ કરો:
જ્યારે કોઈ સભ્ય અન્ય વ્યક્તિને ધાકધમકી આપી રહી હોય અથવા તેની પજવણી કરી રહી હોય, ત્યારે કોમ્યુનિટીના નિયમોનું ઉલ્લંઘન કરતા કોઈ પણ મેસેજ અથવા કન્ટેન્ટને ડિલીટ કરવા માટે ઝડપથી પગલાં લો. નિયમોનો ભંગ કરનારા સભ્યોને કોમ્યુનિટીની અપેક્ષાઓની યાદ અપાવવા તથા પરિસ્થિતિની સ્પષ્ટતા કરવા અને તેને શાંત પાડવા માટે તેમનો સંપર્ક કરો. સૌથી પહેલા તો ધાકધમકી અથવા પજવણી શેને લીધે થઈ તેની વધુ ગહન સમજ મેળવવાનો, તેમની એક્શનથી સામેના સભ્યને કેવું લાગ્યું અને ગ્રૂપ તથા કોમ્યુનિટી પર થયેલી અસર વિશે તેમને સમજવામાં મદદ કરવાનો તમે પ્રયાસ કરી શકો છો. તેઓ તેમના વર્તનનાં પરિણામોને સમજે તેની ખાતરી કરો અથવા સભ્યને સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો અને વિશ્વાસની ભાવના કેવી રીતે ફરીથી જગાવવી તે અંગેના તેમના વિચારો પૂછો. અથવા તમે નિયમોનો ભંગ કરનારા સભ્યને કોમ્યુનિટીમાંથી પ્રતિબંધિત કરી શકો છો.
ભોગ બનેલા સભ્યનો સંપર્ક કરવો અને તેમને આશ્વાસન અને સપોર્ટ આપવો પણ મહત્ત્વનો છે. તેમને મદદ માટે એડમિનનો અથવા જેમના પર તેઓ વિશ્વાસ કરતા હોય તેવાં લોકોનો સંપર્ક કરવાનું યાદ આપવો અને એ સમજાવો કે તેઓ સભ્યનો સંપર્ક તોડીને તેમનાં ઇન્ટરેક્શનને નિયંત્રિત કરી શકે છે.
જ્યારે તમે તપાસ કરો અને સામેલ સભ્યો સાથે વાત કરો ત્યારે, તમે ગ્રૂપ એડમિનને માત્ર એડમિનને મેસેજ મોકલવાની પરવાનગી આપવા માટે સેટિંગ એડ્જસ્ટ કરીને તેમના ગ્રૂપને કામચલાઉ ધોરણે મ્યૂટ કરવાનું કહી શકો છો.
જો કોઈ સભ્ય અન્યો પ્રત્યે સતત શત્રુતાભર્યું વર્તન કરતા હોય અને ધાકધમકી આપી રહ્યા હોય અને પજવણી કરી રહ્યા હોય, તો તમારે તેમને કોમ્યુનિટીમાંથી અને તેઓ જેમાં હોય તે દરેક ગ્રૂપમાંથી સત્વરે દૂર કરવા જોઈએ.
કોમ્યુનિટીની સલામતી એ દરેક સભ્યની જવાબદારી છે. તમારી કોમ્યુનિટીમાં સંભવિત ઓનલાઇન હાનિની જાહેરપણે ચર્ચા કરો અને કોમ્યુનિટીની સુખાકારી માટે સભ્યો કોમ્યુનિટીની ગતિવિધિને પોતીકી ગણી જવાબદારીની મજબૂત ભાવના અનુભવે એવી સંસ્કૃતિ રચો.
કોઈ પણ જોખમોથી પોતાને અને અન્યોને કેવી રીતે સુરક્ષિત રાખવા તે સમજવામાં સભ્યોની મદદ કરવા માટે સક્રિયપણે ઓનલાઇન સલામતી પર ટિપ્સ અને માહિતી શેર કરો. ઉપરાંત, WhatsAppનો ઉપયોગ કરતી વખતે સભ્યોને સલામત રહેવામાં મદદ કરે તેવાં પ્રાઇવસી અને સલામતી સેટિંગ વિશે તેઓ જાણતા હોય તેની ખાતરી કરો.
એવી દયાભાવવાળી અને સમાવેશક સંસ્કૃતિને બનાવવા માટે તમારી કોમ્યુનિટીના નિયમોનો ઉપયોગ કરો કે જે અભિપ્રાયની વિભિન્નતાને આમંત્રિત કરે અને સ્વીકારે, તથા કોમ્યુનિટી અંતર્ગત અન્ય લોકો પ્રત્યે આદરભાવને પ્રોત્સાહન આપે. તમારા સભ્યોને તેમના શબ્દો અને એક્શન અન્ય લોકો પર કેવી અસર કરે છે તે સમજવામાં મદદ કરવાથી દુર્વ્યવહાર અને વિરોધાભાસની શક્યતા ઘટાડી શકાય છે.
સભ્યોને જ્યારે તેમના અથવા અન્ય સભ્ય તરફ નિર્દેશિત હોય તેવા અયોગ્ય વર્તન અને/અથવા કન્ટેન્ટ દેખાય, ત્યારે તેમને તે વિશે બોલવા માટે પ્રોત્સાહિત કરો. અલગ-અલગ દૃષ્ટિકોણો અને અભિપ્રાયોની સાથે જ્યારે સભ્યો રસપ્રદ ચર્ચા કરી રહ્યા હોય, ત્યારે એક ઉમદા ચર્ચા બદલ સભ્યોની કદર કરતો અને આભાર માનતો મેસેજ લખો.
મતભેદ અને વિરોધાભાસ ઘણી વાર ગેરસમજ ઊભી કરતી વાતચીત અને વ્યક્તિત્વ, મૂલ્યો અને અભિપ્રાયોમાં વિભિન્નતાના પરિણામે થાય છે. સભ્યો વચ્ચેના વિરોધાભાસનું નિયંત્રણ કરવા, સમસ્યાઓનું નિરાકરણ કરવાની તેમજ તમારી કોમ્યુનિટીમાં વિવિધતા તથા સમાવેશનને પ્રોત્સાહન આપવાની રીત જાણો.