કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
"કોમ્યુનિટીની સાથે જીવન વધુ સરળ છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન પ્રાઇવસીને સુનિશ્ચિત કરે છે અને સામેલ તમામ પક્ષોને ખાતરી આપે છે કે કન્ટેન્ટ સુરક્ષિત છે."
- ફોલાશેડ
Givers Arena, નાઇજેરિયામાં રહેલા જરૂરિયામંદને સપોર્ટ આપવા માટે WhatsApp કોમ્યુનિટીનો ઉપયોગ કરે છે.
એડેક્સ અડેબુકોલાને પણ ખાસ્સા એવા હિસ્સાના પડકારોનો સામનો કરવો પડ્યો છે. 41-વર્ષીય નાઇજેરિયન ગરીબ બેકગ્રાઉન્ડથી આવે છે અને તેઓ તેમના પરિવાર માટે પૂરતા પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા કરી શકતાં ન હતાં.
તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે તેમને દિવસમાં કમસે કમ બે ટંકનું ભોજન મળી રહે અને બદલામાં તેઓ અન્ય લોકોની મદદ કરીને આને સરભર કરશે.
2017માં, અડેબુકોલાને નાણાકીય સફળતા મળેલી જેણે તેમને નાઇજેરિયાના સૌથી મોટા વાણિજ્યિક શહેર લાગોસમાં જૂનાં વસ્ત્રોના બિઝનેસને લોન્ચ કરવાની પરવાનગી આપી. બિઝનેસ સફળ રહ્યો હતો અને ભગવાન સાથેની તેમની પ્રતિબદ્ધતાને પૂરી કરવા માટે, તેમણે જરૂરિયાતમંદ હોય તેવાં લોકોની સહાયતા માટે અને તેમની સાથે કનેક્ટ થવા માટે ક્રાઉડફન્ડ કરવા માટે એક Facebook ગ્રૂપ બનાવ્યું.
"શાંતિથી બેસીને, મેં કહ્યું તેમ, ગ્રૂપનું નામ શું હશે?" તેઓ યાદ કરે છે. "હું આપનારાઓને એકસાથે લાવીશ જેથી કરીને હું તેમનું ભલું કરી શકું અને બદલામાં, તમે લોકોનું ભલું કરશો અને આ રીતે નામ “Givers Arena” અસ્તિત્વમાં આવ્યું.”
અડેબુકોલાએ ધર્માદા સંસ્થા તરીકે “Giver’s Arena”ને રજિસ્ટર કરી અને 2017માં તેમના Facebook ગ્રૂપના ઘણા સભ્યોનું "આપનારાઓ અને મેળવનારાઓને એકસાથે લાવવા" માટે અલગ-અલગ WhatsApp ગ્રૂપમાં માઇગ્રેશન કર્યું.
સ્ટાફ સંબંધી મર્યાદાઓએ સમગ્ર નાઇજેરિયા, કેમેરૂન, ઘાના, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ કિંગડમમાં રહેલા તમામ ગ્રૂપને સંચાલિત કરવાનું નિષ્ફળ બનાવ્યું તેથી તેમણે WhatsApp કોમ્યુનિટીને અજમાવી જોવાનું નક્કી કર્યું, જેનો અર્થ એ હતો કે તે બધાં ગ્રૂપને એક જ જગ્યામાં સમાયોજિત કરી શકતી હતી.
નાઇજેરિયાના બધા ત્રણ રાજ્યોના છ ઝોનને સંચાલિત કરનારા “Givers Arena”ના એડમિન એવા ફોલાશેડ ઓલુવાટોબી જણાવે છે, "કોમ્યુનિટીની સાથે જીવન વધુ સરળ છે". "હું એક વાર પોસ્ટ કરી શકું છું અને બધા છ ગ્રૂપને એક વારમાં જ માહિતી મળી જાય છે."
ફોલાશેડે જણાવ્યું હતું કે "કોમ્યુનિટી પર મારી પાસે સભ્યોની એકથી વધુ ગ્રૂપમાં જોડાવાની તેમની ક્ષમતાને મર્યાદિત કરવાનો અને તેમની નજીકમાં રહેલા બીજા લોકેશનથી મફત ભેટોનો લાભ લેવા માટેનો વિકલ્પ પણ છે. તેઓ અન્ય ગ્રૂપને જોઈ તો શકે છે પણ તેમાં જોડાઈ શકતા નથી, માત્ર એડમિન જ તેમને પરવાનગી આપી શકે છે," ફોલાશેડે જણાવ્યું.
WhatsApp કોમ્યુનિટી પ્રાઇવસીની ગેરન્ટી તથા નકારાત્મક મેસેજને બંધ કરવાની અને ઘરેલું હિંસા જેવી સંવેદનશીલ સમસ્યાઓને હેન્ડલ કરવા માટે અન્ય એડમિન સાથે સહકાર સાધવાની ક્ષમતા પણ આપે છે. તે હવે ગુનેગારોની વિરુદ્ધ ઉપયોગમાં લેવા માટેના પુરાવા માટેનું ખરેખર વેરહાઉસ બની ગયું છે.
ફોલાશેડે જણાવ્યું, "એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન પ્રાઇવસીને સુનિશ્ચિત કરે છે અને સામેલ તમામ પક્ષોને ખાતરી આપે છે કે કન્ટેન્ટ સુરક્ષિત છે". "તમે ગ્રૂપ અને મેસેજને કાયમ માટે પણ ડિલીટ કરી શકો છો."
તે લોકો માટે કે જેઓને હજીએ WhatsApp કોમ્યુનિટીને અજમાવી જોવાનું બાકી છે, તે જણાવે છે, "તેઓ ઘણું બધું ચૂકી જઈ રહ્યા છે. સિવાય કે તેઓ એકથી વધુ ગ્રૂપની સાથે પ્રગાઢ સંબંધ ન રાખવા ઇચ્છતા હોય. વ્યક્તિઓને સપોર્ટ આપનારી ધર્માદા સંસ્થા તરીકે, આ પ્રગાઢતા હોવી હિતાવહ છે."