તમારી કોમ્યુનિટી સેટ અપ કરતા પહેલાં તમારા ઉદ્દેશને ધ્યાનમાં લો - તમારો ઉદ્દેશ સમુદાયના આરોગ્ય કાર્યક્રમોનું સંકલન અને નિરીક્ષણ કરવાનો છે, સમુદાયના આરોગ્ય કર્મચારીઓને તાલીમ અને માર્ગદર્શન આપવાનો છે, આરોગ્ય સમસ્યા અંગે જાગૃતિ પ્રસરાવવાનો છે કે પછી કોઈ અન્ય ઉદ્દેશ છે? તમારો ઉદ્દેશ કોમ્યુનિટીમાં કયા સભ્યોનો સમાવેશ કરવો અને તેઓ કયા ગ્રૂપમાં રહેશે તે નક્કી કરવામાં તમને મદદ કરશે. તમે નીચે મુજબ લોકોનું ગ્રૂપ બનાવી કે ઉમેરી શકો:
- સમુદાયના આરોગ્ય કર્મચારીઓનું ભૌગોલિક વિસ્તાર અનુસાર ગ્રૂપ;
- સમુદાયના આરોગ્ય કર્મચારીઓનું કૌશલ્ય અનુસાર ગ્રૂપ;
- સમુદાયના આરોગ્ય કર્મચારીઓનું આરોગ્યની પરિસ્થિતિ અથવા કાર્યક્રમો અનુસાર ગ્રૂપ;
- પાયાની તાલીમ પર હોય તેવા સમુદાયના નવા આરોગ્ય કર્મચારીઓનું ગ્રૂપ;
- તાલીમ ચાલુ હોય તેવા સમુદાયના આરોગ્ય કર્મચારીઓનું ગ્રૂપ;
- મેનેજર અને પ્રોગ્રામ કોઓર્ડિનેટર;
- હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ;
- હેલ્થકેર ટીમ - ડોક્ટર, કન્સલ્ટિંગ નર્સ, મેડિકલ સોશિયલ વર્કર;
- મેડિકલ સપ્લાય અને ફાર્માસ્યુટિકલ ટીમ;
- કોમ્યુનિટી લીડર.
કોમ્યુનિટીનો હેતુ સ્પષ્ટ હોવાથી તમારી એડમિન ટીમ અને સભ્યો સમજી શકે છે કે શા માટે કેટલાંક ગ્રૂપને ઉમેરવામાં આવ્યાં છે અને અન્ય ગ્રૂપને ઉમેરવામાં આવ્યાં નથી. ઉદાહરણ તરીકે, જો કોમ્યુનિટીનો ઉદ્દેશ પરિવારોને આરોગ્ય શિક્ષણ અને પ્રાથમિક સંભાળ સેવાઓ આપવાનો હોય, તો તમે માતૃત્વ અને નવજાત શિશુના સ્વાસ્થ્ય અથવા માનસિક સ્વાસ્થ્ય પરામર્શમાં નિષ્ણાત હોય એવા સમુદાયના આરોગ્ય કર્મચારીઓના ગ્રૂપ બનાવવાનું કે ઉમેરવાનું નક્કી કરી શકો છો. તમે સફળતાની કોઈ સ્ટોરી શેર કરવા અથવા કોમ્યુનિટીમાં આવતા પડકારોને પાર પાડવાની ચર્ચા કરવા માટે પણ કોઈ ગ્રૂપનો સમાવેશ કરી શકો છો. જોકે, આ કિસ્સામાં, તમારી કોમ્યુનિટીમાં સોશિયલ ગ્રૂપ જોડવાનું યોગ્ય ન કહેવાય તેમ બની શકે.