કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
લોકો માહિતીને ઍક્સેસ કરવા, સમાન વિચારધારા ધરાવતી વ્યક્તિઓ સાથે જોડાવા, પ્રેરણા મેળવવા અને એક સમાન લક્ષ્ય પર સાથે મળીને કામ કરવા કોમ્યુનિટીમાં જોડાય છે. તમારી WhatsApp કોમ્યુનિટીને વિકસાવવા માટે, તમારે એક એવી જગ્યા બનાવવી જોઈએ, જ્યાં તમારા સભ્યોની જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે તથા જ્યાં અર્થપૂર્ણ અને ગાઢ કનેક્શન થાય છેે. માહિતી અને કન્ટેન્ટનો સંચાર કરવામાં ક્રિએટિવ થાઓ અને સભ્યોને સ્વસ્થ, સકારાત્મક અને એક્ટિવ કોમ્યુનિટીમાં સામેલ થવા, ઇન્ટરેક્ટ કરવા તથા યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરો.
"આટલાં બધાં ગ્રૂપ બનાવવામાં અને એક છત્ર હેઠળ તેને સંચાલિત કરવામાં સમર્થ હોવાની બાબતે વધુ વ્યક્તિગત ઓપ લાવ્યો છે અને અમારા સભ્યો વચ્ચે વધુ અર્થપૂર્ણ કનેક્શન બનાવવાનું ખરેખર સક્ષમ કર્યું છે - જે અમારું સંપૂર્ણ મિશન છે, તેમને એકબીજાની સાથે કનેક્ટ કરવાનું અને સહાયકારી મિત્રતાઓને સંવર્ધિત કરવાનું."
- બ્રુના (International Women Berlin)
કોમ્યુનિટીનો વિકાસ ત્યારે થાય છે જ્યારે તેના સભ્યો એક્ટિવ રહીને ભાગ લે. એડમિન તરીકે, તમે યોગ્ય સંતુલન સાધીને તથા નિયમિત, અર્થપૂર્ણ સંચાર રચીને, સભ્યો પર સ્પામ અથવા ખલેલ પાડી શકતી હોય તેવી માહિતીનું વધુ પડતું ભારણ ન નાખીને, તમારા સભ્યો કેવી રીતે કનેક્ટ થાય અને ઇન્ટરેક્ટ કરે તેના પર તમે પ્રભાવ પાડી શકો છો.
ચાલો, તમારી કોમ્યુનિટીને વિકસાવવા અને પરોવાયેલી રાખવા માટેના કેટલાક વિચારોને જોઈએ:
એક આવકારદાયક અને સકારાત્મક કોમ્યુનિટી જોડાવા માટે નવા સભ્યોને આકર્ષિત કરે છે અને બધા માટે સ્વસ્થ અને સહાયકારી માહોલ ઊભો કરે છે.
તમે નવા સભ્યોનું સ્વાગત કેવી રીતે કરશો તે વિશે વિચારો. કોમ્યુનિટી અથવા ગ્રૂપ એડમિન તરફથી થતું વ્યક્તિગત સ્વાગત ખૂબ જ પ્રોત્સાહક હોઈ શકે છે. તમારે કોમ્યુનિટીના હેતુ તથા નિયમો અંગેની માહિતી પણ સામેલ કરવી જોઈએ, જેથી તેમને કોમ્યુનિટીમાં તેમના માર્ગને અનુકૂળતાથી નેવિગેટ કરવામાં અને તેમાં આત્મવિશ્વાસપૂર્વક ભાગ લેવામાં મદદ મળી રહે.
જેમ-જેમ વધુ સભ્યો જોડાતા જશે, તેમ-તેમ તમારા કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિન સમાન રુચિઓ ધરાવતી વ્યક્તિઓને કનેક્ટ કરીને સહભાગિતા રચવામાં પણ મદદ કરી શકે છે. એવું પણ બની શકે કે થોડા સમય બાદ, આ નવા કનેક્ટ થયેલા સભ્યો તમારી કોમ્યુનિટીની અંદર અન્ય ગ્રૂપ બનાવવા ઇચ્છે.
સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે, એ મહત્ત્વપૂર્ણ છે કે કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિન હાજર હોય, મૈત્રીપૂર્ણ અને તેમનો સંપર્ક સરળતાથી કરી શકાય તેવા હોય. સંબંધો કેળવવાથી અને આદાન-પ્રદાન કરતા રહેવાથી સભ્યો તમને જાણતા થશે અને આ રીતે વિશ્વાસનું વાતાવરણ રચવામાં મદદ મળી રહેશે. એક વખત તમે વિશ્વાસ સ્થાપિત કરી દીધો, તે પછી સભ્યો માટે તેમને પ્રશ્નો હોવા પર તમારો સંપર્ક કરવામાં અથવા ગ્રૂપની વાતચીતોમાં ભાગ લેવામાં અનુકૂળતા અનુભવવાનું વધુ સરળ હોય છે.
કેટલાક સભ્યોને શું શેર કરવું અને શેના વિશે વાત કરવી તે અંગે કેટલાક વિચારોની જરૂર પડી શકે છે. પ્રતિસાદ મેળવવા અને સહભાગિતા વધારવાની ઉમદા રીત એટલે સરળ, સંબંધિત, વિસ્તૃત જવાબ આપી શકાય તેવા પ્રશ્નો પૂછવા. જ્યારે ગ્રૂપના સભ્યો પ્રતિસાદ આપે, ત્યારે તેમનો દૃષ્ટિકોણ મહત્ત્વનો છે એમ તેમને જણાવવા માટે સીધો તેમને જવાબ આપો.
સભ્યોની રુચિ જળવાયેલી રહે અને તેઓ સામેલ થયેલા રહે તે માટે ગ્રૂપ અંતર્ગત ખલેલ પાડતા તથા મૂંઝવણભર્યા મેસેજની સંખ્યાને ન્યૂનતમ કરો. ઘોષણાઓ સ્પષ્ટ, સંબંધિત અને સમયસર કરવામાં આવે તેની ખાતરી કરો. ગ્રૂપની વાતચીતોને ગોઠવાયેલી અને જે-તે વિષયથી સંબંધિત રાખવા માટે સભ્યોને “જવાબ આપો” ફંક્શનનો ઉપયોગ કરવાનું યાદ કરાવો.
શેર કરવામાં આવતા કન્ટેન્ટનો પ્રકાર તમારી કોમ્યુનિટીના હેતુ પર આધાર રાખે છે. તમારા સભ્યો કોમ્યુનિટીમાંથી શું મેળવવાની આશા રાખે છે તે વિશે વિચારો. જો તે કોઈ પ્રયોજન વિશે માહિતી શેર કરવાનું હોય, તો તે વિષય પરનું નિયમિત કન્ટેન્ટ ઉપયોગી હશે. જો તે સોશિયલ સપોર્ટ માટે હોય, તો એડમિન કનેક્ટ થવા માટેનાં સંસાધનો અથવા તકોને શેર કરી શકે છે.
તમારા કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિન સાથે મળીને ક્રિએટિવ થાઓ. ટેક્સ્ટ, વીડિયો, ફોટા, વોઇસ નોંધ, GIF વગેરે મારફતે વિવિધ ફોર્મેટમાં કન્ટેન્ટ શેર કરવા વિશે વિચારો. શેડ્યૂલ કરેલા ગ્રૂપ કૉલ ઇન્ટરેક્શનને પ્રોત્સાહિત કરવાની પણ એક અસરકારક રીત બની શકે છે અને તે સતત મોકલતા મેસેજથી આવકારદાયક ફેરફાર હોઈ શકે છે.
ગ્રૂપ, હેતુને અનુરૂપ છે તેની ખાતરી કરવી મહત્ત્વપૂર્ણ છે. સમય જતાં, બની શકે કે તે બહુ મોટા બની જાય કે દરેકને સમાન કન્ટેન્ટ સંબંધિત ન લાગે. ગ્રૂપને વધુ લક્ષિત રુચિઓની સાથે વધુ નાના બનાવવાથી વાતચીતો વધુ ગહન બની શકે છે અને તમને એ નક્કી કરવામાં સહાયતા મળી શકે છે કે ચોક્કસ ગ્રૂપમાં કઈ માહિતીને રાખવી અને દરેકની માટે શું બ્રોડકાસ્ટ કરવું.
કૉલની લિંક કેવી રીતે બનાવવી અને શેર કરવી
વોઇસ મેસેજ કેવી રીતે મોકલવા
નિયમિત પ્રતિસાદ મેળવવો એ સારો વ્યવહાર છે. સભ્યોને કેવા પ્રકારની માહિતી ઉપયોગી લાગે છે કે ઉપયોગી લાગતી નથી તથા તેઓ કઈ બાબતોને વધુ જોવા માંગશે તે તેમને પૂછવા માટે તમારા ગ્રૂપ એડમિન સાથે કામ કરો.
જો સહભાગિતા ઘટી રહી હોય, તો તેના કારણને સમજવું મહત્ત્વપૂર્ણ છે. શું તે નકારાત્મક અને અનાદરપૂર્ણ કોમેન્ટ, ખોટી માહિતીના પ્રસાર અથવા માહિતીના વધુ પડતા ભારણને લીધે હોઈ શકે છે?
કેટલાક સભ્યો દરેક બાબત પર કોમેન્ટ કરવા અથવા જવાબ આપવાનું પસંદ કરે છે, જ્યારે અન્ય સભ્યો જરૂરી રૂપથી ભાગ લીધા વિના જ ચાલી રહેલી ચર્ચાઓનું અવલોકન કરવાનું પસંદ કરે છે. એ યાદ રાખો કે વધુ શાંત સભ્યો (વધુ વાતચીત ન કરતા) હજી પણ તમારી કોમ્યુનિટીમાંથી ઉપયોગી બાબતો મેળવી રહ્યા છે, પછી ભલેને તેઓ અન્ય લોકો જેટલા એક્ટિવ ન હોય.
જો સભ્યો એક્ટિવ રીતે કોમ્યુનિટીને છોડીને જઈ રહ્યા છે, તો તેમને તેનું કારણ પૂછવું એ સારો વિચાર છે, પરંતુ કૃપા કરીને તે સભ્યોના નિર્ણયનો આદર કરજો કે જેઓ પ્રતિસાદ આપવા માંગતા નથી અથવા આગળ સહભાગિતા કરવા માંગતા નથી.
સીમાઓ સ્વીકાર્ય વર્તન અને કન્ટેન્ટ માટેની મર્યાદાઓ નક્કી કરે છે તથા તે અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. ખોટી માહિતી, ધાકધમકી અને અન્ય હાનિને મેનેજ કરવાની તેમજ તેને અટકાવવાની રીત જાણો.