"અમારી એડમિન કોમ્યુનિટી અને સભ્યોની કોમ્યુનિટીની વચ્ચે અલગ કરવાથી અમને સંકટ સમય દરમિયાન વધુ સારી રીતે કોઓર્ડિનેશન કરવામાં મદદ મળી હતી."
- નિના, Langsung Enak
કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
વિરોધાભાસ એ જીવનનો સ્વાભાવિક અને અનિવાર્ય ભાગ છે અને જ્યારે પણ અલગ-અલગ લોકો ઇન્ટરેક્ટ કરવા માટે ભેગા થાય, પછી તે ઓનલાઇન હોય કે ઓફલાઇન, ત્યારે વિરોધાભાસ ઉદ્ભવવાની સંભાવના છે. વિરોધાભાસના સામાન્ય કારણો કયા છે અને જ્યારે પણ અથડામણો થાય ત્યારે તેને ઉકેલવા માટે તમારી એડમિન ટીમ અને સભ્યો સાથે કેવી રીતે કામ કરવું તે જાણો.
"અમારી એડમિન કોમ્યુનિટી અને સભ્યોની કોમ્યુનિટીની વચ્ચે અલગ કરવાથી અમને સંકટ સમય દરમિયાન વધુ સારી રીતે કોઓર્ડિનેશન કરવામાં મદદ મળી હતી."
- નિના, Langsung Enak
લોકો કનેક્ટ થવા, માહિતી મેળવવા, અનુભવોને શેર કરવા તથા વિચારોની ચર્ચા અને આપ-લે કરવા માટે કોમ્યુનિટીમાં જોડાતા હોય છે. કોમ્યુનિટી એડમિન, સભ્યના સ્વીકાર્ય અને અસ્વીકાર્ય વર્તન અંગેના સ્પષ્ટ નિયમો બનાવી અને તેનો નિયમિતપણે સંચાર કરીને તથા તે નિયમોને સુસંગત અને પારદર્શક રીતે અમલમાં લાવીને વિરોધાભાસને અટકાવી શકે છે.
વિરોધાભાસ જટિલ હોય છે. તે, જ્યારે વ્યક્તિત્વોની ટક્કર થાય અથવા માન્યતાઓ અને અભિપ્રાયોને પડકારવામાં આવે ત્યારે ઉદ્ભવી શકે છે. તે ખોટો સંચાર, ગેરસમજ અથવા મૂંઝવણ હોઈ શકે છે અથવા તે વર્તમાનના કે વિવાદાસ્પદ મુદ્દાઓ અંગેના સ્વાભાવિક રીતે અલગ દૃષ્ટિકોણથી થઈ શકે છે. વિરોધાભાસને સુસંગત અને રચનાત્મક રીતે ઘટાડવા, નિયંત્રિત કરવા અને તેનો ઉકેલ લાવવા માટે વિરોધાભાસ સંબંધી મધ્યસ્થીની વ્યૂહરચના વિકસાવવા માટે તમારી એડમિન ટીમ સાથે કામ કરવું એ સારો વિચાર છે. જેમ-જેમ વિવાદો ઉદ્ભવે તેમ-તેમ તેને નિયંત્રિત કરવામાં તમારી ટીમની મદદ કરવા માટે, સમયની પહેલાં સંભવિત વિરોધાભાસની પરિસ્થિતિઓને ધ્યાનમાં લો, મધ્યસ્થીની પ્રક્રિયા અંગે સંમત થાઓ અને સ્પષ્ટ પ્રતિસાદો તૈયાર કરી લો.
અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારા સભ્યોને એકબીજાને જવાબદાર ઠેરવવા અને કોઈ પણ સમસ્યાઓની જાણ શક્ય એટલી વહેલી તકે એડમિન ટીમને કરવા માટે પ્રોત્સાહિત કરો, જેથી કરીને તમે વિરોધાભાસના નકારાત્મક પ્રભાવને ઘટાડવા તરત જ પગલાં લઈ શકો.
જ્યારે વિરોધાભાસ થાય છે, ત્યારે તણાવને ઝડપથી ઘટાડવા માટે વચ્ચે પડો અને આ બાબતો કરવાની ખાતરી કરો:
જો કોઈ ચોક્કસ ગ્રૂપ થ્રેડ નિયંત્રણની બહાર થઈ ગઈ હોય, તો માત્ર એડમિનને જ મેસેજ મોકલવાની કામચલાઉ ધોરણે પરવાનગી આપવા માટે ગ્રૂપ સેટિંગને એડ્જસ્ટ કરવાં એ સારો વિચાર હોઈ શકે છે. આનાથી તમે તમારાં આગલાં પગલાં વિશે વિચારો ત્યારે તમે વાતચીતને થોભાવી શકશો અને સભ્યોને શાંત થવાનો સમય મળી શકશે.
જ્યારે સભ્યોને લાગે કે તેમને ધમકાવવામાં આવે છે અથવા એકલા પાડી દેવામાં આવે છે ત્યારે એક સરળ ગેરસમજ ઝડપથી પૂર્ણ સ્વરૂપની દલીલ બની જઈ શકે છે. ખાનગીમાં સભ્યોનો સંપર્ક કરીને તમે બતાવો છો કે તમે કાળજી કરો છો અને મદદ કરવા માટે હાજર છો. તે દર્શાવે છે કે તમે તેમના ઇરાદા અને દૃષ્ટિકોણને સમજો છો અને તેનાથી તેમને એ વાતનું ભાન થવામાં મદદ મળે છે કે તેઓ કેવી સકારાત્મક રીતે યોગદાન આપી શકે અને વિરોધાભાસમાંથી બહાર આવી શકે. એ યાદ રાખો કે કેટલીકવાર લોકોને શું થયું અને તેઓ કેવું અનુભવે છે તે વિશે વાત કરવાની પહેલાં શાંત થવા માટે થોડી ક્ષણની જરૂર પડે છે. આગળ વધુ ચર્ચા કરવાની પહેલાં સભ્યોને જરા થોભી જવા અને શાંત થવા માટે સમય આપો.
તેઓએ જે નિયમોનો ભંગ કર્યો હોઈ શકે તે સમજાવો અને તેમની વાત ધ્યાનથી સાંભળો જેથી તેમને લાગે કે તેમની વાત સાંભળવામાં આવે છે અને તેમનો આદર કરવામાં આવે છે. સમસ્યાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરો જેથી તમે તેમની લાગણીઓ અને સમસ્યા શા માટે ઉદ્ભવી તે સમજી શકો. એ યાદ રાખો કે આક્રમક લોકોને પણ એવું લાગી શકે છે કે તેમની અવગણના થઈ રહી છે અથવા તો તેમનું મૂલ્ય ઓછું આંકવામાં આવી રહ્યું છે, તેથી નિયમો અમલમાં લાવતી વખતે પણ નિખાલસ રહો અને સહાનુભૂતિ રાખો.
જોકે, મધ્યસ્થીથી કામ થઈ રહ્યું ન હોય અને સભ્યો આક્રમક રહેવાનું ચાલુ રાખે, તો તેમને તમારા ગ્રૂપ અથવા કોમ્યુનિટીમાંથી દૂર કરવા અંગે વિચાર કરો.
એક સ્વસ્થ અને વિકાસ પામી રહેલી કોમ્યુનિટી વિવિધ અભિપ્રાયો અને અલગ-અલગ પરિપ્રેક્ષ્યોને સપોર્ટ કરે છે. તમારા સભ્યોને તેમની પાસેથી અન્ય લોકો સાથે કેવી રીતે ઇન્ટરેક્શન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે તે જણાવવા માટે તમારી કોમ્યુનિટીના નિયમોનો ઉપયોગ કરો. આ, આદરપૂર્ણ, સમાવેશક કોમ્યુનિટી માટે પાયો નાખી શકે છે કે જ્યાં મતભેદ આવકારવામાં આવે અને તેને વખાણવામાં આવે.
તમે તમારી કોમ્યુનિટીમાં જે વર્તનોને જોવા માંગતા હો તેના આદર્શ બનવું મહત્ત્વપૂર્ણ છે. તમારી એડમિન ટીમમાં અલગ-અલગ સામર્થ્ય, વિચારો અને અભિગમો લાવતા વિવિધ બેકગ્રાઉન્ડના સભ્યો હોવાનું સુનિશ્ચિત કરીને, તમે વિવિધતા અને સમાવેશન માટે મજબૂત પાયો નિર્મિત કરી શકો છો.
અલગ-અલગ બેકગ્રાઉન્ડ અને દૃષ્ટિકોણ ધરાવતા સભ્યો માટે સમજ અને આદરભાવને પ્રોત્સાહિત કરીને આદરપૂર્ણ મતભેદ અને વાદવિવાદને ઉત્તેજન આપવાનો પ્રયાસ કરો. સભ્યો માટે તેમના અનુભવો વિશે વાત કરવા અને તેમની સ્ટોરી શેર કરવા માટેની તકો ઊભી કરો. તમારી કોમ્યુનિટી વિશે વધુ જાણવું એ પાક્કા સંબંધો બાંધવા અને સભ્યોને તેઓ જેમને સમજી શકે તેવાં લોકોને શોધવામાં મદદ કરવાની એક ઉમદા રીત છે.
વિરોધાભાસનું નિયંત્રણ કરવું એ તણાવભરી બાબત છે અને માનસિક અને ભાવનાત્મક રીતે થકવી નાખનારી બાબત હોઈ શકે છે. તમારા પોતાના માનસિક આરોગ્યનું નિરીક્ષણ કરવું અને પોતાને નકારાત્મકતાથી બચાવવું મહત્ત્વપૂર્ણ છે. ખાતરી કરો કે તમે શાંત છો અને સ્પષ્ટ રીતે વિચારી રહ્યા છો, જેથી તમે શક્ય એટલી શ્રેષ્ઠ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરી શકો. જો જરૂરી હોય તો, જરા થોભી જાઓ અને તમારા સાથી એડમિનને મદદ કરવા માટે કહો.
એકબીજાને સપોર્ટ કરવા અને કોમ્યુનિટીમાં આવતા વિરોધાભાસનું અવલોકન કરવા તથા તેને નિયંત્રિત કરવાની ભૂમિકા બધા વચ્ચે ફાળવી લેવા માટે તમારી એડમિન ટીમ સાથે મળીને કામ કરવું એ સારો વિચાર છે. જ્યારે તમે પડકારજનક અને મુશ્કેલ સભ્યો સાથે વ્યવહાર કરી રહ્યા હો ત્યારે તમારી ટીમને એલર્ટ કરો અને અન્ય દૃષ્ટિકોણોને સાંભળવા તેમની સાથે પરિસ્થિતિની ચર્ચા કરો, સંભવિત ઉકેલોની ચર્ચા કરો અને લેવા માટેનાં સંબંધિત પગલાં પર સંમત થાઓ. જો તમને જરૂર હોય તો, સાથી એડમિનને સામેલ સભ્યોનો સંપર્ક કરવા માટે કહો.
સમાન વિરોધાભાસને જેમણે સફળતાપૂર્વક નેવિગેટ કર્યા હોય તે અન્ય લોકો પાસેથી જાણવા માટે તમને વ્યૂહરચનાઓનું સંશોધન કરવાથી અને કેસનો અભ્યાસ કરવાથી પણ લાભ મળી શકે છે.
સારી રીતે લખેલા નિયમોને પ્રસ્થાપિત કરવા એ તમારી કોમ્યુનિટીનું સંચાલન કરવાનું નિર્ણાયક પ્રથમ પગલું છે. તમારી કોમ્યુનિટીનાં મૂલ્યોને ટેકો આપવા, સભ્યોને સુરક્ષિત રાખવા અને સકારાત્મક સંસ્કૃતિ જાળવી રાખવા માટે નિયમોનો કેવી રીતે અમલ કરાવવો તે જાણો.