કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
હવે આપણે કોમ્યુનિટી મારફતે કનેક્શન અને મિત્રતાને પ્રગાઢતાથી સંવર્ધિત કરી શકીએ છીએ. સભ્યોને એવી અનુભૂતિ થાય છે કે જાણે એડમિન તેમની સાથે સીધી વાત કરી રહ્યા હોય."
- ડેવિડ
ડેવિડ કાચિકવુ નાની ઉંમરે અનાથ થઈ ગયેલા, જેનાથી તેઓ માતા-પિતાના માર્ગદર્શન કે પ્રેમથી વંચિત થઈ ગયેલા, પણ તેમના અનુભવને જીવનભરના જુસ્સામાં ફેરવવાની તીવ્ર ઇચ્છા તેમની સાથે રહી ગઈ હતી.
તેમણે જણાવ્યું, "મને ક્યારેય યોગ્ય રીતે ઉછરવાની તક મળી નથી". "હું અન્ય બાળકો માટે પણ આવું નથી ઇચ્છતો."
તેમની વીસીમાં તેણે યુવા મહિલાઓને સારી રીતે એડ્જસ્ટ થયેલા અને શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ બાળકોના પાલનપોષણમાં મદદ કરવા માટે વ્યવહારુ ટિપ્સ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે “Raise A Genius Kid” નામનું એક Facebook પેજ બનાવેલું.
તે 8,00,000 સશક્ત પેરેન્ટિંગ કોમ્યુનિટી બની ગઈ છે અને તેનો વિસ્તાર કાચિકવુના વતનના દેશ નાઇજેરિયાથી દક્ષિણ આફ્રિકા, કેન્યા, ઘાના, કેમેરૂન અને ઇજિપ્ત સુધી થઈ ગયો છે.
આ ખુલ્લી-જ્ઞાનસમી કોમ્યુનિટીમાં, અનુભવી માતા-પિતાઓએ નવા માતા-પિતાને માતૃત્વ-પિતૃત્વ (પાલનપોષણ)ની આંટીઘૂંટીઓને નેવિગેટ કરવામાં મદદ કરી, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં જ્યાં સંસાધનો અને પેરેન્ટલ સપોર્ટ માટેની ઍક્સેસ મર્યાદિત છે.
જેમ-જેમ મૂળ Facebook ગ્રૂપનો વિકાસ થતો ગયો અને કોમ્યુનિટીને વાસ્તવિક મુલાકાતો અને સામાજિક પ્રભાવના પ્રોગ્રામ મારફતે વધુ કનેક્શનની ઝંખના થઈ, તેમ-તેમ WhatsApp ગ્રૂપ બનાવવું એકદમ સરળ અને સ્વાભાવિક બાબત થઈ ગઈ હતી.
કાચિકવુએ જણાવ્યું કે "WhatsAppની સાથે, તમે તમારા સ્થાનિક ક્ષેત્રના લોકો સાથે વધુ ઇન્ટરેક્ટ કરી શકો છો અને તેમને જાણી શકો છો અને હેંગઆઉટનો પ્લાન બનાવી શકો છો".
વિક્ટોરિયા વિલિ, એડમિન માટે, WhatsApp કોમ્યુનિટી એ એક ગેમ-ચેન્જર છે.
તેણે તેનો ઉપયોગ નાઇજેરિયાના વાણિજ્યિક શહેર લાગોસમાં તણાવભર્યા કામો ઠીકથી થઈ રહ્યા છે તે જોવા અને પાંચ મોટા ગ્રૂપને સંચાલિત કરવા માટે કર્યો. હવે, કોમ્યુનિટીની સાથે, બધા પાંચેય ગ્રૂપને 'લાગોસ ચેપ્ટર' નામના એક ગ્રૂપમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
વિલિએ જણાવ્યું કે "તે હવે ખૂબ જ સરળ છે". "હું ઘોષણા ગ્રૂપ પર માહિતી પોસ્ટ કરું છું અને સબ-એડમિન તે માહિતી તેમનાં ગ્રૂપમાં પોસ્ટ કરે છે."
તેણે ઉમેર્યું કે સભ્યોને "એવી અનુભૂતિ થાય છે કે જાણે એડમિન તેમની સાથે સીધી વાત કરી રહ્યા હોય."
સંસ્થાપક ડેવિડ કાચિકવુ એ બાબતે સંમત થાય છે કે અન્ય ગ્રૂપ જો હજીએ WhatsApp કોમ્યુનિટીનો ઉપયોગ કરતા ન હોય તો તેઓ કનેક્શન અને મિત્રતાને સંવર્ધિત કરવાની એક વિશાળ તક ગુમાવી રહ્યાં છે:
કાચિકવુ જણાવે છે કે "હું માનું છું કે દરેક કોમ્યુનિટી ગ્રૂપે WhatsApp કોમ્યુનિટી સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. તે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે જો તમારી પાસે એકથી વધુ સંબંધિત WhatsApp ગ્રૂપ હોય." કાચિકવુ જણાવે છે.