કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
એક સશક્ત કોમ્યુનિટીનો હિસ્સો બનવાથી આપણને તે કોમ્યુનિટીની સાથે આત્મીયતા હોવાની લાગણી થાય છે. ચાલો, તમારી કોમ્યુનિટીના હેતુને તથા જ્યાં સભ્યો વિનયી હોય અને તેમને ભાગ લેવામાં ખુશી થતી હોય એવા સ્વસ્થ માહોલને રચવામાં એડમિન દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને વ્યાખ્યાયિત કરવાના મહત્ત્વની ચર્ચા કરીએ. કેવી રીતે સારા નિયમો લખવા અને તમને તમારી કોમ્યુનિટીનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં મદદ કરે તેવા એડમિનની સહાયકારી ટીમ વિકસિત કરવી તે જાણો.
અમે ઘણું બધું વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડીશું, પરંતુ એ તમારી પ્રતિબદ્ધતા, જુસ્સો અને હેતુ હશે કે જે તમારી કોમ્યુનિટીનાં લોકોને એકસાથે લાવશે.
"WhatsApp કોમ્યુનિટી, ગ્રૂપની અંદર રહેલા પેટા-વિષયોને ક્યૂરેટ કરવામાં, સભ્યોના કાર્યદક્ષ યોગદાન તથા માહિતીના તેમના આવકારને સુગમ બનાવવામાં મદદ કરે છે."
- નિર્વીન, Moms in Prenzlauer Berg
કોમ્યુનિટી એ એવાં લોકોનું ગ્રૂપ છે જે સહિયારી જરૂરિયાતો અને રુચિઓ માટે એકબીજાની સાથે ભેગા થાય છે. WhatsApp પર, કોમ્યુનિટીનું નિર્માણ એ હેતુ આધારિત પ્રવૃત્તિ છે - જે એવા જુસ્સા, પ્રયોજનો અને અનુભવો દ્વારા પ્રેરિત છે કે જે સભ્યો માટે અર્થપૂર્ણ હોય. તે, સભ્યોને તેઓ જેમાં રુચિ ધરાવતા હોય તે નવાં ગ્રૂપમાં ભાગ લેવા, કનેક્ટ થવા અને શોધવા માટે ખાનગી અને સલામત જગ્યા પૂરી પાડે છે.
તમે નવી કોમ્યુનિટી બનાવી રહ્યા હો કે હાજર ગ્રૂપને એક છત્ર હેઠળ લાવી રહ્યા હો, તમારા હેતુ, ઓડિયન્સ અને તમારી ટીમમાં એડમિનની ભૂમિકા વિશે વિચારો.
કોમ્યુનિટી, તમામ સભ્યો સાથે એક જ સમયે - ઘોષણા ગ્રૂપ મારફતે સંચાર કરવાનો વિકલ્પ પૂરો પાડીને તમને થીમ અનુસાર વાતચીતોને ગોઠવવા અને માહિતીને ઓવરલોડ થવાથી મર્યાદિત કરવા દે છે.
ચાલો, કોમ્યુનિટી સંચાલનના આ ચાર મહત્ત્વપૂર્ણ પાસાને સમજી લઈએ:
દરેક કોમ્યુનિટીનો એક હેતુ હોય છે, એકસાથે આવવા માટેનું કારણ હોય છે કે જે કોમ્યુનિટીએ શા માટે અને કેવી રીતે કનેક્ટ થવાની જરૂર છે તે વ્યાખ્યાયિત કરે છે. શાળા માટે, તે અપ-ટુ-ડેટ શેડ્યૂલ શેર કરવાનું હોઈ શકે, સ્વયંસેવકો/સ્વયંસેવિકાઓ માટે, તે લોકોને ભેગા કરી કાર્યમાં પ્રવૃત્ત કરવાની શ્રેષ્ઠ રીત શોધવાનું હોઈ શકે, ફૂટબોલના ફેન માટે, તે સમગ્ર સીઝન દરમિયાન તેમની મનપસંદ ટીમને સપોર્ટ કરવાનું હોઈ શકે છે.
તમે સાથે મળીને શું હાંસલ કરવાનો ઉદ્દેશ્ય રાખો છો તે અને તમારા સભ્યો માટેના લાભને ઓળખી કાઢવા અને તે અંગે સંચાર કરવો તે એક સારો વ્યવહાર છે. એક સ્પષ્ટ હેતુ સભ્યોને તે સમજવામાં મદદ કરે છે કે તેઓ કેવી રીતે યોગદાન આપી શકે.
થોડાક સરળ પ્રશ્નો પર આત્મમંથન કરીને શરૂઆત કરો:
તમારો હેતુ વ્યાખ્યાયિત થઈ જવાની સાથે, આગળ વધો અને તમારી WhatsApp કોમ્યુનિટી બનાવો. તમને આની જરૂર પડશે:
સશક્ત અને સકારાત્મક સંસ્કૃતિના નિર્માણમાં, એ સુનિશ્ચિત કરવું મહત્ત્વનું છે કે સભ્યો યોગ્ય કારણોથી જ કોમ્યુનિટીમાં જોડાયા છે. ધ્યાનમાં લો:
એક ઉદાહરણ જોઈએ: એક શાળાની કોમ્યુનિટીમાં માતા-પિતા, શિક્ષકો અને ઘણા વર્ગના વિદ્યાર્થીઓ હોય છે. કેટલીક ઘોષણા તે બધા જ લોકો માટે મહત્ત્વપૂર્ણ હોય છે - શાળાએ પરત ફરવાની ઘોષણા, શાળા બંધ થવાની જાહેરાતો, સભાઓ. અન્ય વાતચીતો તેમાંના અમુક જ લોકો માટે હોય છે - જેમ કે શિક્ષક તાલીમ, ચોથા ધોરણની ફિલ્ડ ટ્રીપ, સોકર મેચ.
તમારી ઑડિયન્સને ધ્યાનમાં લો અને જુઓ કે કેવી રીતે તેઓને નાના અને વધુ કેન્દ્રિત ગ્રૂપમાં વિભાજિત કરી શકાય. આ એ નક્કી કરવામાં મદદરૂપ થાય છે કે શું તમારે હાલના ગ્રૂપને એકસાથે લાવવા જોઈએ કે પછી તમારી કોમ્યુનિટીમાં નવેસરથી જ ગ્રૂપ બનાવવા જોઈએ.
જેમ-જેમ નવા સભ્યો જોડાશે, તેમ-તેમ લોકો વચ્ચે નવા વિષયો અને જોડાણો વિકસતાં જશે. કોમ્યુનિટી એડમિન તરીકે, કોમ્યુનિટી તેના વિકાસ દરમિયાન સુસંગત અને સકારાત્મક રહે તે સુનિશ્ચિત કરવા માટે તમારી પાસે સભ્યો તેમજ ગ્રૂપ ઉમેરવાની અને દૂર કરવાની ક્ષમતા હોય છે.
કોમ્યુનિટીના સભ્યને કેવી રીતે આમંત્રિત કરવા
કોમ્યુનિટીના સભ્યોને કેવી રીતે દૂર કરવા
કોમ્યુનિટી એડમિન, સભ્યો વચ્ચેનાં ઇન્ટરેક્શનને સંચાલિત અને પ્રોત્સાહિત કરવામાં તેમજ તેમની કોમ્યુનિટીને સમાવિષ્ટ અને સલામત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારા કાર્યોમાં તમને સહયોગ આપવા માટે, WhatsApp પરની કોમ્યુનિટી તમને એવાં ટૂલ પૂરાં પાડે છે કે જેનો ઉપયોગ તમે તમારાં ગ્રૂપ અને સભ્યોનું સંચાલન કરવા તથા તમારી કોમ્યુનિટી માટે આનંદદાયક અનુભવ સુનિશ્ચિત કરવા માટે કરી શકો.
કોમ્યુનિટી એડમિન તરીકે, તમે કોમ્યુનિટીના નિર્માણ તથા તેની જાળવણી માટે જવાબદાર છો. તમે આ તમારી કોમ્યુનિટીને સલામત રાખવાની સાથે વાતચીતોનું સંચાલન કરીને કરશો. કોમ્યુનિટીની અંદર, દરેક ગ્રૂપમાં તેના પોતાના ગ્રૂપ એડમિન હોય છે, જે તેમના ગ્રૂપની દેખરેખ રાખવા માટે જવાબદાર છે. એક સુસંચાલિત કોમ્યુનિટીમાં, કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિન સભ્યો સાથે અને એકબીજા સાથે નિયમિતપણે વાતચીત કરે છે, અને દરેકને કોમ્યુનિટીના નિયમોનો આદર કરવા બાબતે યાદ કરાવે છે.
WhatsApp પર કોમ્યુનિટીમાં, તમે ઘોષણા ગ્રૂપ દ્વારા સભ્યોને કોમ્યુનિટી સ્તરની ઘોષણા મોકલીને સમય બચાવી શકો છો. વિવિધ ગ્રૂપને એક કોમ્યુનિટીની છત્ર હેઠળ લાવવાથી ગ્રૂપ સ્તરે અલગ-અલગ ઘોષણા કરવાની જરૂરિયાત દૂર થઈ જાય છે. શરૂઆતથી જ એક સારા વાતાવરણની અપેક્ષાઓ નિર્ધારિત કરવા માટે તમારી કોમ્યુનિટીના નિયમો બનાવો અને તે અંગે જાણ કરો. આદર્શ નિયમો થકી સભ્યોને પરસ્પર સકારાત્મક રીતે વાતચીત કરવાની અને કોમ્યુનિટીમાં યોગદાન આપવાની રીત અંગે જાણકારી મળે છે. નિયમો સભ્યોને સંઘર્ષ ટાળવામાં મદદ કરી શકે છે અને સલામતીની અનુભૂતિ આપે છે.
તમારી કોમ્યુનિટીના દિશાનિર્દેશો લખતી વખતે નીચેના નિયમો ધ્યાનમાં લો:
કોમ્યુનિટીના વર્ણનમાં નિયમોનો સમાવેશ કરવો અને તેમને ઘોષણા ગ્રૂપમાં પોસ્ટ કરવા એ સારી પ્રથા છે. સભ્યોને યાદ કરાવો કે આ નિયમોનું પાલન ન કરવાના પરિણામે તેમને કોમ્યુનિટીમાંથી દૂર કરવામાં આવી શકાય છે. ગ્રૂપ વાતચીતોમાં કોમ્યુનિટીના નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવા માટે તમારા ગ્રૂપ એડમિન સાથે કામ કરવું પણ મહત્ત્વપૂર્ણ છે.
જેમ-જેમ તમારી કોમ્યુનિટી વિકાસ પામશે, તેમ-તેમ તમારી જવાબદારીઓ પણ વધશે. બહુવિધ ગ્રૂપ ધરાવતી મોટી કોમ્યુનિટીમાં, કાર્યભારની વહેંચણી કરવા માટે તમને એડમિનની ટીમની જરૂર પડી શકે છે. આ એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે શામેલ દરેક વ્યક્તિ માટે કાર્યો સંચાલનીય રહે છે અને તે કોઈ એક જ વ્યક્તિ પર આધારિત નથી.
તમે અન્ય ગ્રૂપ એડમિન અથવા કોમ્યુનિટીના સભ્યોને 20 જેટલા કોમ્યુનિટી એડમિનની ભૂમિકાઓ સોંપી શકો છો. તમારી એડમિન ટીમમાં કોને નીમવા તે અંગે વિચાર કરતી વખતે, નીચેની બાબતોને ધ્યાનમાં લો:
કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિન બંને એકબીજા સાથે વાતચીત કરી શકે અને સહાય પૂરી પાડી શકે એ માટે એક એડમિન-ઓન્લી ગ્રૂપ સેટ કરો.
તમારી એડમિન ટીમના સભ્યોના કાર્યભાર અને સુખાકારીનું સંચાલન કરવા માટે, ટીમમાં તમે કેટલા સંકળાયેલો રહેશો તે વિશે શરૂઆતથી જ વિચારવું અને તેની ચર્ચા કરવી મદદરૂપ થશે:
આપણી સુખાકારી માટે સલામતી મહત્ત્વની છે. સલામતી, પ્રાઇવસી અને સુરક્ષા સમસ્યાઓ તમારી કોમ્યુનિટીને કેવી રીતે અસર કરે છે અને તમારા સભ્યોને કેવી રીતે સુરક્ષિત અને જોડાયેલ રાખવા તે સમજો.