કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.
રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.
કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.
“મારા એડમિન એ કોમ્યુનિટીનું હાર્દ અને આત્મા છે તથા દરરોજ બહેતર ટૂલ ડેવલપ કરી રહ્યાં છે. હું આને પ્રમાણિત કરી શકું છું. 2016થી, ટૂલમાં હંમેશાં સુધારો થઈ રહ્યો છે."
- સર્ગિઓ
જ્યારે તમારી ઊંઘ પૂરી ન થઈ રહી હોય અને તમે બાળકની ઊલ્ટીમાં લથપથ થયેલા હો, ત્યારે એક નવા પિતા હોવું થોડું ભારે લાગી શકે છે... પરંતુ તમારી મદદ માટે અહીં એક ઓનલાઇન કોમ્યુનિટી હાજર છે.
Soy Super Papá અથવા અંગ્રેજીમાં - I’m a Super Dad - એ સક્રિય પિતૃત્વપણાને લગતું સ્પેનિશ ભાષાનું ફોરમ છે.
આ વિચારનો ઉદ્ભવ 2016માં થયો જ્યારે સર્જિઓ રોઝારિઓ ડિઆઝની પત્નીએ તેને કહ્યું કે તે ગર્ભવતી છે.
તેણે તરત જ શ્રેષ્ઠ પિતા કેવી રીતે થઈ શકાય તેના પરની માહિતી માટે શોધ શરૂ કરી દીધી, પરંતુ સ્પેનિશ ભાષામાં તે વિષય પરની માહિતી અને સહભાગિતાનો અભાવ હતો.
તેણે તેમના જીવનના સૌથી મોટા પડકાર અને જવાબદારીને સ્વીકારીને, તે ખાલીપણાને ભરવાનું અને તેના જેવા અન્ય લોકો માટે કંઈક બનાવવાનું નક્કી કર્યું.
“પિતાઓ માટેના ક્લોઝ્ડ Facebook ગ્રૂપના ફક્ત 70K સભ્યો છે, જ્યારે કે અમારા પેજના 310K સભ્યો છે અને તેમાં પિતા, માતા, દાદા-દાદી, નાના-નાની અને અંકલ એમ એક આખી કોમ્યુનિટી છે કે જે બાળકોનો ઉછેર કરવા માટેની નવી અને વૈકલ્પિક રીતો માટે સક્રિયપણે શોધ કરે છે. તે એકમાત્ર પેજ પરની સહભાગિતા લગભગ 45 મિલિયન યુઝરની છે જે દર મહિને સહભાગી થાય છે", સર્જિઓ સ્પષ્ટ કરે છે.
WhatsApp કોમ્યુનિટી તેમને બધાને એકત્ર લાવે છે, બાવીસ દેશોમાં પિતાઓને કનેક્ટ કરે છે અને કોઈપણ આલોચના થયા વિના પોતાના દિલ અને દિમાગને ખોલવા માટેનું એક સુરક્ષિત સ્થાન પ્રદાન કરે છે.
"પ્રાઇવસી આવશ્યક છે. અમને નીંદનીય કોમ્યુનિટી માટે એક સુરક્ષિત વાતાવરણની જરૂર હતી," તે જણાવે છે.
કોમ્યુનિટીની સુવિધા તે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે તેમજ વધુ કાર્યક્ષમ ઘોષણાઓ, બહેતર કોમ્યુનિટી પ્રતિસાદ અને વધારેલ સહભાગિતાની પરવાનગી આપે છે… અને અનુભવમાં સતત સુધારો થઈ રહ્યો છે.
“મારા એડમિન એ કોમ્યુનિટીનું હાર્દ અને આત્મા છે તથા દરરોજ બહેતર ટૂલ ડેવલપ કરી રહ્યાં છે. હું આને પ્રમાણિત કરી શકું છું. 2016થી, ટૂલમાં હંમેશાં સુધારો થઈ રહ્યો છે."
તેનો અર્થ છે કે તે તેના કોમ્યુનિટીના સભ્યો માટે સંસાધનોને બહેતર બનાવવાના અને વિશ્વભરમાં સમાન કોમ્યુનિટી અને તકો ઊભી કરવા માટે અન્ય લોકોને સશક્ત કરવાના સપના પર ફોકસ કરી શકે છે.
“દરેક કોમ્યુનિટી અલગ છે અને એક લીડ અથવા ક્રિએટર તરીકે, તમારી કોમ્યુનિટીને તે તમારું બાળક હોય તે રીતે જાણવાની તમારી જવાબદારી છે. તેમની જરૂરિયાતો અનન્ય છે અને લીડર તરીકે અમારો ફોકસ યુઝરના અનુભવને સતત સુધારવા પર હોવો જોઈએ."